અમદાવાદમાં વધુ એક વિદેશી વિદ્યાર્થિની સાથે છેડતી, PGના ઈન્ટરનેશનલ ડાયરેક્ટર સામે નોંધાઈ ફરિયાદ

અમદાવાદમાં વધુ એક વિદેશી વિદ્યાર્થિની છેડતીની ઘટના સામે આવી છે. વિદેશી વિદ્યાર્થિનીની ઈન્ટરેશનલ ડાયરેક્ટર દ્વારા છેડતી કરાઈ હોવાનો આરોપ લાગ્યો છે. પીજીમાં ઈન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે નોકરી કરતા મૃદંગ દવે સામે યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદમાં વધુ એક વિદેશી વિદ્યાર્થિની સાથે છેડતી, PGના ઈન્ટરનેશનલ ડાયરેક્ટર સામે નોંધાઈ ફરિયાદ
| Edited By: | Updated on: Sep 23, 2024 | 4:49 PM

અમદાવાદમાં વિદેશી યુવતી સાથે તેના જ ડિરેક્ટર દ્વારા છેડતી કરી હોવાની ફરિયાદ બોપલ પોલીસ મથકમાં નોંધાઈ હતી. જોકે ફરિયાદને આધારે બોપલ પોલીસે તાત્કાલિક છેડતી કરનાર ઇન્ટરનેશનલ ડિરેક્ટરની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો વિદેશી વિદ્યાર્થીની ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને યુનિવર્સિટીના પીજીમાં રહે છે. આ પીજીમાં ઇન્ટરનેશનલ ડાયરેક્ટર તરીકે નોકરી કરતા મૃદંગ દવે ગત 11 તારીખે યુવતીની છેડતી કરી હતી. જે બાદ યુવતી ડરી ગઈ હતી અને આખરે તેણે 22 તારીખે બોપલ પોલીસ મથકમાં સમગ્ર હકીકત જણાવી છેડતી કરનાર મૃદંગ દવે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આરોપી મૃદંગ દવે ઇન્ડસ યુનિવર્સિટીમાં ડાયરેક્ટર તરીકે નોકરી કરતો હતો, જે ફોરેન વિદ્યાર્થીઓને લાવવાનું તેમજ તેમને અલગ અલગ સુવિધા આપવાનું કામકાજ કરતો હતો. જોકે ગત તારીખ 14 ના રોજ આરોપી મૃદંગ દવે નોકરી છોડી દીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા બે થી ત્રણ વર્ષથી મૃદંગ દવે યુનિવર્સિટીમાં નોકરી કરતો હતો, પરંતુ આ સમયગાળા દરમિયાન તેમણે કોઈ અન્ય વિદ્યાર્થીનીની છેડતી કરી હોય તેવી ફરિયાદ સામે આવી નથી. હાલ તો પોલીસે ફરિયાદના આધારે મૃદંગ દવેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:07 pm, Mon, 23 September 24