AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોટાદ ઝેરી દારૂકાંડ કેસ : એમોસ કંપનીમાં રહેલા 5000 લીટર મીથેનોલનો જથ્થો સીલ કર્યો, લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરી

ગુજરાતના બોટાદમાં સર્જાયેલા ઝેરી દારૂકાંડમાં(Botad Hooch Tragedy)   42 લોકોના મૃત્યુ થયા છે. જેમાં વપરાયેલા  મીથેનોલ કેમિકલને  અમદાવાદની એમોસ કંપનીમાંથી ચોરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી હતી.

બોટાદ ઝેરી દારૂકાંડ કેસ : એમોસ કંપનીમાં રહેલા 5000 લીટર મીથેનોલનો જથ્થો સીલ કર્યો, લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરી
Ahmedabad AMOS Company
Mihir Soni
| Edited By: | Updated on: Jul 27, 2022 | 10:28 PM
Share

ગુજરાતના (Gujarat)  બોટાદમાં(Botad Hooch Tragedy)  સર્જાયેલા ઝેરી દારૂકાંડમાં  42 લોકોના મૃત્યુ થયા છે. જેમાં વપરાયેલા  મીથેનોલ કેમિકલને  અમદાવાદની એમોસ કંપનીમાંથી(AMOS)  ચોરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી હતી. જે કંપનીની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગઇકાલે તપાસ હાથ ધરી હતી. જેની બાદ આજે  નશાબંઘી અને આબકારી વિભાગ હરકતમા આવ્યું છે. તેમજ એમોસ કંપનીમાં નશાબંઘી અને આબકારી વિભાગે તપાસ હાથ ધરી હતી. તેમજ કંપનીમાં રહેલ આશરે 5000 લીટર મીથેનોલ સીલ કર્યો અને કંમ્પનીનુ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ઘરી છે.

જેમાં સમગ્ર ઘટનામાં AMOS કંપનીમાંથી 600 લીટર મીથેનોલ સુપરવાઈઝર જયેશે ચોરી કરી મોકલ્યું હતું. તેમજ મીથેનોલની હેરફેર પર કોઈ અંકુશ ન હોવાથી 600 લીટર જેટલો મિથેનોલનો જથ્થો અમદાવાદથી બોટાદ પહોંચ્યો હતો. નશાબંધી અને આબકારી વિભાગની બેદરકારીના કારણે બનાવ બન્યો હોવાનો આક્ષેપ છે. ગુજરાતમા મીથેનોલનુ ઉત્પાદન થતુ નથી. તેમજ વિદેશમાથી ઈમ્પોર્ટેડ કેમીકલના વેચાણ માટે નશાબંઘી વિભાગ પરમીશન આપે છે..ગુજરાતમા M2 કેટેગરીમા 257 લાયસન્સ ઈશ્યુ કર્યા છે. જેમાથી અમદાવાદ જિલ્લામા 11 લાયસન્સ છે. જેમાંથી 11 પૈકી પીપળજની AMOS કેમીકલ કંપનીને પરમીશન આપવામા આવી હતી.મીથેનોલની પરમીશન આપનાર ફેક્ટરીનુ નીરીક્ષણ અને નીયત્રંણનુ નશાબંઘીએ ઘ્યાન રાખવાનુ હોય છે.પણ AMOS કંપનીમાં ધ્યાન ન રાખતા બનાવ બન્યો હોવાની વિગતો સામે આવી છે.

ગુજરાતમાં ઝેરી દારૂકાંડને  પગલે પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં કેમિકલ ચોરી કરવાથી લઈ કેમિકલ વેચનાર તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જયારે રાજકોટથી લઈને સુરત અમદાવાદથી લઈને પંચમહાલ વડોદરાના કરજણથી લઈને સુરત શહેર અને પાંડેસરામાં પોલીસે દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડયા છે. આ અંગે ગૃહ વિભાગની પ્રેસ કોન્ફરન્સ માહિતી આપવામાં આવી છે. જેમાં આ ગુનામાં મુખ્ય આરોપીઓ સહિત 15 આરોપીઓ ઝડપાયા છે. તેમજ ગૃહમંત્રીએ હર્ષ સંઘવીએ    જણાવ્યું કે 10 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવશે. તેમજ દેશી દારુનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે.

જયારે SITના રિપોર્ટ પ્રમાણે દોષિતો સામે પગલા લેવાશે. આ કેસમાં 475 લીટર કેમિકલ પોલીસે જપ્ત કર્યું છે. તેમજ આ વર્ષે દેશી દારુના કુલ 70 હજાર ગુનાઓ દાખલ કરાયા છે. તેમજ રૂપિયા 85 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જ્યારે 173 બુટલેગરોને તડીપાર કરવામાં આવ્યા છે.  તેમજ આ લઠ્ઠો છે કે કેમિકલ અમે તેમાં પડવા માગતા નથી. આ કેસમાં  પગલા લેવાની જવાબદારી અમારી છે અને ગુજરાત પોલીસ સક્ષમ છે.

Follow Us
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">