અમદાવાદમાં લાલ દરવાજા પાસે ભોંયરામાં લાગેલી આગ પર 15 કલાકની જહેમત બાદ કરાયો સંપૂર્ણ કાબુ, 112 જવાનો અને 39 ગાડીઓની લેવાઈ મદદ – Video

અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલા ત્રણ દરવાજા નજીક ટ્યુટોરિયલ માર્કેટના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. ગુરુવારે રાત્રે 8 વાગ્યા આસપાસ લાગેલી આગ પર 15 કલાકની જહેમત બાદ કાબુ કરી શકાયો છે. ભોંયરામાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે તેને બુઝાવવા માટે 112 થી વધુ ફાયરકર્મીઓ અને 39 જેટલી ફાયરની ગાડીઓની મદદ લેવાઈ હતી.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: May 24, 2024 | 4:16 PM

અમદાવાદમાં આખરે 15 કલાકની જહેમત બાદ લાલ દરવાજા નજીક ટ્યુટોરિયલ માર્કેટના ભોંયરામાં લાગેલી આગ પર કાબુ કરી શકાયો છે. ત્રણ દરવાજા નજીક આવેલ ટ્યુટોરિયલ માર્કેટના બેઝમેન્ટમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આગ લાગવાનું પ્રાથમિક કારણ ભોંયરામાં રાખવામાં આવેલા આર્ટિફિશ્યલ ફુલોને કારણે આગ ફેલાઈ હતાી. બેઝમેન્ટની નજીક આવેલા એસડી ફ્લાવર નામના ગોડાઉનમાં આર્ટિફિશ્યલ ફુલોનો જથ્થો રાખવામાં આવ્યો હતો. તેના કારણે આગ પ્રસરીને અન્ય ગોડાઉન સુધી ફેલાઈ હતી. વેપારીઓએ સમયસૂચક્તા વાપરીને નજીકના ફાયર સ્ટેશનને ફોન કરી તાત્કાલિક બોલાવી લેતા જાનમાલનું નુકસાન થતુ અટકાવ્યુ હતુ.

ટ્યુટોરિયલ માર્કેટમાં ફાયર સેફ્ટીનો અભાવ

ફાયર અધિકારીના જણાવ્યા મુજબ જો થોડો પણ વિલંબ થયો હોત તો આ આગ બેઝમેન્ટમાંથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી કે પહેલા માળ સુધી ફેલાઈ હોત અને તેના કારણે આસપાસની 250 થી 300 દુકાનો તેની ચપેટમાં આવી ગઈ હોત. સાંકડી જગ્યા અને ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાને કારણે ફાયરના જવાનોને આગ પર કાબુ કરવામાં ભારે પરેશાની અને જહેમત ઉઠાવવી પડી હતી. ટ્યુટોરિયલ માર્કેટમાં 120થી વધુ દુકાનો આવેલી છે. ભોંયરામાંથી બહાર આવેલો ધુમાડો માર્કેટમાં ફેલાતાની સાથે જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

સતત 15 કલાક સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો

આગ એટલી વિકરાળ હતી કે આખી રાત સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને અંતે આગ પર કાબુ કરાયા બાદ પણ ઘટનાસ્થળ પર કુલિંગ કરવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જો કે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. સતત પાણીનો મારો ચલાવવાને કારણે બેઝમેન્ટમાં પાણી ભરાવાથી 80 થી વધુ વાહનો ડૂબ્યા છે. એકતરફ બેઝમેન્ટ હોવાને કારણે અને આગ ફરી ન ફેલાય તે માટે ફાયરવિભાગ દ્વારા 15 કલાક સુધી સતત કામગીરી કરવામાં આવી હતી. હાલ આગને કારણે ત્રણ દરવાજાથી પાનકોર નાકા સુધીની માર્કેટ બંધ રાખવામાં આવી છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

ફાયર ઓફિસરને ધુમાડાની અસરને કારણે બેભાન થતા SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

માર્કેટમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાનુ પણ સામે આવ્યુ છે. ફાયર અધિકારીના જણાવ્યા મુજબ 25 થી 30 વર્ષ જુની ઈમારત હોવાથી એસ્ટેટ વિભાગના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. હવે તેઓ તપાસ રિપોર્ટ સોંપશે. પોલીસ અને FSLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સાંકડી જગ્યા હોવાને કારણે ફાયરકર્મીઓને આગ પર કાબુ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન કેટલાક ફાયર કર્મીઓ પણ ગરમી અને ધુમાડાની અસર થતા બેભાન થયા હતા. જેમને 108 મારફતે સારવાર અર્થે SVP હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી: કાળઝાળ ગરમીમાંથી હજુ રાહત મળે તેવા નથી દેખાતા કોઈ એંધાણ, સતત બીજા દિવસે 46 ડિગ્રીને પાર જઈ શકે છે તાપમાન

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">