ગુજરાતમાં દારૂ પીને વાહન ચલાવો અને અકસ્માત થાય તો વીમાની રકમ મળશે ? જુઓ Video હાઇકોર્ટે શું કહ્યું

દારૂ પી ને વાહન ચલાવો અને અકસ્માત થવાના કેસમાં વીમાની રકમ અંગે ગુજરાત હાઇકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન અવલોકન કરતા કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધી છે એવામાં નશાની હાલતમાં વાહનચાલકે કરેલા અકસ્માતમાં વળતરના ચુકવણા માટે ઇન્સ્યોરન્સ કંપની નહીં પરંતુ ખુદ વાહનચાલક જ જવાબદાર છે

ગુજરાતમાં દારૂ પીને વાહન ચલાવો અને અકસ્માત થાય તો વીમાની રકમ મળશે ? જુઓ Video હાઇકોર્ટે શું કહ્યું
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Sep 10, 2024 | 8:15 PM

ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પરંતુ તેમ છતા પણ છેવાડાના ગામડાઓથી લઇ મહાનગરોમાં આરામથી દારૂ મળી રહ્યો છે ! તેવા સંજોગોમાં કેટલાય લોકો વિરુદ્ધ પોલીસ મોટી સંખ્યામાં ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસો નોંધતી હોય છે. મોટા ભાગના અકસ્માતોના કિસ્સાઓમાં વાહન ચાલક નશામાં અકસ્માત સર્જતો હોય છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે દારૂ પી ને વાહનચાલકે કરેલા અકસ્માતના કેસમાં દુરોગામી અસરવાળો ચુકાદો સંભળાવ્યો છે.

ગુજરાત હાઇકોર્ટે સુનાવણી દરમિયાન અવલોકન કરતા કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી છે એવામાં નશાની હાલતમાં વાહનચાલકે કરેલા અકસ્માતમાં વળતરના ચુકવણા માટે ઇન્સ્યોરન્સ કંપની નહીં પરંતુ ખુદ વાહનચાલક જ જવાબદાર છે

બનાસકાંઠાની ઘટનામાં દુરોગામી અસરવાળો ચુકાદો

વર્ષ 2016માં પાલનપુર તરફ ચેહર માતા મંદિર નજીક બપોરે 1 વાગ્યા આસપાસ સ્વિફ્ટ કારનો રોંગ સાઇડમાં આવી રહેલા બોલેરો સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં સ્વિફ્ટ કારમાં સવાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને પોલીસની આગળની તપાસમાં એ વાત સામે આવી હતી કે બોલેરો ગાડી બેદરકારીપૂર્વક રોંગ સાઇડમાં આવી રહીં હતી અને અકસ્માત સમયે ડ્રાઇવર દારૂના નશામાં હતો.

આજનું રાશિફળ તારીખ : 05-10-2024
પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?

ટ્રિબ્યુનલમાં દાવો દાખલ કરાયો

અકસ્માત બાદ સ્વિફ્ટ કારમાં સવાર ઘાયલો દ્વારા પાલનપુર ટ્રિબ્યુનલમાં વળતર માટે દાવો કરવામાં આવ્યો હતો જેમાં ટ્રિબ્યુનલ દ્વારા બોલેરો ગાડી અને બોલેરોની ઇન્સ્યોરન્સ કંપનીને નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હતી જેમાં તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ ચુકાદો આપતા બોલેરો ગાડીની વીમા કંપનીને વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો હતો.

વીમા કંપનીએ ટ્રિબ્યુનલના દાવાને હાઇકોર્ટમાં પડકાર્યો

પાલનપુર ટ્રિબ્યુનલના ચુકાદાની સામે વીમા કંપની દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.. હાઇકોર્ટમાં ઇન્સ્યોરન્સ કંપની વતી એડવોકેટ રથીન રાવલે દલીલ રજૂ કરતા ટાંક્યુ હતુ કે ગુજરાતમાં દારૂબંધી છે અને અકસ્માત સમયે બોલેરો ગાડીનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો જે પોલીસ તપાસ અને FSL રિપોર્ટમાં પણ સાબિત થયુ છે આવા સંજોગોમાં વીમાં કંપની વળતર ચૂકવવા માટે જવાબદાર રહેતી નથી. દારૂ પીધેલો હોવાથી બોલેરો કારના ચાલક અને તેના માલિકની વળતર ચૂકવવાની જવાબદારી બને છે.

દારૂબંધીવાળા રાજ્યમાં 30 MG દારૂ પણ ગેરકાયદેસર

ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન સામે પક્ષ તરફથી એ દલીલ પણ કરવામાં આવી હતી કે નિયમ મુજબ 30 MG સુધીના દારૂના પ્રમાણની વાહન ચલાવતી વખતે છૂટછાટ આપવામાં આવી છે અને બોલેરો ગાડીના ડ્રાઇવરના લોહીમાં 30 MG આલ્કોહોલ જ મળ્યુ છે..એ સમયે વીમા કંપનીના વકીલ દ્વારા દલીલ રજૂ કરાઇ હતી કે ગુજરાત ડ્રાઇ સ્ટેટ છે. ગુજરાતમાં દારૂબંધી હોવાથી આ નિયમ લાગુ પડતો નથી. દારૂબંધી હોવાથી આલ્કોહોલનું થોડુ પ્રમાણ મળે તો પણ ગુજરાતમાં તે કાયદેસર નથી જે દલીલને ગુજરાત હાઇકોર્ટે પણ મંજૂર રાખી હતી.

ગુજરાત હાઇકોર્ટનો મહત્વના અવલોકન સાથે ચુકાદો

ગુજરાત હાઇકોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મહત્વનું અવલોકન કરતા ચુકાદો સંભળાવ્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી હોવાથી થોડી માત્રામાં પણ દારૂ પી ને વાહન ચલાવી શકાય નહીં.. નશાની હાલતમાં વાહનચાલક અકસ્માત સર્જે તો વળતર ચુકવવા માટે ઇન્શ્યોરન્સ કંપની જ વળતર ચૂકવવા માટે જવાબદાર નથી પણ જો ઇન્શ્યોરન્સ કંપની ઇચ્છે તો તેમણે ચુકવેલુ વળતર ગાડીના ડ્રાઇવર અને માલિક પાસેથી વસુલવા માટે દાવો કરી શકે છે.. ગુજરાત હાઇકોર્ટનો આ મહત્વના ચુકાદાને દુરોગામી અસરવાળો માનવામાં આવી રહ્યો છે.

સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
g clip-path="url(#clip0_868_265)">