સાવધાન- જો કોઈ તમારા નામથી બેંક એકાઉન્ટ ખોલાવવાનું કહી પૈસા આપવાનું કહે તો લાલચમાં આવતા પહેલા ચેતજો, તમને થઈ શકે છે જેલ

|

Aug 17, 2024 | 8:32 PM

જો કોઈ તમારા નામથી બેંક એકાઉન્ટ ખોલાવવાનું કહી પૈસાની લાલચ આપે તો એ લાલચમાં આવતા પહેલા ચેતી જજો. તમારા એકાઉન્ટનો ઉપયોગ બેનામી રૂપિયાની લેવડદેવડ અને હેરાફેરી માટે થઈ શકે છે. તમારા એકાઉન્ટ દ્વારા લાખો કરોડોના બેનામી વ્યવહાર કરી તમને જેલના સળિયા ગણતા કરી શકે છે.

સાવધાન- જો કોઈ તમારા નામથી બેંક એકાઉન્ટ ખોલાવવાનું કહી પૈસા આપવાનું કહે તો લાલચમાં આવતા પહેલા ચેતજો, તમને થઈ શકે છે જેલ

Follow us on

સાયબર ફ્રોડ અને ગેમિંગ ફ્રોડ માટેનાં પૈસા જમા કરાવવા વપરાતા બેન્ક એકાઉન્ટ કદાચ આપણી આસપાસના લોકોના નામ પર તો નથી ને.
જી..હા આ વાત સત્ય છે કેમકે ઓનલાઇન ફ્રોડ અને ગેરકાયદેસર રૂપિયાની હેરાફેરીમાં સામાન્ય અને ગરીબ લોકોના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્લમ વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોને માયાજાળમાં ફસાવી તેમના નામના બેન્ક એકાઉન્ટ ખોલાવી તેમાં લાખો કરોડો રૂપિયાના વ્યવહારો કરવામાં આવે છે અને તેના બદલામાં બેન્ક એકાઉન્ટ ધારકને અમુક રૂપિયા આપવામાં આવે છે. જોકે આવા બેન્ક એકાઉન્ટ ખોલાવવા માટે એક ટોળકી સક્રિય બની હતી જેને પોલીસે પકડી પાડી છે.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી આસીમ ઉર્ફે યાસીન બેલીમ, પાર્થ ઉર્ફે મસ્તાન ઉર્ફે પટેલ અશોકભાઈ પરમાર અને આરીફ ઉર્ફે દાઉદ કુરેશી છે. આ ત્રણેય આરોપી ભાવનગરના ગારિયાધારના રહેવાસી છે. આ આરોપીઓ શ્રમીક પરિવારના લોકોને ટાર્ગેટ કરતા હતા. ભાવનગરથી અમદાવાદ આવતા હતા અને ગરીબ પરિવારને રૂ 3 હજાર આપીને તેમનું બેન્ક એકાઉન્ટ ખોલાવતા હતા. ત્યાર બાદ આરોપીઓ બેંક એકાઉન્ટની કીટ થતા સીમકાર્ડ સાથે લઈ જતા હતા. બેંકમાંથી અપાતી એકાઉન્ટની વિગતો દર્શાવતી કિટ રૂપિયા 8 હજારમાં ભાવનગરના અકરમ નામના શખ્સને વેચી દેતા હતા, એટલુ જ નહિ આ ટોળકી બેંક ખાતા ધારકના મોબાઇલ નંબર રજીસ્ટ્રેશન સીમકાર્ડ પણ ખરીદી કરતા હતા. આ કીટ તથા સીમકાર્ડનો ઉપયોગ સાયબર ફ્રોડ તથા ગેમિંગ ફ્રોડમાં કરાતો હોવાનું સામે આવ્યુ છે.

પકડાયેલા આરોપીની તપાસમા ખુલાસો થયો છે કે પકડાયેલા ત્રણેય આરોપી એકબીજાના મિત્રો છે અને છુટક મજૂરી કરે છે. ભાવનગરના અકરમ નામના શખ્સે બેન્ક એકાઉન્ટ ખોલવા માટે રૂપિયા 7 હજારની લાલચ આપી હતી. આ ઉપરાંત બેન્કમા સીઝ થયેલા નાણાં બેન્ક હોલ્ડરને સાથે રાખીને કાઢવા માટેનુ કમીશન પણ નકકી કરવામા આવ્યુ હતુ. આ ત્રીપુટી ગેંગએ છેલ્લા 3 માસમાં 25 થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા છે. આરોપી પાસેથી શ્રીલંકાની કરન્સી મળી આવી છે. આ કૌભાંડમા વિદેશી કનેકશન પણ ખુલ્યુ છે. આરોપી પાસેથી પોલીસે અલગ અલગ બેંકની 9 કીટ તથા 13 જેટલા સીમકાર્ડ કબ્જે કર્યા હતા. આ ગેંગનો માસ્ટર માઈન્ડ અકરમ છે. જે સમોસાની લારી ચલાવે છે. જુગાર રમવા માટે શ્રીલંકાના કેસીનો ગયો હતો. ત્યારે સાયબર અને ગેમીંગ ફ્રોડ કરતી ટોળકીના સંપર્કમા આવ્યો અને એકાઉન્ટ ખોલવાની રેકેટ શરૂ કર્યુ.

જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ
Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો

આ ટોળકી શ્રમીક લોકોને સૌથી વધુ ટાર્ગેટ કરતી હતી. આ એકાઉન્ટના ક્રિકેટ સટ્ટા અને સાયબર ફોર્ડના નાણાકિય વ્યવહાર સૌથી વધુ થયા હોવાનુ તપાસમા ખુલ્યુ છે. વાસણા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને આરોપીઓ પાસેથી પાંચ ફોન, વાહન, 12 ડેબિટ કાર્ડ, 13 સીમ કાર્ડ અને શ્રીલંકાનું ચલણી નાણું કબ્જે લઈને આ ગેંગમાં સામેલ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:30 pm, Sat, 17 August 24

Next Article