ગુજરાતમાં ૧૫ મી નવેમ્બર બાળવાર્તા દિન તરીકે ઉજવવાની શિક્ષણ મંત્રીની જાહેરાત

બાળવાર્તાઓ વર્તમાનમાં પણ જીવંત રહે અને બાળકોના ઘડતરમાં તેનો ઉપયોગ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ગિજુભાઈ બધેકાના જન્મદિવસને 'બાળવાર્તા દિન' તરીકે ઉજવવાનો રાજ્ય સરકારે સ્તુત્ય નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં ૧૫ મી નવેમ્બર બાળવાર્તા દિન તરીકે ઉજવવાની શિક્ષણ મંત્રીની જાહેરાત
15th November Celebrate as Children Story Day in Gujarat Announce Eduaction Minister Jitu Vaghani
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Nov 13, 2021 | 9:35 PM

ગુજરાતમાં (Gujarat)૧૫ મી નવેમ્બર બાળવાર્તા દિન (Children Story Day )તરીકે ઉજવવાની જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી કરી છે.ભાવનગરના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી(Jiti Vaghani)  એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે, યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ. ગિજુભાઈ બધેકાના(Gijubhai Badheka)  જન્મદિવસ ૧૫ મી નવેમ્બરને ગુજરાત રાજ્યમાં ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવામાં આવશે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આ યુગમૂર્તિ બાળ કેળવણીકારે સો વર્ષ પહેલા જે ભાવેણાની ધરતી અને દક્ષિણામૂર્તિથી બાળમાનસને કેળવવાના અને ઘડતર કરવાના વિચારનો પાયો નાંખ્યો હતો તે ભૂમિ પરથી આ જાહેરાત કરતાં હું ગૌરવની લાગણી અનુભવું છું.

બાળ મંદિર, બાળ મંદિરનો ખ્યાલ અને બાળ માનસની કેળવણીના ભીષ્મપિતામહ અને જેને જગત ‘મૂછાળી માં’ તરીકે ઓળખે છે. તેવા ગીજુભાઈ બધેકાનો જન્મદિવસ ગુજરાતમાં ‘બાળવાર્તા દિવસ’ તરીકે ઉજવીને તેમને સાચી સ્મરણાંજલિ આપવાનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે અને દક્ષિણામૂર્તિ વિદ્યાલયના ટ્રસ્ટીઓ દ્વારા મુખ્યમંત્રીને આ માટેની રજૂઆત કરવામાં આવી હતી અને જેનો હકારાત્મક પ્રતિભાવ આપીને ગિજુભાઈ બધેકાના જન્મદિવસને દક્ષિણામૂર્તિ વિદ્યાલય, ભાવનગર ખાતે ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું. ભારતનું ભવિષ્ય એવાં બાળકને જે બાળ વાર્તાઓ, બાળ ગીતો ગમે છે અને જેની કથની હવે લુપ્ત થઈ રહી છે તેવી બાળવાર્તાઓ વર્તમાનમાં પણ જીવંત રહે અને બાળકોના ઘડતરમાં તેનો ઉપયોગ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ગિજુભાઈ બધેકાના જન્મદિવસને ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનો રાજ્ય સરકારે સ્તુત્ય નિર્ણય કર્યો છે.

જાણીતા સાહિત્યકાર અને હાસ્યકાર શ્રી સાંઈરામ દવેએ જણાવ્યું કે, આઝાદી પહેલાંથી કેળવણીની દિશામાં ભાવનગરએ દીવાદાંડીરૂપ કાર્ય કર્યું છે.ભાવનગરમાં એટલાં બધાં કેળવણીકારો થઈ ગયાં છે કે, એક બાજુ સમગ્ર રાજ્યના કેળવણીકારોને મૂકવામાં આવે અને બીજી બાજુ ભાવનગરના કેળવણીકારોને મૂકવામાં આવે છતાં ભાવનગરનું પલ્લું ભારે રહે તે દિશાનું ખેડાણ આજથી વર્ષો પહેલા થયું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સો વર્ષ પહેલાં બાળગીતો- વાર્તાઓ દ્વારા બાળકોના ઘડતરની જે વાત ગિજુભાઈ બધેકાએ કરી હતી તેને નવી શિક્ષણ નીતિમાં પણ સામેલ કરવામાં આવી છે તેનો આનંદ છે.

ગુજરાતનું એક પણ બાળક વાર્તા ભૂખ્યૂ ન રહે તે માટેનું આ એક અનોખું પગલું છે. એક નાના કદમથી હજારો માઈલની યાત્રા થતી હોય છે, ત્યારે રાજ્ય સરકારે સંવેદનશીલતાથી લાગણીસભર આ નિર્ણય કર્યો છે તે માટે ગુજરાતભરના બાળકો તથા શિક્ષણપ્રેમીઓ વતી હું આભારની લાગણી વ્યક્ત કરું છું.

વધુમાં ઉમેર્યુ કે, આ નિર્ણયને પગલે રાજ્યમાં બાળ કેળવણી માટેનો સોનાનો સુરજ ઉગશે. ભાવનગરના શિક્ષણ પ્રેમીઓની હાજરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ૧૫ મી નવેમ્બરે સવારે ૭-૩૦ થી ૯-૦૦ વાગ્યા દરમ્યાન શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ‘બાળવાર્તા દિન’ની વિધિવત જાહેરાત કરશે.

આ પણ વાંચો : વડોદરાના સાવલી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાંથી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચો : ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવા મુદ્દે રાજકારણ ગરમાયું, કોંગ્રેસ-ભાજપ આમને સામને

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">