Ahmedabad : પ્રેમીને કિંમતી વસ્તુઓની ભેટ આપવા પરિણીતાએ પોતાના જ ઘરમાં કરી ચોરી, પતિએ ફરિયાદ નોંધાવતા ભાંડો ફૂટ્યો

રૂપિયા 8 લાખની ચોરી કેસની તપાસમાં વળાંક આવતા પોલીસે બે મહિલાની ધરપકડ કરીને ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Ahmedabad : પ્રેમીને કિંમતી વસ્તુઓની ભેટ આપવા પરિણીતાએ પોતાના જ ઘરમાં કરી ચોરી, પતિએ ફરિયાદ નોંધાવતા ભાંડો ફૂટ્યો
રીધ્ધી પટેલ અને રોહિણી પટેલ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 29, 2021 | 6:14 PM

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોતાના પ્રેમીને કિંમતી વસ્તુઓની ભેટ આપવા પોતાના જ ઘરમાંથી ચોરી કરી હતી. પતિએ ચોરીની ફરિયાદ નોંધાવતા તેની પત્નીનો ભાંડો ફૂટ્યો હતો. રૂપિયા 8 લાખની ચોરી કેસની તપાસમાં વળાંક આવતા પોલીસે (Police) બે મહિલાની ધરપકડ કરીને ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અમદાવાદના વટવા પોલીસની ગિરફતમાં આવેલી મહિલાના નામ છે રીધ્ધી પટેલ અને રોહિણી પટેલ. જેમણે પોતાના જ ઘરમાંથી ચોરી કરી હતી. 22 જુલાઈના રોજ નિગમ રોડ પાસે આવેલા રાજપથ બંગલોઝમાં ચોરી થઈ છે તેવો કોલ પોલીસ કન્ટ્રોલ રૂમને મળ્યો હતો. જેના આધારે વટવા પોલીસે ઘટના સ્થળે પોહચીને તપાસ કરી.

શરૂઆતથી જ પોલીસને પ્રબળ શકયતા હતી કે ઘરની જ કોઈ વ્યક્તિ આ ચોરીમાં સંડોવાયેલી છે, પરંતુ પોલીસ રાહ જોઈ રહી હતી તો માત્ર યોગ્ય અને સાયન્ટિફિક પુરાવાઓની અને આખરે વટવા પોલીસને એ તમામ પુરાવાઓ મળી ગયા. ચોરીમા રિધ્ધી પટેલના ફિંગર પ્રિન્ટ મળી આવતા તેની પુછપરછમા ચોરીનો ભેદ ઉકેલાયો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ ચોરીમાં ઘરની વહુ એટલે કે ફરિયાદીની પત્ની જ આરોપી છે, તેવું પુરવાર થયું હતું. સાથોસાથ તેની મદદમાં જે મહિલા સામેલ હતી તે પણ બીજું કોઈ નહિ મહિલા આરોપી રિદ્ધિની ફોઈ સાસુ રોહિણી જ નીકળી હતી. જેથી પોલીસે બન્નેની ધરપકડ કરી. તપાસમાં ખુલ્યુ કે રિધ્ધીએ પોતાના બોયફ્રેન્ડને મોંધોદાટ આઈફોન ગિફ્ટ આપવા માટે થઈને ચોરી કરી હતી.

બોટાદના દિપ નામના યુવક સાથે પ્રેમ સંબંધ થયા બાદ રિધ્ધીએ તેને ગીફટ આપતી હતી. જયારે ફોઈ સાસુ રોહીણીનો પ્રેમી પણ દેવાદાર થતા ફોઈને આર્થિક મદદ કરવા માટે ચોરીને અંજામ આપ્યો હતો. જેમા રોહીણીએ પણ ચોરીમા મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે પોતાના જ ઘરમાં આ રીતે ચોરી કરવી તેને લઈને હાલ બન્ને મહિલાઓનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

આ ચોરી કેસમાં વટવા પોલીસે સમગ્ર મુદ્દામાલ રિકિવર કરી લીધો છે, ત્યારે આરોપી મહિલા રિદ્ધિના જેની સાથે પ્રેમ સંબંધ હતા તે પુરુષ બોટાદ ખાતે રહે છે તેને પણ પૂછપરછ માટે વટવા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો છે. આ ચોરી કેસમા તેના પ્રેમીની ભુમિકા સામે આવશે તો પોલીસ તેની પણ ધરપકડ કરીને વધુ તપાસ કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">