કોમી એખલાસની ‘દોરી’ બન્યો ‘પતંગ’ : જોધપુરના મુસ્લિમ પરિવારે પાંચ પેઢીથી પતંગ બનાવવાના વારસાને રાખ્યો છે જીવંત

અમદાવાદમાં બને છે જોધપુરી પતંગ ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસોજ બાકી છે ત્યારે લોકોમાં ઉત્સાહ છે અને સાથે સાથે લોકોની ડિમાન્ડને પહોંચી વળવા માટે વેપારી અને કારીગરો પણ કામે લાગી ગયા છે. ત્યારે છેલ્લી પાંચ પેઢીથી જોધપુરનો એક મુસ્લિમ પરિવાર અમદાવાદ આવે છે અને રંગબેરંગી પતંગો બનાવે છે જેમાં જોધપુરી પરિવારના સભ્યો એક સાથે પતંગ બનાવવામાં […]

કોમી એખલાસની 'દોરી' બન્યો 'પતંગ' : જોધપુરના મુસ્લિમ પરિવારે પાંચ પેઢીથી પતંગ બનાવવાના વારસાને રાખ્યો છે જીવંત
Muslim family making Kites
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Dec 24, 2018 | 7:36 AM

અમદાવાદમાં બને છે જોધપુરી પતંગ

ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસોજ બાકી છે ત્યારે લોકોમાં ઉત્સાહ છે અને સાથે સાથે લોકોની ડિમાન્ડને પહોંચી વળવા માટે વેપારી અને કારીગરો પણ કામે લાગી ગયા છે. ત્યારે છેલ્લી પાંચ પેઢીથી જોધપુરનો એક મુસ્લિમ પરિવાર અમદાવાદ આવે છે અને રંગબેરંગી પતંગો બનાવે છે જેમાં જોધપુરી પરિવારના સભ્યો એક સાથે પતંગ બનાવવામાં કામમાં લાગી જાય  છે.

Preparation on for Kite festival

આજનું રાશિફળ તારીખ : 08-08-2024
લસણ અને ગોળ એકસાથે ખાવાના 5 ફાયદા જાણી ચોંકી જશો
Vastu Tips: ઘરની છત પર ન રાખો આ વસ્તુઓ, આવે છે ગરીબી!
આયુર્વેદ અનુસાર ખાવાની આ 4 વસ્તુ છે શરીરના વિરુદ્ધ આહાર, સ્વાસ્થ્યને થશે નુકસાન
દરરોજ 1 નાસપતી ખાવાથી શરીરને થાય છે અગણિત ફાયદા, જાણો
સવારે ભૂખ્યા પેટે સૂકા ધાણાનું પાણી પીવાથી થાય છે લાભ

જોધપુરનો પરિવાર ઉત્તરાયણના 2 મહિના પૂર્વે અમદાવાદ આવી જાય છે અને અવનવી પતંગો બનાવે છે. આ સિવાય બાકીના મહિનામાં તેઓ જોધપુર શહેરમાં પણ પતંગ બનાવાનું કામ કરે છે.

Muslim family making Kites

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જે રીતે 14 જાન્યુઆરી ગુજરાતમાં ઉત્તરાયણનો પર્વ મનાવવામાં આવે છે તેવીજ રીતે જોધપુર અને દિલ્હીમાં પણ અન્ય દિવસે પતંગોત્સવ ઉજવાતો હોવાથી ત્યાં પણ પતંગ પુરા પડી રહે તે  રીતે આ જોધપુરી પરિવાર કામ કરે છે. જેમાં પરિવારના બાળકો અને મહિલાઓ પણ મદદરૂપ બને છે.

Muslim family making Kites

83 વર્ષે પતંગ બનાવનાર અને તેમના પરિવારની જો વાત માનીએ તો તેઓ રાજા મહારાજાના સમયથી પતંગ બનાવવાનું કામ કરે છે. તેમજ પરિવારના સભ્યોને મદદ મળી રહે તે માટે એક સાથે જોડાઈને કામ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પરિવારના એક સભ્ય યાસીન ભાઈ નખની સાઈઝથી લઈને 20 ફૂટ સુધીના પતંગ બનાવમાં નિપુણ છે અને તેમણે ગત વર્ષે પતંગ ફેસ્ટિવલમાં પણ ભાગ લીધો હતો તેવું તેમનું કહેવું છે.

Muslim family making Kites

કહેવાય છે કે દરેક પર્વની સાથે એક ખાસિયત અને ધાર્મિકતા જોડાયેલી હોય છે. ઉત્તરાયણ પર્વ સૌથી વધુ હિન્દુ લોકો મનાવતા હોય છે. ત્યારે જોધપુરથી આવેલો આ મુસ્લિમ પરિવાર પતંગો બનાવીને એકતાનો પણ સંદેશો પાઠવે છે.

[yop_poll id=318]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">