23 September  2024

Photo : Instagram1

5 મિનિટમાં જાણો ઘી અસલી છે કે નકલી

આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ તરીકે બનતા લાડુના ઘી માં ભેળસેળના સમાચાર છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે.

તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદ તરીકે અપાતા લાડુનો લેબ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. લેબ ટેસ્ટ રિપોર્ટમાં ભેળસેળયુક્ત ઘી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

દેશી ઘીમાં ભેળસેળના સમાચારો અવારનવાર સામે આવતા રહે છે. ખાસ કરીને તહેવારોની સિઝનમાં ઘીની માંગ વધવાને કારણે તેમાં વધુ ભેળસેળ કરવામાં આવે છે.

ભારતીય રસોડામાં દેશી ઘીની મદદથી ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે. ઘીનું સેવન માત્ર સ્વાદ જ નથી વધારતું પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

કોઈપણ વાનગીને દેશી ઘીથી સ્વાદિષ્ટ બનાવવા માટે તેનું અસલી હોવું ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને જણાવીશું કે અસલી અને નકલી ઘી કેવી રીતે ઓળખી શકાય.

જ્યારે પણ તમે ઘી ખરીદો ત્યારે તેને સુંઘો.અસલી ઘી જાડું,ગોલ્ડન કલરનું ઘી શુદ્ધ અને સુગંધિત હોય છે.

જો ઘી ભેળસેળયુક્ત હોય, તો તે રૂમ ટેમ્પરેચરમાં પણ ઘન રહે છે,  જ્યારે અસલી ઘી ફ્રિઝ માંથી બહાર કાઢવામાં આવે તો તે તરત ઓગળવા લાગે છે.

અસલી ઘી ગરમ થાય ત્યારે સુગંધ આવે છે, નકલી ઘી માં આવી સુંગંધ આવતી નથી.

ચોખ્ખું ઘી હાથ પર મૂકતા જ પીગળી જાય છે, જ્યારે હાથ પર ચેક કરવાથી ભેળસેળવાળું ઘી ઓગળતું નથી.