Ahmedabad: બાવળાના યુવાને વિદેશોમાં કરોડોના ભાવે જોવા મળતી કાર 12 લાખમાં ગુજરાતમાં કરી તૈયાર, જુઓ Video
સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય. આ કહેવત ગુજરાતના બાવળાના યુવાને સાબિત કરી બતાવી છે. ધોરણ 10 પાસ યુવાને અંદાજે 20 કરોડની એક કાર 12 લાખના ખર્ચે તૈયાર કરી છે. જે કાર હાલ લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની છે. જે કાર અમદાવાદની કારોને પણ ટક્કર મારે છે.

અમદાવાદના બાવળાનો ધવલ તન્ના જે ધોરણ 10 પાસ છે અને iti મલ્ટીમીડિયા કરેલું છે. જેને ઓટો મોબાઈલ કે મિકેનિઝમ સાથે કોઈ લેવા દેવા નથી. પણ તે કઇંક નવું કરવાનો શોખ ધરાવવા છે. બસ આજ શોખેના કારણે તેણે આ કાર બનાવી આપી. જુલાઈ 2022 માં તેણે કાર બનાવવાનું શરૂ કર્યું અને જુલાઈ 2023માં તેણે લેંબોરગીની ટેરસો કાર બનાવી દીધી. જે કારનો વિદેશી લુક છે પણ તે કાર સ્વદેશી છે.
ધવલ તન્ના પોતે યુટ્યૂબર અને ટ્રાવેલર છે. જેણે 2014માં યુટ્યુબ પર પોતાની ચેનલ શરૂ કરી. જોકે 2019 બાદ તે તેમાં સક્રિય થયો. 2020માં તેને એક બાઇક ના વિડિઓ પર લાઈક મળવાનું શરૂ થયું અને પછી તેની રફતાર શરૂ થઈ. જેના હાલ 6 લાખ ફોલોવર્સ છે. જેના માટે તેણે અનવના પ્રોજેકટ પણ કર્યા.
- 2021 એપ્રિલ માં r15 બાઈક r1m માં બદલ્યું
- 2021 પલ્સર 220 ને કેફરેસ્ટ બાઇકમાં કન્વર્ટ કર્યું
- 2021 નવેમ્બરમાં મારુતિ 800 કાર એન્જીન માંથી સુપર સ્પોર્ટ્સ બાઈટ બનાવ્યું.
જે તે સમયે વર્લ્ડનું પહેલુ કાર એન્જીન સાથેનું બાઇક હતું. જેમાં તેને સફળતા મળતા હવે કઇંક નવું કરવાનું મન થયું અને તેણે ઓનલાઈન સર્ચ કરી લેંબોરગીની ટેરસો કાર પસંદ કરી જે વિદેશમાં ફ્યુચર કાર છે. જે 20 કરોડના અંદાજે મળવાનો અંદાજ છે. જેની કોન્સેપ્ત કાર ધવલ 12 લાખમાં જ તૈયાર કરી દીધી. જે કાર તૈયાર કરવા માટે ધવલ અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કર્યો. તો કાર એક પુશ બટનથી શરૂ થાય છે. અને કાર માટે સ્માર્ટ કી પણ બનાવી છે.
સેમાંથી તૈયાર કરાઈ કાર અને શું છે ફંક્શન
- હોંડા સિવિક કાર માંથી લેંબોરગીની કાર બનાવી
- હોંડા સિવિક કારનું એન્જીન પાવરફુલ હોવાથી તેનું એન્જીન રખાયું
- ચેસીસ પુરી નવી તૈયાર કરી ફાયબર બોડી બનાવી
- led લાઈટ. પ્રોફાઈલ લાઈટ ને કસ્ટમ કરી drl લાઈટ બનાવી
- એકરેલીક સીટ માંથી ગ્લાસ બનાવ્યો
- ફાયબર અને લેધર માંથી ઇન્ટિરિયર ડિઝાઇન કરેલ
- આખી બોડી ફાયબર ની બનાવી
- સ્ટેરિંગ અલગ થાય તેવું બનાવ્યું. જેના માટે ગેસ સિલિન્ડર ના રેગ્યુલેટરનો ઉપયોગ કર્યો
- બાઈકના સાઇલેન્સર અને બેક કેમેરા સાથે સ્ક્રીન રાખી
- આ તમામ વસ્તુ માંથી તૈયાર કરેલ તેની આ કાર અમદાવાદ ની કારને ટક્કર મારે તેવી બનાવી છે
આ પણ વાંચો : Ahmedabad : બાપુનગર વિસ્તારમાં આતંક મચાવનારા અસામાજિક તત્વો પડ્યા ઘૂંટણીએ, જુઓ Video
ધવલ તન્નાના પરિવારમાં માતા, પિતા, ભાઈ, ભાભી અને બહેન છે. જેમાં પિતા વેપારી છે. ભાઈ નોકરી કરે છે. જ્યારે ધવલ પોતે યુટયુબર છે. જેની આ કાર બાવળા સાથે અમદાવાદ અને ગુજરાત સાથે ભારત અને વિદેશમાં પણ તે ચર્ચાનો વિષય બની છે. કેમ કે આવી કાર ભારતમાં જોવા મળી હોય તો તે ધવલ તન્નાના કારણે તે પછી ભલે કોન્સેપ્ત કાર કેમ ન હોય. અને હજુ ધવલ તન્ના એ બેનેલી 600 બાઇકમાં bmw s1000 ની કીટ ફીડ કરી મોડીફાઈ કર્યું. અને હજુ પણ તે કઇંક મોટું કરવાની ઈચ્છા ધરાવે છે.