Breaking News: વેરાવળના ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં અંતે ગુનો નોંધાયો, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરિયાદ દાખલ
Doctor Atul Chag Suicide Case: જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાંસદના પિતા નારણ ચુડાસમા સામે પણ FIR દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ કેસમાં પોલીસે લાંબા સમય બાદ ફરિયાદ નોંધી છે.
વેરાવળના પ્રખ્યાત તબીબ અતુલ ચગ આપઘાત કેસ મામલે આખરે હવે પોલીસે ફરિયાદ નોંધી છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાંસદના પિતા નારણ ચુડાસમા સામે પણ FIR દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ કેસમાં પોલીસે લાંબા સમય બાદ ફરિયાદ નોંધી છે. પોલીસે કલમ 306, 114, 506(2) હેઠળ ફરિયાદ નોંધી છે.
આ પણ વાંચો: Rajkot: મંડલીકપુરમાં છેલ્લા 8 દિવસથી પાણીની બૂમરાળ, મહિલાઓએ રેલી કાઢીને વ્યક્ત કર્યો વિરોધ, જુઑ Video
3 મહિનાના લાંબા સમય બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ
તમને જણાવી દઈએ કે ડોક્ટર અતુલ ચગ કેસમાં પોલીસે 3 મહિનાના લાંબા સમય બાદ પોલીસ ફરિયાદ નોંધી છે. આ આત્મહત્યા કેસમાં અતુલ ચગના દીકરા હિતાર્થ ચગ આ કેસમાં ફરિયાદી બન્યો છે. આ મામલે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગીરસોમનાથના ડૉક્ટર અતુલ ચગની આત્મહત્યા બાદ તેમના પરિવારે રાજેશ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેને લઈને આત્મહત્યાના 36 દિવસ બાદ રાજેશ ચુડાસમાએ પત્ર જાહેર કર્યો હતો. જેમાં ડૉ અતુલ ચગ સાથે કોઈ નાણાંકીય વ્યવહાર ન થયો હોવાનો દાવો કર્યો.
સાથે જ ચુડાસમાએ નાર્કો કે લાઈવ ડિટેક્ટ ટેસ્ટની તૈયારી દર્શાવી તો બીજી તરફ અતુલ ચગના મિત્ર જલપન રૂપાપરાએ રાજેશ ચુડાસમાના પત્ર સામે સવાલ ઉઠાવ્યાં અને કહ્યું કે રાજેશ ચુડાસમાએ જે પીડીએફ બહાર પાડી તેમાં નારણ ચુડાસમાનો કેમ ઉલ્લેખ નથી. સાંસદ લાઈવ ડિટેક્ટ ટેસ્ટની વાત કરે છે પરંતુ હજી FIR જ નથી થઈ તો લાઈવ ડિટેકટ ટેસ્ટ દૂરની વાત છે. સાથે જ દાવો કર્યો કે નારણ ચુડાસમાના જે બ્લેન્ક ચેક આપ્યા છે તે સાંસદના ઓફિશિયલ કવરમાં હતા.
ગુજરાત હાઈકોર્ટે વેરાવળ પોલીસને ઝાટકી હતી
ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં ગુજરાત હાઈકોર્ટે વેરાવળ પોલીસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમજ હાઈકોર્ટે વેરાવળ પોલીસ પાસે હજી સુધી FIR ન નોંધાતા જવાબ પણ માંગ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે પોલીસ વકીલ રોકે અને આ અંગેના તમામ જવાબ આપે, તેમજ હાઈકોર્ટે કહ્યું હતું કે આ કેસમાં પોલીસને સરકારી વકીલ મળશે નહીં.
કોંગ્રેસે ઉઠાવ્યા હતા ગંભીર સવાલ
આ કેસમાં પોલીસ સામે પણ શંકાની સોય ઉઠી હતી. ગીર સોમનાથના કોંગ્રેસ પ્રભારી મહેશ રાજપૂતે ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યા. ભાજપના સાંસદ સામે કેમ FIR થતી નથી. સાંસદ અને તેના પિતા સામે FIR નોંધવાની મૃતક તબીબના પરિવારજનોએ માગ કરી છે.
રાજકોટ સહિત ગુજરાત જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો