AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ઘીકાંટા મેટ્રો સ્ટેશને ઈમરજન્સી મોકડ્રીલનું આયોજન કરીને એજન્સીઓની સતર્કતાની કરાઈ ચકાસણી, જાણો શુ આવ્યું પરિણામ

મોકડ્રીલ (Mockdrill) કરવા પાછળનો ઉદ્દેશ અલગ- અલગ વિભાગો વચ્ચે સંકલન તેમજ કામગીરી કરવા પાછળનો સમય કેટલો થાય છે તે ચકાસવાનો છે.

Ahmedabad :  ઘીકાંટા મેટ્રો સ્ટેશને ઈમરજન્સી મોકડ્રીલનું આયોજન કરીને એજન્સીઓની સતર્કતાની કરાઈ ચકાસણી, જાણો શુ આવ્યું પરિણામ
Metro station Mockdrill
Jignesh Patel
| Edited By: | Updated on: Aug 21, 2022 | 8:51 AM
Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ, ગુજરાત પોલીસ (Gujarat Police) ઇ.એમ.આર.આઈ 108 તેમજ L&T અને સ્ટર્લીંગના સંકલન હેઠળ ઘી કાંટા મેટ્રો સ્ટેશન (The Kanta Metro station) પર ઈમરજન્સી ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતુ.મેટ્રોના એક કોચને મેટ્રો સ્ટેશનથી (Metro staion) 200 મીટર દૂર મિકેનિકલ માલફંકશનિંગના કારણે આગ અકસ્માતની ઘટના સર્જાતા મેટ્રો સ્ટેશનના સ્ટાફ દ્વારા ઈમરજન્સી રિસ્પોન્સ કરીને બચાવ કામગીરીની ભાગરૂપે ડ્રીલ (Mock drill) કરવામાં આવી હતી.સાથે જ સમગ્ર ઘટનાને ઓછા સમયમાં સુરક્ષિત રીતે કેવી રીતે રિસ્પોન્સ કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી .જેથી કરીને આવનારા સમયમાં કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિઓને નિવારી શકાય.

53 પેસેન્જર સહિત ઓપરેટરને સુરક્ષિત રીતે બચાવાયા

જેમાં 53 પેસેન્જર તેમજ એક ટ્રેન ઓપરેટરને (Train opreator) સુરક્ષિત રીતે વોક- વે પરથી સ્ટ્રેચરના માધ્યમથી બચાવવામાં આવ્યા હતા.ઉપરાંત મેટ્રો સ્ટેશનના સ્મોક વેન્ટિલેટર સિસ્ટમના માધ્યમથી મેટ્રો ટનલ માં ફસાયેલ ધુમાડાને બહાર કરવામાં આવ્યો હતો.મહત્વનું છે કે અવારનવાર અકસ્માતો થતા હોય છે અને એટલા માટે જ જવાબદાર વિભાગ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવતુ હોય છે. જેનાથી વિભાગમાં કામ કરતા કર્મચારીઓની સતર્કતા અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કર્મચારીઓની સક્ષમતા જાણી શકાય છે. મોકડ્રીલ કરવા પાછળનો ઉદ્દેશ અલગ- અલગ વિભાગો વચ્ચે સંકલન તેમજ કામગીરી કરવા પાછળનો સમય કેટલો થાય છે તે પણ રહેલો હોય છે ,એટલું જ નહીં કોઈપણ ઈમરજન્સીના (Emergency) સમયે વહેલામાં વહેલી પરિસ્થિતિને કાબુમાં લેવાની ઝડપ કયા વિભાગની કેટલી છે તે પણ જાણવાનો હેતુ રહેલો છે.

 આ હેતુથી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ

મોક ડ્રીલમાં નક્કી કરેલા વ્યક્તિઓ આ બાબતે જાણતા હોય છે અને વિભાગના તમામ કર્મચારીઓને ડ્રીલ બાબતે અજાણ રાખવામાં આવે છે અવારનવાર હોસ્પિટલોમાં શાળામાં જાહેર જગ્યાઓ પર આ પ્રકારની ડ્રીલ કરવામાં આવતી હોય છે, જેથી 108 ફાયર તેમજ જવાબદાર વિભાગના કર્મચારીઓની ચપdતા અને નીપુણતા પણ જાણી શકાય છે. આવા જ ઉદ્દેશો સાથે ઘી કાંટા મેટ્રો સ્ટેશન પર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

g clip-path="url(#clip0_868_265)">