ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે . તેમજ દરિયાના કરંટ પણ જોવા મળશે જેના પગલે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. 

| Updated on: Dec 01, 2021 | 4:51 PM

ગુજરાતના (Gujarat) હવામાનમાં(Weather) પલટો આવ્યો છે. જેમાં રાજયના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ(Unseasonal Rain) પણ પડ્યો છે. તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ આ સ્થિતિ આગામી ત્રણ દિવસ સુધી રહેવાની છે. જેમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટબન્સના લીધે ભર શિયાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના લીધે લધુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.

આ ઉપરાંત હવામાન વિભાગે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે . તેમજ દરિયાના કરંટ પણ જોવા મળશે જેના પગલે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં(Gujarat)કમોસમી વરસાદની(Unseasonal Rain)આગાહી વચ્ચે જાફરાબાદના (Jafrabad)દરિયામાં (Sea) કરંટ જોવા મળ્યો છે. તેમજ ભારે પવનના કારણે દરિયામાં તોફાની મોજાઓ ઉછળતા જોવા મળ્યા હતા. માવઠાની આગાહીના પગલે જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. બુધવારે સમગ્ર કોસ્ટલ બેલ્ટમાં કરંટ વધી શકે છે તો પવનની ઝડપ પણ 40 થી માંડીને 60 કિમીની રહેશે.

હવામાન (Weather forecast) વિભાગે રાજ્યમાં ફરી એકવાર માવઠું (Unseasonal Rain) થવાની આગાહી વ્યક્ત કરી છે. જેની અસર 1 ડિસેમ્બરની સવારથી જ જોવા મળી રહી છે. તો કમોસમી વરસાદ (Rain) અંગે હવામાન વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેકટરને એલર્ટ અપાયુ છે. અમરેલી અને નવસારીમાં કેટલાક સ્થાનોએ કમોસમી વરસાદ પડ્યો છે. 2 ડિસેમ્બર સુધી માવઠાનું સંકટ રહેશે.

આ પણ વાંચો :  Surat : માવઠાને કારણે દક્ષિણ ગુજરાતના ડાંગર પકવતા ખેડૂતોને 30 ટકા સુધીનું નુકશાન

આ પણ વાંચો : શું હોય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ? જે વરસાદ લાવે છે અને શિયાળો પણ લાવે છે, જાણો તેનું કારણ

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">