પાગલ પ્રેમીએ પ્રેમીકા સામે વટ પાડવા લોનથી ખરીદ્યો આઈફોન અને કપડા, પૈસા મેળવવા ચડ્યો ચોરીના રવાડે

|

Apr 15, 2024 | 7:24 PM

વાત એક એવા પ્રેમીની જેમણે પ્રેમીકા સામે વટ પાડવા પોતાની હદથી વધુ ખર્ચો કરી નાખ્યો. એટલુ જ નહીં પૈસા ન હોવા છતા તેણે લોન લઈ આઈફોન અને મોંઘા બ્રાન્ડેડ કપડા ખરીદ્યા. ત્યારબાદ લોન ભરવા માટે પૈસા ન હોવાથી ચોરીના રવાડે ચડ્યો. બેંક લોન ચુકવવા માટે અપનાવ્યો એવો રસ્તો કે તેને જેલના સળિયા ગણતો કરી દીધો.

પાગલ પ્રેમીએ પ્રેમીકા સામે વટ પાડવા લોનથી ખરીદ્યો આઈફોન અને કપડા, પૈસા મેળવવા ચડ્યો ચોરીના રવાડે

Follow us on

પ્રેમમાં પડેલા લોકો કંઈપણ ગાંડપણ કરવા તૈયાર થઈ જતા હોય છે. અમદાવાદના ગોતામાં રહેતા યુવકે પણ પ્રેમમાં પાગલ થઈ આવુ જ ગાંડપણ કર્યુ. જો કે તેનુ ગાંડપણ તેના માટે એટલુ ખતરનાક સાબિત થયુ કે અત્યારે તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. વાત અમદાવાદના એક યુવકની જેણે પ્રેમીકાને ઈમ્પ્રેસ કરવા ખોટો વટ પાડવા માટે ચોરીનો રસ્તો અપનાવ્યો. દેખાડા માટેના ખર્ચને પુરા કરવા પ્રેમીએ બાઈક અને એક્ટિવાની ચોરી કરવાનુ પણ શરૂ કર્યુ. જો કે આખરે પોલીસે તેને ચોરીની પાંચ એક્ટિવા સાથે ઝડપી પાડ્યો છે.

પ્રેમીકા સામે વટ પાડવા માટે વાહન ચોરીના રવાડે ચડ્યો

સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા આ હર્ષદ ઉર્ફે હસુ મકવાણાએ તેની પ્રેમિકા સામે દેખાડો કરવા લોન ઉપર આઇફોન ખરીદ્યો હતો. તેમજ ઉધારથી કપડા ખરીદી પ્રેમિકા સામે દેખાડો કરતો હતો. જોકે આ બધા ખર્ચાઓ પૂરા કરવા તેની પાસે પૈસા નહિ હોવાથી તે આખરે ચોરીના રવાડે ચડ્યો હતો અને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી એકટીવા ચોરી કરી તેને વેચી પૈસા મેળવતો હતો.

એક મહિનામાં પાંચ એક્ટિવાની કરી ચોરી

પોલીસે પકડેલો એકટીવા ચોર હર્ષદ ઉર્ફે હસુએ શહેરના સોલા, બોડકદેવ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાંથી એકટીવાની ચોરીઓ કરી હતી. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી હર્ષદ બીકોમના ચોથા સેમેસ્ટર બાદ ભણવાનું છોડી દીધું હતું અને તે નોકરી શરૂ કરી હતી. જે દરમિયાન તેને એક છોકરી સાથે પ્રેમ થયો હતો અને તે છોકરી સામે દેખાડો કરવા હર્ષદ નવા કપડાં તેમજ iPhone ની ખરીદી કરી હતી. હર્ષદની નોકરી છૂટી જતાં તેણે પૈસા માટે ચોરી કરવાની શરૂ કરી હતી અને એક જ મહિનામાં પાંચ એકટીવાની ચોરીને અંજામ આપ્યો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

હર્ષદે ચોરી કરેલા પાંચ એકટીવા વેચવા જતો હતો ત્યારે પોલીસે બાતમીના આધારે તેને પકડી પાડ્યો હતો અને પોલીસે તેની પાસેથી આઇફોન તેમજ પાંચ એકટીવા કબજે કર્યા હતા. પોલીસ હવે તપાસ કરી રહી છે કે હર્ષદે અન્ય કોઈ જગ્યાએથી વધુ ચોરી કરી છે કે કેમ અને ચોરી કરવા પાછળનું કારણ ફક્ત પ્રેમિકા સામે દેખાડો કરવાનો જ હતું કે અન્ય કોઈ તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિશાળ રેલી યોજી વિજય મુહૂર્તમાં ભર્યુ ઉમેદવારી પત્ર- જુઓ Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:21 pm, Mon, 15 April 24

Next Article