AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

 “વેજલપુરને બીજુ ચંડોળા નહીં બનવા દઉ” –  ભાજપના ભૂષણ ભટ્ટ બાદ હવે ધારાસભ્ય અમિત ઠાકરે આપ્યુ સ્ફોટક નિવેદન – Video

અગાઉ ભાજપના ભૂષણ ભટ્ટે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દેવાનો હુંકાર ભર્યો હતો. હવે ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે વેજલપુરને બીજુ ચંડોળા નહીં બનવા દેવાનો દાવો કર્યો છે. 

 વેજલપુરને બીજુ ચંડોળા નહીં બનવા દઉ -  ભાજપના ભૂષણ ભટ્ટ બાદ હવે ધારાસભ્ય અમિત ઠાકરે આપ્યુ સ્ફોટક નિવેદન - Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2026 | 5:58 PM
Share

ગત ટર્મની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જેમ જ આ વખતે પણ ચૂંટણીમાં લોકોને રોજબરોજ સ્પર્શતા મુદ્દાઓ ભૂલાવી દઈને ભારત-પાકિસ્તાન, હિંદુ મુસ્લિમ, રોહિંગ્યા, જેવા મુદ્દાઓ પર શાસક વિપક્ષ આક્ષેપબાજી કરતા જોવા મળી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ખાડિયાને બીજુ પાકિસ્તાન નહીં બનવા દેવાનો હુંકાર ભર્યો હતો તો વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે ફરી આ જ પ્રકારનું એક સ્ફોટક નિવેદન આપ્યુ છે. અમિત ઠાકરે કહ્યુ કે વેજલપુર વિધાનસભામાં બીજુ ચંડોળા નહીં બનવા દઉ. જો જુહાપુરાને ચંડોળા જેવુ જોવા માગતા હો તો કોંગ્રેસ-AIMIM ને વોટ આપજો. જેને ગાર્ડન જોઈએ તે ભાજપને જ વોટ આપશે. જેને ચંડોળા જોઈએ તે કોંગ્રેસને વોટ આપશે.

જુહાપુરાને જોધપુર બનાવવુ હોય તો ભાજપને વોટ આપો- અમિત ઠાકર

અમિત ઠાકરે જણાવ્યુ કે વર્ષોથી જુહાપુરામાં કોંગ્રેસ – AIMIM એ વિકાસ અટકાવી રાખ્યો છે એટલે જ તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યુ છે. અમિત ઠાકરે જણાવ્યુ કે જુહાપુરાના લોકોના મનમાં એ રોષ છે કે જોધપુર વોર્ડ જેવી સુવિધાઓ તેમના વોર્ડમાં નથી. તો અમિત ઠાકરે તેનો જવાબ આપ્યો કે વિકાસ જોઈતો હોય તો ભાજપ ને મત આપો. બાકી AIMIM અને કોંગ્રેસ તેમની વોટબેંકની રાજનીતિ માટે જુહાપુરાને ચંડોળા બનાવીને જ રહેશે.

જુઓ Video

ભાજપ હાર ભાળી ગઈ હોવાથી આવા નિવેદનો કરે છે- હિંમતસિંહ પટેલ

આ તરફ કોંગ્રેસના હિંમતસિંહ પટેલે અમિત ઠાકરના નિવેદન પર પલટવાર કરતા કહ્યુ ભાજપ હાર ભાળી ગઈ હોવાથી આવા નિવેદનો કરી રહી છે. ભાજપના કોર્પોરેટરોનો ચારેબાજુથી જનતા વિરોધ કરી રહી છે. ભાજપના કાંડ, કૌભાંડ અને ભ્રષ્ટાચારથી જનતા કંટાળી ગઈ છે. ભાજપ પાસે કોઈ મુદ્દા રહ્યા નથી એટલે આવા ભડકાવનારા નિવેદનો કરી રહી છે. એકતરફ જનતા ત્રસ્ત છે અને ભાજપ સત્તાના નશામાં મદમસ્ત છે.

જો કે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જે તે પાર્ટી દ્વારા પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લડાતી હોય છે પરંતુ હાલમાં રોડ,રસ્તા ગટર, શુદ્ધ પીવાના પાણીની પાયાની જરૂરિયાતોના મુદ્દાઓ કોરાણે મુકીને હિંદુ-મુસ્લિમ, પાકિસ્તાન, દાઉદ જેવા મુદ્દાઓને આગળ ધરીને જનતા સમક્ષ વોટ માગવામાં આવી રહ્યા છે.

Input Credit- Ronak Varma, Narendra Rathod- Ahmedabad

Breaking News: “ભારતના ટૂકડા કરવા માટે દેશના મુસ્લિમો નહીં કોંગ્રસ પાર્ટી જવાબદાર”- સુરતથી ઓવૈસીનો કોંગ્રેસ પર પ્રહાર

Follow Us
નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે, આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો
નાણાકીય લાભ થવાની પ્રબળ સંભાવના છે, આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
g clip-path="url(#clip0_868_265)">