AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદ પાસપોર્ટ ફ્રોડ કેસમાં ATS ની કાર્યવાહી, આરોપીની ધરપકડ, જુઓ Video

અમદાવાદમાં પાસપોર્ટ ફ્રોડ મામલે ATSએ મની લોન્ડરિંગ કેસના આરોપી હરિકેશ પ્રણવ પટેલની ધરપકડ કરી છે. આરોપીએ ED કેસમાં મૂળ પાસપોર્ટ જમા કરાવ્યા બાદ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને નવો પાસપોર્ટ મેળવ્યો હતો.

Breaking News : અમદાવાદ પાસપોર્ટ ફ્રોડ કેસમાં ATS ની કાર્યવાહી, આરોપીની ધરપકડ, જુઓ Video
| Updated on: Sep 16, 2026 | 12:07 PM
Share

ગુજરાત ATS (એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ) એ અમદાવાદમાં પાસપોર્ટ ફ્રોડના એક ગંભીર કેસમાં મની લોન્ડરિંગ કેસના આરોપી હરિકેશ પ્રણવ પટેલની ધરપકડ કરી છે. આરોપી હરિકેશ પટેલ પર નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે નવો પાસપોર્ટ મેળવી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવાનો આરોપ છે.

ATS દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 2022-23ના ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) કેસમાં હરિકેશ પટેલે પોતાનો મૂળ પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યો હતો. આ સ્થિતિમાં, તેને નવો પાસપોર્ટ મેળવવાની મંજૂરી ન હતી. જોકે, આરોપીએ આ આદેશનું ઉલ્લંઘન કરીને એક નવો પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે હરિકેશ પટેલે દિલ્હીમાં એક એજન્ટનો સંપર્ક કર્યો હતો, જેના માટે તેણે દુબઈમાં રહેતા તેના એક મિત્ર દ્વારા 25 લાખ રૂપિયાની પ્રારંભિક ચુકવણી કરી હતી. નવા પાસપોર્ટ માટે, તેણે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. જેમાં તેણે આગ્રામાં રહેતો હોવાનો એક નકલી રેન્ટલ એગ્રીમેન્ટ તૈયાર કરાવ્યો હતો. આ ઉપરાંત, તેણે દિલ્હીના એક પોલીસ સ્ટેશનમાં પોતાનો જૂનો પાસપોર્ટ ખોવાઈ ગયાની ખોટી અરજી પણ કરી હતી અને તેનો રિપોર્ટ મેળવ્યો હતો. આ ખોટા રિપોર્ટ અને નકલી રેન્ટલ એગ્રીમેન્ટ જેવા દસ્તાવેજોના આધારે, હરિકેશ પટેલે ગાઝિયાબાદના RPO (રિજનલ પાસપોર્ટ ઓફિસ) માંથી 2024માં નવો પાસપોર્ટ મેળવ્યો હતો.

આશ્ચર્યજનક રીતે, આ નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને હરિકેશ પટેલે ભૂટાન અને નેપાળ સહિતના દેશોમાં આંતરરાષ્ટ્રીય મુસાફરી પણ કરી હતી. ATSની ટીમે ગુપ્ત માહિતીના આધારે તપાસ હાથ ધરી અને ગત શનિવારે સાયન્સ સિટી, અમદાવાદ ખાતેથી હરિકેશ પટેલની ધરપકડ કરી હતી.

ATSએ વધુમાં જણાવ્યું કે હરિકેશ પટેલ એક આદતવાળો ગુનેગાર છે. તે અગાઉ પણ બે કેસમાં આરોપી રહી ચૂક્યો છે અને જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. 2022માં નારણપુરા પોલીસ સ્ટેશનમાં તેની સામે 406-420 (વિશ્વાસઘાત અને છેતરપિંડી) કલમ હેઠળ કેસ નોંધાયેલો હતો. તે જ રીતે, 2023માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પણ તેની સામે છેતરપિંડીનો એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલાની વધુ તપાસ ચાલી રહી છે અને આ ષડયંત્રમાં સામેલ અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવા માટે ATS દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નળમાં પાણી નથી ને બોરમાં દુર્ગંધ, રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી

Follow Us
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
g clip-path="url(#clip0_868_265)">