AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ ચૂંટણી લડવાનો કર્યો હુંકાર, કહી આ વાત

Chhota Udepur: વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ટિકિટને લઈને કકળાટ શરૂ થઈ ગયો છે.કોંગ્રેસના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ ચૂંટણી ન લડવાની વહેતી થયેલી ખબરોનું ખંડન કરતા કહ્યુ છે કે હું ચૂંટણી લડવાનો જ છુ.

ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ ચૂંટણી લડવાનો કર્યો હુંકાર, કહી આ વાત
સુખરામ રાઠવા
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 1:43 PM
Share

ગુજરાત વિધાનસભાનાના વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ(Sukhram Rathwa)  તેમની ચૂંટણી ન લડવાની વહેતી થયેલી અફવાઓને રદિયો આપી દીધો છે. તેમણે ખુલાસો કરતાં કહ્યું છે કે, હું ચૂંટણી લડવાનો જ છું. રાજકારણમાં ચૂંટણી (Election) લડવા માટે કોઈને ઘડપણ નડતું નથી, અને હું ઘરડો થયો નથી. સુખરામ રાઠવા(Sukhram Rathava)એ ચૂંટણી લડવાની વાત પર જોર આપતા ફરી કહ્યું કે, પક્ષ આદેશ કરશે તે પ્રમાણે તેઓ લડશે. આ સાથે રાઠવાએ વહેતી થયેલી અફવાઓ અંગે પણ સ્પષ્ટતા કરી કે, તેમણે ન કોઈને ઈન્ટરવ્યૂ આપ્યું છે કે ન કોઈને ટેલિફોનિક વાત કરી છે. જે અફવાઓ ફેલાઈ તેમાં કોઈ પણ પ્રકારનું સત્ય નથી. આપને જણાવી દઈએ કે સુખરામ રાઠવા ગત વિધાનસભામાં પાવી જેતપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

કોંગ્રેસમાં ટિકિટને લઈને કકળાટ

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી ટિકિટને લઇને કકળાટ શરૂ થયો છે. છોટાઉદેપુર બેઠક માટે કોંગ્રેસમાં વિખવાદ ઉભો થવાના એંધાણ છે. અગાઉ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ છોટાઉદેપુર બેઠક પર તેમના પુત્ર માટે ટિકિટ માગી છે. બીજી તરફ વર્તમાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પણ તેમના પુત્ર માટે ટિકિટ માગી છે. નારણ રાઠવાએ જણાવ્યું કે હવે યુવાઓને ટિકિટ આપવી જોઇએ. નારણ રાઠવાએ કહ્યું કે મારી રાજ્યસભાની ટર્મ પૂરી થયા બાદ હું નિવૃતિ લઇ લઇશ. નારણ રાઠવાએ વિપક્ષના નેતા સુખરામ રાઠવાને પણ નિવૃતિ લઇ લેવાની સલાહ આપી હતી.

કોંગ્રેસમાં છોટાઉદેપુર બેઠક પર ઉમેદવાર પસંદગી બની રહેશે માથાના દુ:ખાવા સમાન

છોટાઉદેપુર બેઠક પર ઉમેદવારની પસંદગી કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન બની રહેશે. કેમકે કોંગ્રેસના સૌથી સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પણ તેમના પુત્ર માટે ટિકિટ માગી છે. તાજેતરમાં જ મોહનસિંહ રાઠવાએ આગામી વિધાનસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી જો કે તેમણે તેમના પુત્ર માટે ટિકિટ જરૂર માગી છે. ત્યારે છોટાઉદેપુર બેઠક કોંગ્રેસ માટે ગળાની ફાંસ બની રહેશે. તો પાવીજેતપુર બેઠક પરથી ઉમેદવાર સુખરામ રાઠવાએ પણ ચૂંટણી લડવાની સ્પષ્ટતા કરી દીધી છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">