AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં છુટાછેડાનો અજીબો ગરીબ કિસ્સો, ડોગ લવર પત્નીથી કંટાળી પતિએ હાઈકોર્ટમાં માગ્યો ડિવોર્સ

ગુજરાત હાઈકોર્ટમાં એક 41 વર્ષિય પતિએ તેની પત્ની સાથે ક્રુરતાના આધાર પર છુટાછેડાની અરજી કરી છે. પતિનો આરોપ છે કે તેની પત્ની રસ્તા પરથી એક રખડતા કુતરાને લઈ આવી, જે તેના બેડ પર જ સૂવે છે અને જેવો તે પત્નીની નજીક જાય કે શ્વાન ભસવા લાગે છે અને તેને ઈજા પણ પહોંચાડી ચુક્યો છે.

ગુજરાતમાં છુટાછેડાનો અજીબો ગરીબ કિસ્સો, ડોગ લવર પત્નીથી કંટાળી પતિએ હાઈકોર્ટમાં માગ્યો ડિવોર્સ
AI Image
| Updated on: Nov 13, 2025 | 5:51 PM
Share

ગુજરાતમાં છુટાછેડાનો એક વિચીત્ર વિવાદ સામે આવ્યો છે. આ વિવાદ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. જ્યાં 41વર્ષના એક પતિએ તેની પત્ની સામે છુટાછેડાની માગ કરતા અનેક આરોપ લગાવ્યા છે. તેમણે કોર્ટમાં જણાવ્યુ કે તેમના લગ્ન 2006માં થયા હતા. પરંતુ લગ્નના થોડા મહિના બાદ તેની પત્નીનું વર્તન બદલાઈ ગયુ. તે રસ્તા પરથી એક રખડતા કુતરાને ઘરમાં લઈ આવી અને તેને પાળીને ઘરમાં રાખ્યુ. તેમની સોસાયટીમાં ઘરમાં પ્રાણીઓને રાખવાનો પ્રતિબંધ હતો. છતા તેની પત્ની એક-એક કરીને અનેક આવારા કુતરાઓને ઘરમાં લાવવા લાગી. પતિના આરોપ અનુસાર તેને ભોજન બનાવવુ, ઘરની સાફ-સફાઈ કરવી અને આ કુતરાઓની દેખભાળ રાખવાનું કામ કરવુ પડતુ હતુ.

પતિએ ગંભીર આરોપ લગાવ્યો કે રાત્રે સૂતી વખતે પણ પત્ની તેના પ્રિય કુતરાને બાજુમાં સુવડાવતી હતી. જેના કારણે તેમને વૈવાહિક જીવનમાં પણ સમસ્યા થવા લાગી.પતિએ કહ્યુ કે જેવો તે પત્નીની નજીક જવાની કોશિશ કરતો, આ શ્વાન ભસવાનું શરૂ કરી દેતો અને એકવાર તો તેણે તેને બચકુ પણ ભરી લીધુ હતુ. આ જ ડરને કારણે તે તણાવમાં રહેવા લાગ્યો અને માનસિક રીતે ભાંગી પડ્યો. તેના કારણે તે ડાયાબિટીસ અને ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન નો પણ શિકાર બન્યો.

રેડિયો જોકી પાસે કરાવ્યુ પ્રેન્ક

પતિએ દાવો કર્યો કે 1 એપ્રિલ 2007માં પત્નીએ એક રેડિયો જોકી પાસે તેનું પ્રેન્ક કરાવ્યુ. જેમા પતિના અન્ય કોઈ મહિલા સાથે અફેર હોવાનો દાવો કરવામાં આવ્યો. આ ફર્જી કોલને કારણે તેને તેના કાર્યસ્થળ પર અને સમાજમાં અપમાનિત થવુ પડ્યુ. પતિનુ કહેવુ છે કે આ બધા તણાવોથી ત્રસ્ત થઈનેત બેંગલુરુ ભાગી ગયો પરંતુ ત્યા પણ પત્ની તેને ફોન અને સોશિયલ મીડિયા દ્વારા પરેશાન કરતી રહી. પતિએ વર્ષ 2017માં અમદાવાદની ફેમિલી કોર્ટમાં તલાકનો કેસ કર્યો. પત્નીએ કોર્ટમાં તેનો બચાવ કરતા કહ્યુ તેના પતિએ જ પશુ-પ્રેમનો રાહ તેને ચિંધાડ્યો અને બાદમાં તેને છોડીને જતો રહ્યો. તેણે કોર્ટમાં એવી તસવીરો પણ રજૂ કરી, જેમા પતિ શ્વાન સાથે હોય.

ફેમિલી કોર્ટે પતિની યાચિકા ફગાવી

ફેબ્રુઆરી 2024માં ફેમિલી કોર્ટ પતિની યાચિકા એવુ કહીને ફગાવી દીધી કે અરજીકર્તા એ સાબિત નથી કરી શક્યા કે પત્નીએ તેમની ક્રુરત કરી અથવા તેમને છોડી દીધા છે. અને જ્યા સુધી પ્રેન્ક કોલની વાત છે તો એ ડિવોર્સ માટેનો નક્કર આધાર ન બની શકે. હવે પતિએ ફેમિલી કોર્ટના ચુકાદા સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી છે. તેમણે કહ્યુ તેના લગ્ન તો ક્યારના તૂટી ચુક્યા છે અને પતનીને 15 લાખ રૂપિયા ભરણપોષણ આપવા તૈયાર છે જ્યારે પત્નીએ 2 કરોડ રૂપિયાની માગ કરી છે. હાઈકોર્ટે કેસની આગામી સુનાવણી 1 ડિસેમ્બરે મુકરર કરી છે.

1985 પછી ક્યારેય વિધાનસભાની ચૂંટણી ન લડનારા નીતિશ કુમાર કેવી રીતે બન્યા બિહારના મુખ્યમંત્રી?

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">