Gujarat Assembly Election 2022 : ઉમેદવાર પસંદગીને લઇ કોંગ્રેસની તૈયારી, 12 સપ્ટેમ્બરથી કોંગ્રેસ બાયોડેટા લેવાનું શરુ કરશે
Gujarat Assembly Election 2022: ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવાર બનવા માંગતા કાર્યકરો પાસેથી 12 સપ્ટેમ્બરથી બાયોડેટા મંગાવવાની શરૂઆત થશે. તેમજ 21 થી 23 સપ્ટેમ્બરે સ્ક્રુટીની માટે પુનઃ સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળશે.કોંગ્રેસે ઉમેદવારોને લઈ અગાઉ જ જાહેરાત કરી હતી કે તેઓ પ્રથમ યાદી વહેલી જાહેર કરશે
Gujarat Assembly Election 2022: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચુંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ લઈને નીકળેલ કોંગ્રેસે(Congress)અંતિમ સમયે ઉમેદવાર જાહેર કરવાની પરંપરામાં બદલાવ લાવતા ઉમેદવાર(Candidate) જલ્દી જાહેર કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર બનવા માંગતા કાર્યકરો પાસેથી 12 સપ્ટેમ્બરથી બાયોડેટા મંગાવવાની શરૂઆત થશે. તેમજ 21 થી 23 સપ્ટેમ્બરે સ્ક્રુટીની માટે પુનઃ સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળશે.કોંગ્રેસે ઉમેદવારોને લઈ અગાઉ જ જાહેરાત કરી હતી કે તેઓ પ્રથમ યાદી વહેલી જાહેર કરશે. આ બાબતને વળગી રહેતા કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટી અને ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવાર પસંદગી અંગે મેરેથોન 4 કલાક ચર્ચા કરાઈ, જેમાં ઉમેદવાર અંગે 130 સૂચનો થયા. આ સિવાય નવા શિક્ષિત, યુવા અને મહિલાઓને પ્રાધાન્ય આપવાનું નક્કી કરાયું.. ચુંટણી લડવા ઇચ્છુંકો પાસેથી કોંગ્રેસે બાયોડેટા મંગાવવાની તારીખો જાહેર કરી છે. આ મુજબ 12 સપ્ટેમ્બર થી જિલ્લા સમિતિએ ઉમેદવારે બાયોડેટા જમા કરાવવાનો રહેશે.
જેમાં મળેલ બાયોડેટા 15 થી 18 સપ્ટેમ્બર સુધી પ્રદેશ કાર્યાલયે સ્ક્રુતિની માટે મોકલાશે.21 થી 23 સપ્ટેમ્બરે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટી અને ચૂંટણી સમિતિની પુનઃ બેઠક મળશે. ત્યાર બાદ બને એટલું જલ્દી ઉમેદવારની પહેલી યાદી જાહેર કરવાનું નિશ્ચિત કરાયું છે.. જગદીશ ઠાકોરે સ્પષ્ટ કર્યું હતું કે આ વખતે કોંગ્રેસ જલ્દી નામો જાહેર કરશે.. ટિકિટ માંગવા માટે કોઈએ દિલ્લી ધક્કો નહીં ખાવો પડે. તેમજ આ વખતે સ્ક્રીનીંગ કમિટીની બેઠકો પણ ગુજરાતમાં જ મળશે.
ડેમેજ કંટ્રોલ માટે કમિટી બનશે
વિધાનસભા ચૂંટણી સમયે પક્ષને સંભવિત નુકસાનની ભીતિમાં બચાવી શકાય એ માટે કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કમિટી બનાવશે.. જે તે વિધાનસભામાં ચૂંટણી ના લડવા માંગતા હોય એવા નેતાઓની ડેમેજ કંટ્રોલ કમિટી તૈયાર થશે. જેવો પક્ષથી નારાજ લોકોને મનાવવાનું કામ કરશે તેમજ ટિકિટ ના મળવાની સ્થિતિએ પક્ષને નુકસાન ના કરે અને પક્ષ સાથે જોડાયેલા રહે એ માટે મનાવવાનું કામ કરશે. જિલ્લા- પ્રદેશ એમ બંને લેવલની ડેમેજ કંટ્રોલ સમિતિ તૈયાર થશે.
દબાણની રાજનીતિને વશ નહીં થાય કોંગ્રેસ
જગદીશ ઠાકોરે પક્ષને નુકસાન કરનાર લોકોને ગર્ભિત ચીમકી આપતા જણાવ્યું કે પક્ષ પર દબાણ કરી શકાય તે માટે ટોળા માં આવનાર લોકો કે ઉમેદવારને સાંભળવામાં નહીં આવે, ટોળામાં આવી પક્ષ પર દબાણ કરનારને પક્ષ સાંખી નહીં લે અને જે આ રીતની દબાણની રાજનીતિ કરશે તેમને માઇનસમાં મૂકવામાં આવશે.