Gujarat Assembly Election 2022 : કેજરીવાલ વિરુદ્ધ ભાજપે તેમના પૂર્વ સાથીને ઉતાર્યા, કપિલ મિશ્રાએ કેજરીવાલના દાવાઓ સામે દિલ્લીની હકીકત રજૂ કરી
ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યમાં વાયદાઓ અને ગેરંટી કાર્ડ વેચતા ફરી રહ્યા છે તો બીજી તરફ તેમના જ પૂર્વ સાથી અને ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રા દિલ્હી સરકારની હકીકત ગુજરાતના નાગરિકોને જણાવી રહ્યા છે.
Gujarat Assembly Election 2022 : આમ આદમી પાર્ટીના( Aap) સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યમાં વાયદાઓ અને ગેરંટી કાર્ડ વેચતા ફરી રહ્યા છે તો બીજી તરફ તેમના જ પૂર્વ સાથી અને ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રા દિલ્હી સરકારની હકીકત ગુજરાતના નાગરિકોને જણાવી રહ્યા છે. કપિલ મિશ્રાનો(Kapil Mishra)દાવો છે કે અરવિંદ કેજરીવાલનું દિલ્લી મોડલ માત્ર પ્રચારનું મોડલ છે. વિકાસનું ખરું મોડલ તો ગુજરાતનું જ છે.
અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આવી કરેલ ‘કેજરીવાલની ગેરંટી’ ની અસર રાજનીતિ પર જોવા મળી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કેજરીવાલ સામે તેમના જ પૂર્વ સાથી અને ભાજપના નેતા કપિલ મિશ્રાને ગુજરાતની રાજનીતિમાં સક્રિય કર્યા છે. કપિલ મિશ્રા ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની હકીકત અને દિલ્હી મોડલ ખરા અર્થમાં શું છે એ જણાવી રહ્યા છે. અમદાવાદના ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાયેલ ‘રાજનીતિ મેં રાષ્ટ્રનીતિ’ કાર્યક્રમ હેઠળ નરેન્દ્ર મોદીનો દેશપ્રેમ અને રાષ્ટ્ર માટે સમર્પણ અંગે વાતચીત કરી હતી.. મિશ્રાએ નરેન્દ્ર મોદીને દેશના સાચા સપૂત તો કેજરીવાલને દેશના જવાનોના પરાક્રમના પુરાવા માંગનાર ગદ્દાર ગણાવ્યા.
દિલ્લી મોડલની હકીકત
દિલ્હીની રાજનીતિને સારી રીતે જાણનાર અને દિલ્હી વિધાનસભામાં ધારાસભ્ય રહી ચૂકેલ કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલના દિલ્હી મોડેલના દવાઓ અંગે વાતચીત કરતા જણાવ્યું કે કેજરીવાલે દિલ્હીમાં માત્ર વાયદાઓ કર્યા છે, કામગીરી નથી કરી. તેઓ ગુજરાતમાં આવીને વચનોની લ્હાણી કરી રહ્યા છે. કેજરીવાલ દિલ્હીના રૂપિયાથી દિલ્હી મોડેલને ગુજરાતમાં હોર્ડિંગ્સ અને જાહેરાતો થકી ચમકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ખરી સ્થિતિ એ છે કે છેલ્લા આઠ વર્ષમાં દિલ્હીમાં એક પણ શાળા, બ્રિજ, હોસ્પિટલ નો કેજરીવાલ સરકારે શિલાન્યાસ અને ત્યારબાદ એનું ન ઉદ્ઘાટન નથી કર્યું. તેમણે માત્ર જૂની સરકારના અધૂરા રહી ગયેલ કામોને પૂર્ણ કરીને વાહ વાહી મેળવી છે.
કેજરીવાલના દાવાઓ માં દમ નહીં
કપિલ મિશ્રાએ અરવિંદ કેજરીવાલના દિલ્હીમાં 10 લાખ લોકોને રોજગારી આપવાના દાવા અંગે જણાવ્યું કે આપ સરકારે 10લાખ દિલ્હી વાસીઓને રોજગારીનો દાવો કર્યો હતો. ત્યારબાદ અમે આરટીઆઇ કરી તો એમાં એ હકીકત સામે આવી કે છેલ્લા 8 વર્ષમાં દિલ્હીની આપ સરકાર માત્ર 3221 લોકોને જ રોજગારી આપી શકી છે. બાકી વાયદાઓનો વેપાર કરી રહ્યા છે. તેઓ ઘર-ઘર નળ થી પાણી આપવાનો દાવો કરે છે પરંતુ દિલ્હીમાં હાલની સ્થિતિએ પણ 40 ટકા ઘરોમાં ટેન્કરોથી પાણી પહોંચે છે. જ્યારે ગુજરાતમાં 97 ટકા ઘરોમાં નળ થી જળ પહોંચી રહ્યું છે.. ખરા અર્થમાં કેજરીવાલનું દિલ્લી મોડલ નિષ્ફળ છે.