Gujarat : કોરોનાના લેટેસ્ટ અપડેટ સાથે જાણો રાજ્યના અન્ય મહત્વના સમાચારો

ગુજરાતમાં 13 નવેમ્બરના કોરોના અપડેટ સાથે વાંચો રાજ્યના મહત્વના સમાચારો

Gujarat : કોરોનાના લેટેસ્ટ અપડેટ સાથે જાણો રાજ્યના અન્ય મહત્વના સમાચારો
Gujarat Corona Update 13 November And Other important news of state
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 11:04 PM

ગુજરાતમાં (Gujarat)  ફરી એકવાર કોરોનાના (Corona)  કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં દિવાળીના(Diwali)  તહેવારોમાં લોકોની અવર જવર અને કોરોના ગાઈડ લાઇન પાલનના બેદરકારીના પગલે કોરોનાને કેસ વધી રહ્યાં છે. તેમજ તેમાં પણ કોરોનાના વધારે કેસો ફરી એક વાર મહાનગરોમાં જ જોવા મળી રહ્યાં છે.

રાજ્યમાં આજે સૌથી વધારે કોરોના કેસ અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના કેસ અચાનક માથું ઉચકી રહ્યા છે. ગુજરાતમાં શનિવારે કોરોનાને 37 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 32 દર્દીઓ સાજા પણ થયા છે.જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 226 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટીલેટર પર છે.

જ્યારે 220 થી વધારે નાગરિકો સ્ટેબલ છે. શનિવારે સૌથી વધારે અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશન 6, નવસારી અને વલસાડમાં 4, બનાસકાંઠા, ગીર સોમનાથ, મહેસાણા, પંચમહાલ, સુરત અને તાપીમાં 1-1 કેસ નોંધાયા હતા. આ પ્રકારે કુલ 37 કેસ નોંધાયા હતા.આપણે કોરોના ઉપરાંત

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રાજ્યના અન્ય મહત્વના સમાચાર પર નજરી કરીએ તો

1 ગુજરાતમાં ૧૫ મી નવેમ્બર બાળવાર્તા દિન તરીકે ઉજવવાની શિક્ષણ મંત્રીની જાહેરાત

ગુજરાતમાં (Gujarat)૧૫ મી નવેમ્બર બાળવાર્તા દિન (Children Story Day )તરીકે ઉજવવાની જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી કરી છે.ભાવનગરના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી(Jiti Vaghani)  એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ. ગિજુભાઈ બધેકાના(Gijubhai Badheka)  જન્મદિવસ ૧૫ મી નવેમ્બરને ગુજરાત રાજ્યમાં ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવામાં આવશે.

2 ગુજરાતમાં ચાર કોર્પોરેશને નોન વેજ સ્ટોલ દૂર કરવાના આદેશ બાદ લારી સંચાલકોમાં રોષ

ગુજરાતમાં(Gujarat) મહાનગરપાલિકાઓ (Corporation) દ્વારા કરવામાં આવી રહેલા ગેરકાયદે નોન-વેજ અને ઈંડાની લારીઓ દૂર કરવાના આદેશથી સમગ્ર રાજયના વિવાદ ઉભો થયો છે. રાજકોટ નગર પાલિકાએ સૌથી પહેલા આ આદેશ  કર્યો હતો તેની બાદ વડોદરા, સુરત અને અમદાવાદ, ભાવનગર માં પણ આનો અમલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

જો કે દેખાય નહિ તે રીતે અને લોકોની ધાર્મિક લાગણી ના દુભાય તે રીતે વેચાણ કરી શકાય છે. જો કે મનપાના આ આદેશનો આ લારીવાળા વિરોધ કરી રહ્યા છે.

વડનગર ખાતે યોજાયેલા બે-દિવસીય તાના-રીરી સંગીત મહોત્સવનું સમાપન

ગુજરાતના (Gujarat) વડનગર(Vadnagar)ખાતે બે -દિવસીય તાના-રીરી સંગીત મહોત્સવ (Tana Riri Music Festival)સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિતિ સામાજિક અગ્રણી સોમભાઈ મોદી જણાવ્યું હતું કે, શાસ્ત્રીય સંગીતના વારસાની જાળવણી અર્થે ઉજવાતા તાના-રીરી મહોત્સવ અને ઉત્તરાર્ધ મહોત્સવને લીધે મહેસાણા (Mehsana)જિલ્લો અને ગુજરાત ગૌરવશાળી બન્યા છે.

4 ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવા મુદ્દે રાજકારણ ગરમાયું, કોંગ્રેસ-ભાજપ આમને સામને

ગુજરાતમાં(Gujarat)ડ્રગ્સ (Drugs) ઝડપાવા મુદ્દે રાજકારણ(Politics)ગરમાયું છે. આ મુદ્દે કોંગ્રેસે(Congress) ભાજપ(BJP) પર ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસના નેતા દીપક બાબરિયાએ(Dipak Babariya)આ મુદ્દે કહ્યું હતું કે, ગુજરાત ડ્રગ્સ માફિયા માટે અભયારણ્ય બની ચૂક્યું છે. ઉડતાં પંજાબ જેવી ચર્ચાઓ ગુજરાત માટે થઈ રહી છે. બીજી તરફ જીતુ વાઘાણીએ આરોપ ફગાવીને કોંગ્રેસ પર જ પ્રહાર કર્યા હતા.

5 અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં, બીજા ફેઝના સ્ટ્રકચરમાં યુ ગર્ડર લોન્ચ કરાયું 

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ અમદાવાદ મેટ્રો રેલ(Ahmedabad Metro Rail)  પ્રોજેકટના (મોટેરાથી મહાત્મા મંદિર, ગાંધીનગર વચ્ચેના) પિઅર કપની ઉપરના સુપર સ્ટ્રકચરમાં પ્રથમ ‘યુ’ ગર્ડર (U-girder_ સફળતાપૂર્વક લોન્ચ કરાયુ છે. જેમાં પ્રત્યેક ‘યુ’ ગર્ડર ર૮ મીટર લંબાઇ અને ૧૬૦ મેટ્રીક ટન વજનનું છે. અને પ૦૦ મેટ્રીક ટન ક્ષમતાની બે હાઇડ્રોલીક ક્રેનનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવ્યું હતું.

6. ગુજરાત કોંગ્રેસે નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે ભાજપ સરકાર પર લગાવ્યો આ ગંભીર આક્ષેપ

ગુજરાતની(Gujarat) મોટાભાગની મહાનગર પાલિકાઓમાં(Corporation) રસ્તા પરથી નોનવેજની લારીઓ(Non Veg Stall) હટાવવા આદેશ કરાયો છે.ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે રોજગારી માગતા યુવાનોને ભાજપ સરકાર એક બાજુ પકોડા તરવાની સલાહ આપે છે.તો બીજી તરફ સ્વમાન સાથે લારીમાં રોજગારી કમાતા લોકો પાસેથી હપ્તા ઉઘરાવાઇ રહ્યાં છે. લોકોને દબાવીને હપ્તાની રકમ વધારવા માટે ભાજપ સરકાર પ્રયાસ કરી રહી છે.

7. નમામિ દેવી નર્મદે : હરિદ્વારમાં થતી ગંગા આરતીની થીમ પર હવે નર્મદાની આરતી થશે, ટુંક સમયમાં પીએમ મોદી કરાવશે પ્રારંભ

નર્મદા જિલ્લાના ગોરા ગામમાં નર્મદા ઘાટ ખાતે નર્મદા માતાની આરતીનું ગ્રાન્ડ રિહર્સલ પણ કરવામાં આવ્યું છે. રાજ્યના લોકોને ગંગા આરતીનો લ્હાવો લેવા માટે હરિદ્વાર સુધી જવાની જરૂર આ આરતીનાં પ્રારંભ બાદ નહીં પડે. અહીં ગંગા આરતી જેવી જ નિયમિત નર્મદા આરતી થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની મહત્વકાંક્ષી વિચારધારામાં સામેલ આ એક પ્રોજેક્ટને હવે આખરી ઓપ અપાઈ ચુક્યો છે અને ટૂંક સમયમાં ખુદ વડાપ્રધાન મોદી નર્મદા ની આરતી કરીને તેનો પ્રારંભ પણ કરાવશે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">