Jamnagar: ગુજરાતના સૌથી મોટા મલ્ટીમીડિયા શો ‘વિરાંજલી’ નું 19 જૂને જામનગરમાં પ્રદર્શન યોજાશે
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના સૌથી મોટા મલ્ટી મીડિયા શૉ 'વિરાંજલી' નું જામનગરના (Jamnagar) પ્રદર્શન મેદાનમાં રવિવારની 19 જૂને આયોજન થઈ રહ્યું છે.
ગુજરાત(Gujarat) સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના સૌથી મોટા મલ્ટી મીડિયા શૉ ‘વિરાંજલી’ નું જામનગરના (Jamnagar ) પ્રદર્શન મેદાનમાં રવિવારની 19 જૂને આયોજન થઈ રહ્યું છે, જે સમગ્ર ગુજરાતમાં આયોજીત 13 મો મલ્ટીમીડિયા શો છે. ‘વતન વિસરાયેલા વીરો’ ની વાત લઈને સમગ્ર ગુજરાતના રજૂ થઇ રહેલા ‘વિરાંજલી’ મલ્ટીમીડિયા શૉનું દિગ્દર્શન નગરના રત્ન અને રંગમંચ અને દિગ્દર્શન ક્ષેત્રે ગુજરાત ઉપરાંત દેશભરમાં જામનગરનો ડંકો વગાડનાર એવા એડવોકેટ વિરલ રાચ્છ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
23 માર્ચ શહીદ દિવસ માટે ‘વિરાંજલી’ મલ્ટીમીડિયા શૉ તૈયાર કરાયો હતો
વિરાંજલી સમિતિ અને પ્રદીપસિંહ વાઘેલા પ્રેરિત, સાંઈરામ દવે દ્વારા લિખિત અને અભિનીત તેમજ વિરલ રાચ્છ દ્વારા દિગ્દર્શિત ‘વિરાંજલી’ મલ્ટીમીડિયા શૉ તૈયાર કરવામાં આવ્યો છે. નગરના રત્ન એવા વિરલ રાચ્છ દ્વારા ગુજરાતનું ઘરેણું એવા લેખક- કવિ- શાયર- હાસ્ય કલાકાર અને રંગમંચના અભિનેતા એવા સાંઈરામ દવે સાથે સમગ્ર ગુજરાતના કલાકારોની પસંદગી માટેના ઓડિશન બાદ 100થી વધુ કલાકારોની ટીમ સાથેનો 23 માર્ચ શહીદ દિવસ માટે એક ‘વિરાંજલી’ મલ્ટીમીડિયા શૉ તૈયાર કરાયો હતો. ગુજરાતભરમાં આ શો ખુબજ પ્રચલિત થયો કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ મલ્ટીમીડિયા સોંગ સમગ્ર ગુજરાતભરમાં અલગ-અલગ તબક્કાઓમાં નિદર્શન થાય તેવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું અને વિરાંજલી સમિતિ દ્વારા જેના સમયાંતરે ગુજરાતભરમાં 12 કાર્યક્રમો યોજાઈ ગયા છે, અને અત્યાર સુધી અઢી લાખના ઓડિયન્સને પહોંચી શક્યો છે.
જામનગરમાં 13 મો શો છે.
આ મલ્ટીમીડિયા શૉ માં જામનગર થિયેટર પીપલ સાથે જોડાયેલા છ કલાકારો પોતાની કલા ના ઓજસ પાથરી રહ્યા છે. જેમાં ‘ઝાંસી કી રાણી’ નું માત્ર મુખ્ય રહ્યું છે. જામનગરની આરતી મલ્કાને ઝાંસી કી રાણી નું પાત્ર ભજવ્યું છે. આ ઉપરાંત દર્શક સુરડિયા કે જેણે વીર સપૂત રાજ્ગુરુનું પાત્ર ભજવ્યું છે. ઉપરાંત રાજલ પુજારા, જય વિઠલાણી, રોહિત હરિયાણી, દેવેન રાઠોડ પણ રામપ્રસાદ બિસ્મિલ, પુરણસિંઘ સહિતના શહીદોના પાત્ર ભજવીને ‘વિરંજલી’ શૉ માં પોતાની કલાના ઓજસ પાથરી રહ્યાં છે, અને એક મહત્વનું પાત્ર જામનગરની અદાકારા પ્રિયંકા પટેલ દ્વારા રજૂ કરાઇ રહ્યું છે. સમગ્ર ‘વિરાંજલી’ મલ્ટીમીડિયા શો જામનગર વાસીઓએ આ મલ્ટી મિડિયા શૉ અચૂક નિહાળવો જોઈએ.
વીરાજંલીના કાર્યકમ પહેલા કલાકારોનુ નગરમાં આગમન
રવિવારે યોજાનાર મલ્ટીમીડીયાનો ખાસ શો પહેલા આ શોના કલાકારો જામનગરમાં આવી પહોચ્યા. સાંઈરામ દવે, વિરલ રાચ્છ, સહીતના અન્ય કલાકારો જામનગરમાં આવી પહોચ્યા. શુક્રવારે સાંજે પ્રસિધ્ધ બાલાહનુમાન મંદિરની મુલાકાત લીધી. જયા શહેર ભાજપના પ્રમુખ અને કાર્યકરો સાથે રહ્યા. ટ્રસ્ટીઓ દ્વારા તેમનુ સ્વાગત કરાયુ હતુ. સાંઈરામ દવે અને સાથી કલાકારો અખંડ રામધુનમાં મંત્રમુગ્ધ થયા. તેમજ મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવી.