સામાન્ય રીતે દરેક યુવતીનું સપનું સુખી લગ્ન જીવન હોય છે. આવા જ એક સપના સાથે ગાંધીનગરની કૃણાલી પરમારે માધુપુરાના હિમાલય મહેરિયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના 6 માસમાં જ કૃણાલીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
પ્રેમ લગ્ન કરવા માટે કૃણાલી ઘરેથી ડોગ લઈને નીકળી હતી, પરંતુ તેના લાલચુ પ્રેમીને સોનુ અને રૂપિયામાં રસ હતો. જ્યારે કૃણાલીને ફક્ત ડોગ સાથે જોતા આરોપી પતિ હિમાલય માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. યુવતીના પરિવાર પાસેથી સતત પૈસાની માગણી કરીને યુવતીને મારઝૂડ કરતો હતો.
આત્મહત્યા દિવસે પણ કૃણાલી અને તેના પતિ વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો. જેથી કૃણાલીએ જીવન ટૂંકાવનું અંતિમ પગલું ભર્યું હતુ. આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો છે, એકની એક લાડકીના આપઘાતથી પરિવારમાં શોકની લાગણી છે અને ન્યાયની માગણી કરી રહ્યા છે. દહેજના લાલચુ સાસરિયા વિરુદ્ધ કડક કાર્યવાહી માંગ કરી છે.
22 વર્ષીય કૃણાલી નર્સ બનીને લોકોની સેવા કરવાનું સપનું હતું, જેથી તેને નર્સિંગનું અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ દરમિયાન માધુપુરા લગ્ન પ્રસંગે એક સંબંધીના ઘરે આવી ત્યારે હિમાલય સાથે મિત્રતા થઈ હતી અને આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. મૃતક કૃણાલીએ હિમાલય સાથે સુખી લગ્ન જીવનનું સપનું જોઈને પોતાના પાલતું ડોગ સાથે ઘરેથી ભાગીને હિમાલય સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા.
પરતું લગ્નના થોડા દિવસ બાદ જ પતિ હિમાલય પોતાનો લાલચુ ચેહરો બતાવનું શરૂ કર્યો હતો અને સુખી જીવન સપના જોનારી કૃણાલીના સપના તૂટી ગયા હતા. હિમાલય દ્વારા માનસિક શારીરિક ત્રાસ સહન કરતી રહી. ચાની કીટલી ચલાવનાર હિમાલય લગ્નના સુનેરા સપના દેખાડ્યા અંતે કૃણાલી મોત મળ્યું.
યુવતીના આત્મહત્યા કેસમાં આપઘાત બાદ મૃતદેહ હોસ્પિટલમાં મૂકીને પતિ હિમાલય ફરાર થઈ ગયો હતો. જે બાદ માધુપુર પોલીસે પતિ વિરુદ્ધ આઈપીસી 304 બી હેઠળ દહેજ મૃત્યુ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો