ઓડિશા થી અમદાવાદ – ટ્રકમાં બારદાનમાં હતો ગાંજાનો જથ્થો, ત્રણ રાજ્યો પાર કરીને ગુજરાત પહોંચાડ્યો, જુઓ Video

|

Sep 06, 2024 | 8:45 PM

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગાંજાનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે. શહેરના વટવા GIDC વિસ્તારમાંથી 43 લાખના ગાંજા સાથે સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતથી 1700 કિલોમીટર દૂર ઓડિશા થી ત્રણ રાજ્યોની સરહદ ઓળખીને ગાંજો ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો.

ઓડિશા થી અમદાવાદ - ટ્રકમાં બારદાનમાં હતો ગાંજાનો જથ્થો, ત્રણ રાજ્યો પાર કરીને ગુજરાત પહોંચાડ્યો, જુઓ Video

Follow us on

ફરી એક વખત મોટી માત્રામાં ગુજરાતમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાંથી એક ટ્રકમાં લઈ જવામાં આવતો ગાંજાનો જથ્થો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પકડી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલ આરોપી મણીગડન મુદલિયાર, કુમાર અરુણ પાંડે, સંજય ક્રિષ્ના સાહુ, સુશાંત ઉર્ફે બાબુ ગૌડા, અજય તુફાન સ્વાઈન, લાંબા ગૌડા અને સંદીપ કુમાર શાહ છે.

43 લાખનો ગાંજો કબજે લીધો

આ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે 195 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વટવા GIDC 1100 કિલો ગાંજો સપ્લાય થવાનો છે જેના આધારે વટવા GIDC ક્રીશ ઇન્ડસ્ટ્રીયલમાં દરોડા પાડીને ત્યાંથી રૂપિયા 43 લાખનો ગાંજા અને ટ્રક સહિત કુલ 65 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

આ ગાંજો 1700 કિલોમીટર દૂર ઓડિશા થી છત્તીશગઢ અને છત્તીશગઢ થી મધ્યપ્રદેશ અને ત્યાંથી થી ગુજરાત એમ ત્રણ રાજ્યોની સરહદ પાર કરીને ટ્રકમાં ગાંજાનો જથ્થો લાવ્યા હતા. આ ગાંજો અમદાવાદમાં છૂટક વેચાણ માટે સપ્લાય કરવાના હતા.

કોણ છે ગાંજાના સોદાગરો

પકડાયેલ આરોપીમાં મુખ્ય આરોપી મણીગડન અમદાવાદના હાથીજણનો રહેવાસી છે. જેણે આરોપી સંજય અને સુશાંત મારફતે ઓડિશા થી ગાંજો મંગાવેલ હતો. આરોપી કુમાર અરુણએ સંજય અને સુશાંત જે ત્રણેય જાણ ઓડિશાનાં રહેવાસી છે. તેઓ ઓડિશા થી આરોપી અજય અને લાંબા ગોડા ટ્રકમાં મોટા બારદાનની આડમાં પાવડર સ્વરૂપમાં ગાંજો પેકેટમાં પેકિંગ કરીને લાવ્યા હતા.

નેપાળના રહેવાસીની સંડોવણી સામે આવી

મહત્વ નું છે કે આ આરોપીએ સુરત અને ભરૂચ નજીક ગાંજાની ડીલવરી કરી હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. પકડાયેલ અન્ય આરોપીમાં સંદીપ કુમાર શાહ નેપાળનો રહેવાસી છે ગાંજાની હેરાફેરીમાં તેની સંડોવણી સામે આવી છે. હાલ માં ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપી ધરપકડ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે આ ગાંજાનાં નેટવર્કમાં અન્ય ચાર આરોપી હજી વોન્ટેડ છે. જેની પકડવાની તજવીજ હાથ ધરી છે.

ગાંજો રસ્તામાં કોઈ રાજ્યમાં સપ્લાય કર્યો છે કે નહીં ?

આ ગાંજાનાં નેટવર્કમાં અમદાવાદના આરોપી મણીગડન અને કુમાર અરુણ પાંડેની ધરપકડ કરી છે. આ બન્ને આરોપી અમદાવાદમાં ગાંજો કોને સપ્લાય કરવાના હતા અને આ નેટવર્કમાં કોણ કોણ સડોવાયેલ છે જેને લઇ તપાસ શરૂ કરી છે. બીજી બાજુ સવાલ એ છે કે આ ગાંજો આરોપી ઓ પ્રથમ વખત લાવ્યા છે કે પહેલા પણ લાવ્યા છે અને આરોપીએ રસ્તામાં કોઈ રાજ્યમાં સપ્લાય કર્યો છે કે નહિ તેમ અને સ્થાનિક લેવલ એ ક્યાં ક્યાં ગાંજો પહોચાડવાનો હતો તમામ દિશામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.

Published On - 8:42 pm, Fri, 6 September 24

Next Article