AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાણી-ફ્લેવર મિક્સ કરી બ્રાન્ડેડ દારૂ બનાવ્યો, અમદાવાદમાં ઘરમાં ચાલતી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, જુઓ Video

અમદાવાદના શાહપુરમાં PCBએ નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ સસ્તા દારૂ, પાણી અને ફ્લેવર ભેળવી ખાલી બોટલોમાં ભરી, નકલી સ્ટિકર લગાવી બ્રાન્ડેડ દારૂ તરીકે ₹2,000-₹5,000માં વેચતા હતા.

પાણી-ફ્લેવર મિક્સ કરી બ્રાન્ડેડ દારૂ બનાવ્યો, અમદાવાદમાં ઘરમાં ચાલતી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, જુઓ Video
| Updated on: Aug 02, 2026 | 7:39 PM
Share

અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાંથી નકલી વિદેશી દારૂના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસ કમિશનરની PCB (પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ) સ્ક્વોડે એક મકાનમાં દરોડો પાડી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. કાર્યવાહી દરમિયાન ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર વિકી ઉર્ફે મંગો ચૌહાણ હોવાનું સામે આવ્યું છે.

પાણી, ફ્લેવર અને સસ્તા દારૂથી બનાવતા ‘બ્રાન્ડેડ’ દારૂ

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ સસ્તો વિદેશી દારૂ, પાણી અને વિવિધ ફ્લેવર મિક્સ કરીને તેને જાણીતી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરી દેતા હતા. ત્યારબાદ નકલી સ્ટિકર લગાવી તેને અસલી બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવામાં આવતો હતો. ગ્રાહકો પાસેથી બ્રાન્ડેડ દારૂ જેટલી જ કિંમત વસૂલવામાં આવતી હતી.

PCBના જણાવ્યા મુજબ, આ નકલી દારૂની બોટલો ₹2,000થી લઈને ₹5,000 સુધીના ભાવે વેચવામાં આવતી હતી.

બાતમીના આધારે PCBએ કરી કાર્યવાહી

PCB સ્ક્વોડના PI જે.પી. જાડેજા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળતા શાહપુરના હલીમની ખડકી નજીક મોઢાની પોળ વિસ્તારમાં આવેલા મંગો ચૌહાણના મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. રેડ દરમિયાન મનદીપ ભાવસાર, કૈલાશ બોડાણા, દેવ પટેલ અને દેવાંગ જાની નામના ચાર લોકો સ્થળ પરથી ઝડપાયા હતા.

પોલીસે સ્થળ પરથી સસ્તો વિદેશી દારૂ, બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલો, સ્ટિકર અને દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો અન્ય સામાન પણ કબજે કર્યો છે.

ચાર મિત્રોને રાખ્યા હતા નોકરીએ

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી વિકી ઉર્ફે મંગો ચૌહાણે પોતાના ચાર મિત્રોને આ ગેરકાયદેસર ધંધામાં કામે રાખ્યા હતા.

મનદીપ ભાવસાર સમગ્ર કામગીરીનું સંચાલન કરતો હતો અને તેને દર મહિને ₹35,000 પગાર મળતો હતો. કૈલાશ બોડાણા સસ્તો વિદેશી દારૂ તેમજ ખાલી બોટલોની વ્યવસ્થા કરતો હતો, જેના બદલામાં તેને ₹10,000 ચૂકવવામાં આવતા હતા. જ્યારે દેવ પટેલ અને દેવાંગ જાની તૈયાર થયેલી નકલી બ્રાન્ડેડ દારૂની બોટલો ગ્રાહકો સુધી પહોંચાડવાનું કામ કરતા હતા અને તેમને દૈનિક ₹200 મહેનતાણું આપવામાં આવતું હતું.

ઓર્ડર મળ્યા બાદ બીજા જ દિવસે તૈયાર થતો દારૂ

PCBના PI જે.પી. જાડેજાના જણાવ્યા અનુસાર, આરોપીઓ ભંગારમાંથી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલો ખરીદતા હતા અને તેના માટે નકલી સ્ટિકર પણ મંગાવતા હતા. જ્યારે ગ્રાહક તરફથી કોઈ ચોક્કસ બ્રાન્ડની માંગ આવતી, ત્યારે બીજા જ દિવસે સસ્તો દારૂ, પાણી અને ફ્લેવર મિક્સ કરીને તે જ બ્રાન્ડની બોટલમાં ભરી તૈયાર કરવામાં આવતો હતો.

પોલીસ હાલ તપાસ કરી રહી છે કે દારૂમાં માત્ર ફ્લેવરનો જ ઉપયોગ કરવામાં આવતો હતો કે અન્ય કોઈ કેમિકલ પણ ભેળવવામાં આવતું હતું. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર

Follow Us
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
g clip-path="url(#clip0_868_265)">