AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AMCના દક્ષિણ પશ્વિમ ઝોનનું એસ્ટેટ વિભાગ એકશનમાં, રખડતા ઢોર અને દબાણો કરાયા દૂર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વેજલપુરમાં આવેલ કૃષ્ણધામ આવાસ નજીક ટી.પી સ્કીમ નં 25 એફ.પી.નં101 પૈકી ગેરકાયદેસર ઝુંપડા બનાવવામાં આવ્યા હતા. તેને દૂર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાંથી કુલ 9 જેટલા ઝૂંપડા દુર કરવામાં આવ્યા છે. દબાણ દૂર કરી અંદાજે 3000 ચો.મીનો ખુલ્લો પ્લોટ કરવાની કામગીરી કરી છે. જેની અંદાજે કિંમત 30 કરડો જેટલી થાય છે.

AMCના દક્ષિણ પશ્વિમ ઝોનનું એસ્ટેટ વિભાગ એકશનમાં, રખડતા ઢોર અને દબાણો કરાયા દૂર
Ahmedabad
Jignesh Patel
| Edited By: | Updated on: Sep 15, 2023 | 10:03 AM
Share

Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વેજલપુરમાં આવેલ કૃષ્ણધામ આવાસ નજીક ટી.પી સ્કીમ નં 25 એફ.પી.નં101 પૈકી ગેરકાયદેસર ઝુંપડા બનાવવામાં આવ્યા હતા. તેને દૂર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાંથી કુલ 9 જેટલા ઝૂંપડા દુર કરવામાં આવ્યા છે. દબાણ દૂર કરી અંદાજે 3000 ચો.મીનો ખુલ્લો પ્લોટ કરવાની કામગીરી કરી છે. જેની અંદાજે કિંમત 30 કરડો જેટલી થાય છે.

આ પણ વાંચો : Ahmedabad : AMCના નવા મેયર બન્યા પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી બન્યા, જુઓ Video

એસ્ટેટ-ટી.ડી.ઓ. વિભાગનો સ્ટાફ તેમજ ‘એસ.જી-૨’ ડિવિઝન ટ્રાફિક પોલિસના સ્ટાફ દ્વારા સંયુક્ત થઈને દબાણ દૂર કરવાની ડ્રાઈવ કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ તથા જોધપુર વોર્ડમાં આવતા ઇસ્કોન ચાર રસ્તાથી કર્ણાવતી કલબ ચાર રસ્તા, પી-સર્કલ ચાર રસ્તા તેમજ એસ.જી. હાઈવેના બંને તરફના સર્વિસ રોડ ઉપર ગેરકાયદેસર રીતે વ્હીકલો પાર્ક કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 6 તથા ટ્રાફીક વિભાગ દ્વારા 05 એમ કુલ 11 વ્હીકલોને લોકી કુલ 5,500 દંડ વસુલ કરવામાં આવ્યો છે.

જપ્ત કરેલો 120 કિલો ગ્રામ ઘાસચારો પાંજરાપોળ મોકલાયો

રખડતા પશુનોત્રાસ અટકાવવાના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રખડતા પશુઓને અટકાવવા માટે નિયમન પોલીસી-2023 અંતર્ગત ઝોન વિસ્તારમાં વિવિધ ઘાસચારાના પોઈન્ટ ઉપર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 120 કિલો ગ્રામ ઘાસચારો જપ્ત કરી બાકરોલ પાંજરાપોળ ટ્રસ્ટમાં આપવામાં આવ્યુ છે. તેમજ 15 ચો. મીનો એક હવાળો દૂર કરવામાં આવ્યો છે.

દબાણ દુર કરવાની કાર્યવાહી

દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં દક્ષિણ પશ્ચિમઝોન હદ વિસ્તારમાં આવતા જોધપુર, વેજલપુર, સરખેજ તથા મક્તમપુરા વોર્ડના મુખ્ય રસ્તા પરના ટ્રાફિકને અડચણરૂપ દબાણો દુર કરવાની ઝુંબેશ હાથ ધરી છે. જેના ભાગરૂપે કુલ – 14 લારી, 14 નંગ વાંસવળી, 22 નંગ તાડપત્રી, 3 -નંગ ગેસ બોટલ, 4 નંગ સ્ટુલ, લાકડાના પાટીયા 24-નંગ, પ્લાસ્ટીક કરેટ 7 નંગ, ટેબલ 2 નંગ, બોર્ડ-બેનર્સ નંગ-20 તથા અન્ય પરચુરણ માલ-સામાન-152 એમ મળીને કુલ-262 માલ-સામાન ઉપાડીને ગોડાઉનમાં જમા કરવામાં આવ્યો છે.

આગામી દિવસોમાં ગેરકાયદેસર બનેલ બાંધકામો,ટી.પી. રસ્તા, ફૂટપાથ પરના દબાણો, પાર્કિંગની જગ્યામાં તથા મ્યુનિસિપલ રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણો, બાંધકામો દૂર કરવાની કામગીરી Amc દ્વારા સઘનરીતે હાથ ધરવામાં આવશે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">