માત્ર 50 હજારનું દેવુ થઈ જતા બે નવા નિશાળિયાએ બેંક લૂંટવાનો ઘડ્યો પ્લાન, તિજોરી ન તોડી શક્તા બંને ચોરોનું પકડાઈ ગયુ કારસ્તાન, જુઓ CCTV વીડિયો

|

Feb 26, 2024 | 6:31 PM

અમદાવાદના કઠવાડા વિસ્તારમાં આવેલી યુનિયન બેંકમાં બે દિવસ પહેલા બે તસ્કરો ત્રાટક્યા, બેંક લૂંટવાની સમગ્ર તૈયારી સાથે આવેલા આ નવા નિશાળીયા તમામ શસ્ત્રો સરંજામ સાથે તો આવ્યા પરંતુ તિજોરી તોડી ન શક્તા ચોરી ન કરી શક્યા અને સીસીટીવીને આધારે પોલીસના હાથે બંને ચોરો ઝડપાઈ ગયા. આપેલા સીસીટીવીમાં જુઓ બેંક લૂંટવા માટે મથતા નવા નિશાળીયાના કારસ્તાન.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા કઠવાડામાંથી બે મિત્રોએ બેંક લૂંટવાનો પ્રયાસ કર્યો. જોકે બંને મિત્રો આ ઘટનાને અંજામ આપી શક્યા નહીં. સમગ્ર મામલે બેંક મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીની બેન્ક લૂંટ પાછળનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

બેંક લૂંટવા માટે તમામ શસ્ત્ર સરંજામ સાથે આવેલા શખ્સો તિજોરી ન તોડી શક્યા

અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલા કઠવાડા ગામે આવેલી યુનિયન બેન્કમાં ગત તારીખ 22 ફેબ્રુઆરીએ રાતે બે શખ્સો ચોરી કરવા ગયા હતા. જ્યાં ચોર બેંકના પાછળના ભાગે આવેલ બારી તોડી સ્ટોરરૂમમાં પ્રવેશ્યા હતા અને પોતે સાથે લાવેલ સાધનો વડે તિજોરી તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે બંને ચોર નવા નિશાળીયા હોવાથી તિજોરી તોડી શક્યા નહિ અને ચોરી કર્યા વિના જ પરત ફર્યા. બેંકમાં ચોરીની સમગ્ર ઘટના  cctv કેમેરામાં કેદ થઈ હતી. જેમાં બને શખ્સો મોઢે રૂમાલ બાંધી પ્રવેશ કરતા દેખાય છે.  તેમજ cctv પર સેલોટેપ પણ મારે છે. જેને આધારે નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદને આધારે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.

50 હજારનું દેવુ થઈ જતા બેંક લૂંટવાનો ઘડ્યો પ્લાન

પોલીસ ફરિયાદ અને cctv આધારે કાર્યવાહી કરતા બંને શખ્સો કઠવાડા ગામના રામદેવવાસના હોવાનું ખુલ્યું છે. કરણ ઠાકોર અને જયેશ ઠાકોર બંને બને મિત્રો છે. બંને મિત્રો 22 ફેબ્રુઆરીએ ગ્રાઈન્ડર કટર, પતરા કાપવાની કાતર, લોખંડની હથોડી અને છીની, એલએનટી નંગ 3, ગેસ ટીન અને સેલો ટેપ સાથે બેંકમાં ચોરી કરવા ગયા હતા. પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જયેશને 50 હજાર જેટલું દેવું થઈ ગયું હતું. જેથી રૂપિયાની જરૂર હોવાથી કરણ અને જયેશ બને મિત્રોએ  મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હતો. જોકે બંનેનો આ પહેલો ગુનો હોવાથી અને નવા નિશાળીયા હોવાથી બંનેનો આ પ્રયાસ સફળ ન રહ્યો અને બને ઝડપાઇ ગયા.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

તિજોરી ન તૂટતા બેંકમાંથી 8 થી 10 લાખની ચોરી થતાં-થતાં રહી ગઈ

કઠવાડા ખાતે બેંકમાં નિષ્ફળ ચોરીની ઘટના બની છે પણ જો આ પ્રયાસ સફળ રહ્યો હોત તો બેન્કની તિજોરીમાં રહેલા લગભગ 8 થી 10 લાખ રૂપિયાની ચોરી થઈ હોત. જોકે સદનસીબે બેંકની રોકડ રકમ બચી ગઈ તેમજ ફરી બનાવ ન બને માટે બેન્કની પાછળ તરફ આવેલ બારી જ્યાંથી ચોર અંદર પ્રવેશ્યા તે બારી બેન્ક દ્વારા ઈંટનું ચણતર કરી બંધ કરી દેવાઈ છે. તેમજ ગણતરીના દિવસમાં ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો અને આરોપીઓ પણ ઝડપાઇ ગયા છે.

આ પણ વાંચો: અમદાવાદ : ગેરકાયદેસર ડિઝલના જથ્થા સાથે SOGએ એક શખ્સની કરી ધરપકડ, ડિઝલ સંતાડવા બનાવ્યું હતું ચોરાખાનું

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article