Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દુષ્કર્મ કેસમાં આસારામને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત, આટલા મહિનાના જામીનની મળી મંજૂરી

ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મના કેસમાં આસારામને ત્રણ મહિનાના અંતરીમ જામીન મંજૂર કર્યા છે. મેડિકલ ગ્રાઉન્ડ પર આ જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જજોના વિરોધી મંતવ્યો બાદ ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

Follow Us:
| Updated on: Mar 28, 2025 | 7:11 PM

દુષ્કર્મ કેસમાં ગુમાવાયેલ આશા વચ્ચે, ગુરુવારના દિવસે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આસારામને મોટી રાહત મળી છે. મેડિકલ કારણોસર આસારામને ત્રણ મહિનાના હંગામી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસની સુનાવણી 25 માર્ચ, 2025ના રોજ થઈ હતી.

છ મહિનાના કાયમી જામીનની માગણી

આસારામે કોર્ટ સમક્ષ છ મહિનાના કાયમી જામીનની અરજી કરી હતી. તેમની વચગાળાની જામીન મુદત 31 માર્ચે પૂર્ણ થઈ રહી હતી, જે અગાઉ પણ મેડિકલ ગ્રાઉન્ડ પર જ મંજૂર કરવામાં આવ્યા હતા.

જુદી જુદી મંતવ્યોના કારણે અંતિમ નિર્ણયમાં વિલંબ

જામીન અંગે બે જજોના મંતવ્ય અલગ અલગ રહ્યા હતા. જજ ઇલેશ વોરાએ ત્રણ મહિનાના હંગામી જામીન આપવા સમર્થન આપ્યું હતું, જ્યારે જજ સંદીપ ભટ્ટએ તેનો વિરોધ કર્યો હતો. આ વિખૂટા મંતવ્યોને કારણે ખંડિત ચુકાદો આવ્યો હતો.

એપ્રિલ મહિનામાં આ 4 રાશિ થઈ જશે માલામાલ ! શરુ થઈ રહ્યું Good Luck
આજનું રાશિફળ તારીખ : 01-04-2025
8 રૂપિયાની આ વસ્તુ ખાઈને અશ્વિની કુમારે શાહરૂખની ટીમને ધ્વસ્ત કરી
Astrology : નખ ચાવવાથી કયો ગ્રહ નબળો પડી જાય છે?
Post Office ની આ યોજનામાં મૂળ રકમથી બમણું વ્યાજ મળશે
ભારતનું પહેલું પ્રાઇવેટ રેલવે સ્ટેશન, મળે છે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ

ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત

વિષયની ગંભીરતા અને જુદી જુદી ન્યાયિક દ્રષ્ટિએ અંતે ચીફ જસ્ટિસ બીરેન વૈષ્ણવ સમક્ષ આસારામના વકીલે અરજી રજૂ કરી હતી. ત્યારબાદ જજ એ.એસ. સુપેહિયાને આ કેસ રિફર કરવામાં આવ્યો હતો. બપોર બાદ જજ સુપેહિયાની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જ્યાં આખરે આસારામને ત્રણ મહિનાના જામીનની મંજૂરી અપાઈ હતી.

g clip-path="url(#clip0_868_265)">