AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આગની ઘટના બાદ બોપલની શાંતિ એશિયાટિક સ્કૂલને બંધ કરવાનો લેવાયો નિર્ણય- જુઓ Video

અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ લાગવાની ઘટના બાદતપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી શાળા બંધ રહેશે ત્યાં સુધી શાળા દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનું રહેશે.

Narendra Rathod
| Edited By: | Updated on: Jul 12, 2024 | 2:50 PM
Share

અમદાવાદમાં શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગઈકાલે એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની ઘટના બની હતી. જે બાદ શાળા દ્વારા આ સમગ્ર ઘટનાને છુપાવવામાં આવી હતી અને વાલીઓને પણ આ અંગે કોઈ જ જાણ કરવામાં આવી ન હતી. બાળકોને પણ ફાયરની મોકડ્રીલ ચાલતી હોવાથી તાત્કાલિક બહાર નીકળો એ રીતની બનાવટ કરીને બહાર લઈ જવાયા હતા. જો કે શાળાના બાળકોએ જ શાળા દ્વારા ચલાવાયેલા જુઠાણાનો પર્દાફાશ કર્યો અને વાલીઓને જાણ કરતા મોટી સંખ્યામાં વાલીઓએ શાળા પર હલ્લાબોલ કર્યો હતો.

સૌપ્રથમ તો વાલીઓ સમક્ષ મેનેજમેન્ટ એ વાત સ્વીકારવા તૈયાર જ ન હતુ કે શાળામાં આગ લાગી હતી. જો કે બાળકોને જણાવ્યા મુજબ એક વર્ગખંડમાં એસીમાં શોર્ટ સર્કિટને કારણે મોટાપાયે બ્લાસ્ટ થયો હતો અને આગ ફેલાઈ ગઈ હતી. ઘટનાના પ્રત્યક્ષદર્શી બાળકો પણ આ જોઈને ડરી ગયા હતા અને ચારથી પાંચ બાળકો બેભાન પણ થઈ ગયા હતા. આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોવા છતા શાળા તેને મોકડ્રીલ હોવાનુ કહી સમગ્ર ઘટના પર ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ કર્યો. જેના કારણે વાલીઓનો આક્રોષ ભભુકી ઉઠ્યો હતો.

આગની ઘટના છુપાવ્યા બાદ શાળાને બંધ કરવાનો નિર્ણય

આ સમગ્ર મામલે વાલીઓની ફરિયાદ બાદ શાંતિ એશિયાટિક સ્કૂલને આગની ઘટનાની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય DEO કૃપા ઝાના જણાવ્યા મુજબ બાળકો માટે શાળાનું બિલ્ડીંગ સલામત છે કે કેમ તે સુનિશ્ચિત થયા બાદ જ શાળાને ખોલવાની પરવાનગી આપવામાં આવશે. ત્યાં સુધી શાળા પાસેથી પણ એવી લેખિત બાંહેધરી લેવામાં આવશે કે બાળકોના શિક્ષણ સાથે કોઈ ચેડા કે કોઈ સમાધાનકારી વલણ નહીં અપનાવે.

“શાળાએ બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનુ રહેશે”

DEO કૃપા ઝા દ્વારા એ પણ સુનિચ્છિત કરાયુ છે કે  બાળકોને નિયમિત રીતે ઓનલાઈન શિક્ષણ મળી રહે તે પ્રકારે શાળાએ ફરજિયાત વ્યવસ્થા કરી દેવાની રહેશે. તપાસને લઈને જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવશે. શાળા સામે જે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂર લાગશે તે અચૂક કરવામાં આવશે. કોઈપણ ગેરરીતિ થયાનુ ધ્યાનમાં આવશે તો નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. DEOએ વાલીઓને આશ્વસ્ત કરતા જણાવ્યુ છે કે  બાળકોની સલામતી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ચલાવી લેવામાં નહીં આવે.

શાળાએ આગના પુરાવા છુપાવવા આગવાળા રૂમને રાતોરાત પેઈન્ટ કરી દેવામાં આવ્યો

ગઈકાલે લાગેલી આગને છુપાવવા માટે શાળા દ્વારા રાતોરાત કલરકામ કરી દેવામાં આવ્યુ . બેઝમેન્ટના રૂમમાં લાગેલી આગ બાદ રૂમને યલો કલરથી પેઈન્ટ કરી દેવામાં આવ્યો. વાલીઓના જણાવ્યા મુજબ બહાર તેમણે આ કલરના કેન પણ બહાર પડેલા જોયા હતા. આગની ઘટનાના પુરાવા છુપાવવા શાળા દ્વારા વ્હાઈટ દિવાલને ઓરેન્જ પેઈન્ટ કરવામાં આવ્યો છે, છતા વાલીઓની અને બાળકોની જાગૃતિના કારણે સ્કૂલના પાપનો પર્દાફાશ થયો છે. એકતરફ રાજકોટ અગ્નિકાંડના પડઘા હજુ શમ્યા નથી ત્યાં આ પ્રકારની મોટી બેદરકારી વધુ એક સ્કૂલ દ્વારા સામે આવી છે. એકતરફ ચોરી ઉપરથી સીના જોરી જેવુ શાળા મેનેજમેન્ટનુ વલણ જોવા મળ્યુ. વાલીઓને જવાબ ન આપવા, વાલીઓ પૂછે તો ઉડાઉ જવાબ આપવા, જુઠાણુ ફેલાવવુ, આટલી મોટી દુર્ઘટના પ્રત્યે વાલીઓને અને બાળકોને અંધારામાં રાખવા જેવી અનેક ગંભીર બેદરકારી દાખવનારી આ શાળા સામે હવે શું કાર્યવાહી થાય છે તે જોવુ રહ્યુ.

ઓનલાઈન શિક્ષણના નિર્ણયથી વાલીઓમાં રોષ

આ તરફ વાલીઓનો આક્રોષ હજુ શમ્યો નથી. વાલીઓની એવી પણ દલીલ છે કે મસમોટી રકમની  ફી વસુલતી શાળાની બેદરકારીના પાપે હવે તેમના બાળકોને ભોગવવાનું આવ્યુ છે. ઓનલાઈન શિક્ષણમાં અનેક ક્ષતિઓ હોવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડે છે. મોટી સંખ્યામાં નેટ શરૂ હોવાથી ઈન્ટરનેટના કનેક્શનના પણ ઈશ્યુ સામે આવતા હોય છે. નેટના ખર્ચા પણ વાલીઓએ જ ભોગવવાના પડે છે.વાલીઓની દલીલ છે કે એકતરફ તોતિંગ ફી પણ અમે ભરીએ અને હવે  ઈન્ટરનેટના ખર્ચા કરવાના!  હાલ શાળાની બેદરકારૂના કારણે આ તમામ બાબતે હાલ વાલીઓ પણ ચિંતિત બન્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">