AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tv9 દ્વારા કરાયેલા રિયાલિટી ચેકમાં AMC નું પાપ ખુલ્લુ પડ્યુ, ઠેકઠેકાણે ગટરોના ઢાંકણા ખુલ્લા-તૂટેલા જોવા મળ્યા- Video

અમદાવાદમાં શનિવારે બપોર બાદ પીપળજ રોડ પર 9 વર્ષની માસૂમ બાળકી AMC ની બેદરકારીના પાપે ખુલ્લી ગટરમાં ખાબકી અને હજુ સુધી ભાળ મળી નથી. આ ઘટના બાદ tv9 દ્વારા ઘટના સ્થળથી લઈને અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો અંગે રિયાલિટી ચેક કરવામાં આવ્યુ. જેમા અનેક વિસ્તારોમાં ખુલ્લા મેનહોલ જોવા મળ્યા હતા. Tv9 ને અહેવાલ પ્રસારીત કર્યા બાદ તંત્ર ઊંઘમાંથી સફાળુ જાગ્યુ અને ખુલ્લી ગટરોના ઢાંકણા બંધ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2026 | 7:46 PM
Share

અમદાવાદ મહાનગરપાલિકાની હેઠળ આવતા પીપળજ રોડ પર ખુલ્લી ગટરમાં બાળકી ખાબકી હતી. જે બાદ tv9 દ્વારા સમગ્ર શહેરમાં ખુલ્લી ગટરો અંગે રિયાલિટી ચેક હાથ ધરાયુ હતુ. જેમા શહેરમાં અનેક જગ્યાએ ગટરના ઢાંકણ ખુલ્લા જોવા મળ્યા હતા. આ દુર્ઘટના બાદ મનપા તંત્ર દ્વારા જ્યાં જ્યાં ખુલ્લી ગટરો હતી અને ગટરના ઢાંકણા તૂટી ગયેલા હતા ત્યાં ત્યાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જો કે અત્યાર સુધીમાં ખુલ્લી ગટરમાં ખાબકવાથી અમદાવાદ શહેરમાં માસૂમ બાળકી સહિત ત્રણ લોકોનો ભોગ લેવાઈ ચુક્યો છે. ત્યારે હવે મનપાનું તંત્ર દુર્ઘટના ઘટી ગયા બાદ રહી-રહીને જાગ્યુ છે અને ખુલ્લા ઢાંકણાવાળી ગટરનો બંધ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

Tv9 ના રિયાલિટી ચેકમાં AMC ના પાપનો પર્દાફાશ

દુર્ઘટના ઘટી ગયા બાદ ઊંઘમાંથી સફાળા જાગેલા AMC તંત્રે પીરાણા પીપળજ રોડ પરની તમામ ખુલ્લી ડ્રેનેજો પર નવા ઢાંકણા લગાવી પોતાની નાકામી છુપાવવાની કામગીરી હાથ ધરી હતી. હાલ તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ અને આક્રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ અમદાવાદના કુબેરનગર અને ઓઢવ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી બે લોકોના મોત થયા હતા, છતા તંત્ર દ્વારા તે ઘટનામાંથી કોઈ બોધપાઠ ન લેવાયો પરિણામે વધુ એક માસૂમનો ભોગ લેવાયો છે.

Tv9ના અહેવાલ બાદ તંત્રે ખુલ્લી ગટરો બંધ કરવાની કામગીરી હાથ ધરી

tv9 દ્વારા હાથ ધરાયેલ રિયાલિટી ચેક દરમિયાન જ ડમ્પિંગ સાઈટથી લઈને પીપળજ ગામ તરફના રસ્તે અનેક ગટરોની ચેમ્બર ખુલ્લી જોવા મળી હતી. tv9 દ્વારા આ અહેવાલ પ્રસારિત થયા બાદ મહાનગરપાલિકાનુ તંત્ર સફાળુ જાગ્યુ છે અને આ ઢાંકણ બંધ કરવાની કામગીરી હાથ ધરી છે. ન માત્ર ડમ્પિંગ સાઈટવાળા વિસ્તાર પરંતુ વેજલપુર, જીવરાજ પાર્ક સોસાયટી, વટવા, મણિનગર, ચાંદલોડિયા, ગોતા, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં ગટરોના ઢાંકણ તૂટેલ સ્થિતિમાં જોવા મળ્યા હતા. કોર્પોરેશનની આ પ્રકારની બેદરાકારીના પાપે અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. અવારનવાર અકસ્માતની ઘટનાઓ બાદ પણ AMC નું નઘરોળ તંત્ર જાગતુ નથી અને નક્કર કામગીરી કરવામાં આવતી નથી.

શું નિર્દોષોનો ભોગ લેવાયા બાદ જ કામગીરી થશે?

હાલ ચોમાસા બાદ અનેક જગ્યાએ ગટરોના ઢાંકણા ખુલ્લી હાલતમાં જોવા મળે છે. વરસાદ રહી ગયા બાદ પણ તંત્ર દ્વારા આ ગટરોના ઢાંકણ બંધ કરવાની તસ્દી લેવાઈ નથી ત્યારે તંત્રએ બેદરકારીની તમામ હદો વટાવી દીધી છે. ત્યારે સવાલ એ છે કે હંમેશા દુર્ઘટનાઓ અને અકસ્માતો ઘટે પછી જ જાગવાની આદતમાંથી તંત્ર ક્યારે બહાર આવશે. આટલી દુર્ઘટનાઓ બાદ પણ તંત્ર કેમ કોઈ બોધપાઠ નથી લેતુ તે મોટો સવાલ છે.

Input Credit- Narendra Rathod, Jignesh Patel Ahmedabad

“જીવતી કે મરેલી મને મારી દીકરી લાવી આપો, મારે બીજુ કંઈ નથી જોઈતુ..” ગટરમાં પડેલી બાળકીની માતાનો વલોપાત … 24 કલાક બાદ નથી મળ્યો કોઈ પત્તો

Follow Us
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો
અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો
34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'
34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'
g clip-path="url(#clip0_868_265)">