Ahmedabad: સબ રજીસ્ટ્રાર 1,50,000 રુપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, ACB એ છટકુ ગોઠવી કચેરીમાંથી ઝડપી લીધા!

|

Aug 11, 2023 | 11:46 PM

ACB ની ટીમે વેજલપુરમાં આવેલી સબ રજીસ્ટ્રારની કચેરીમાં છટકુ ગોઠવીને સબ રજીસ્ટ્રારને ઝડપી લીધા હતા. અધિકારી તુલસીદાસ મારકણાએ દોઢ લાખ રુપિયાની રકમની માંગણી કરી હતી અને જેને સ્વિકારવા જતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

Ahmedabad: સબ રજીસ્ટ્રાર 1,50,000 રુપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, ACB એ છટકુ ગોઠવી કચેરીમાંથી ઝડપી લીધા!
ACB એ છટકુ ગોઠવી કચેરીમાંથી ઝડપી લીધા!

Follow us on

રાજ્યમાં ACB દ્વારા લાંચીયા અધિકારીઓને ઝડપવાનુ અભિયાન જારી રાખ્યુ છે. શુક્રવારે ACB ની ટીમે વેજલપુરમાં આવેલી સબ રજીસ્ટ્રારની કચેરીમાં છટકુ ગોઠવીને સબ રજીસ્ટ્રારને ઝડપી લીધા હતા. અધિકારી તુલસીદાસ મારકણાએ દોઢ લાખ રુપિયાની રકમની માંગણી કરી હતી અને જેને સ્વિકારવા જતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ફરિયાદીને 30 જેટલા દસ્તાવેજ કરવાના હતા. જેની રકમ પેટે સબ રજીસ્ટ્રાર અધિકારીએ દોઢ લાખ રુપિયાની માંગણી કરી હતી.

અધિકારીની માંગણી બાદ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને લઈ મદદનીશ નિયામક દિવ્યા રવ્યા જાડેજાના માર્ગદર્શન હેઠળ લાંચના છટકાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન વેજલપુરમાં આવેલી સબ રજીસ્ટ્રારની કચેરીમાં જ લાંચના છટકામાં અધિકારી તુલસીદાસ મારકણા ઝડપાઈ ગયા હતા.

 

શું વાત કરતા કરતાં તમારો ફોન કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે? જાણો કારણ
નીતા અંબાણી આકાશ-શ્લોકાની પુત્રી સાથે કર્યું ટ્વિનિંગ, જુઓ દાદી અને પૌત્રીનો ધમાકેદાર ડાન્સ
Bank of Baroda આપી રહી છે SBI કરતા સસ્તી કાર લોન, 5 વર્ષ માટે 8,00,000 ની લોન પર EMI કેટલી?
કરીના લાગી કિલર, જન્મદિવસ પર બેબોએ શેર કરી ગ્લેમરસ તસવીરો
સાંજે ઘરના દરવાજા પર રાખો આ 1 વસ્તુ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન!
રોજ ખાલી પેટ કોથમીરના પાન ચાવવાથી જાણો શું થાય છે?

દોઢ લાખ રુપિયાની લાંચ માંગી

એસીબીની કચેરીમાં એક ફરિયાદીએ વિગતે ફરિયાદ કરી હતી કે વેજલપુર સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારી દ્વારા લાંચની રકમ દોઢ લાખ રુપિયા જેટલી માંગવામાં આવી છે. પોતે આ રકમ લાંચ પેટે સત્તાવાર સરકારી કામના આપવા ઈચ્છતા નથી. પોતાની માલિકીની મિલ્કતનો દસ્તાવેજ કરવો અને કરી આપવોએ પોતાનો અધિકાર છે, આમ છતાં દસ્તાવેજ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કરવા દરમિયાન મોટી રકમ લાંચ પેટે માંગવામાં આવી રહી હતી.

આથી એસીબી સમક્ષ પોતાની ફરીયાદ કરતા મદદનીશ નિયામક ડો. દિવ્યા રવ્યા જાડેજાએ છટકાનુ આયોજન ગોઠવ્યુ હતુ. ગાંધીનગર એસીબીના પીઆઈ જેએન ગઢવી અને તેમની દ્વારા છટકુ સબ રજીસ્ટ્રારની કચેરીમાં ગોઠવ્યુ હતુ. આ દરમિયાન આરોપી સબ રજીસ્ટ્રાર તુલસીદાસ મારકણાએ દોઢ લાખ રુપિયાની રકમની માંગણી કરી હતી. આ લાંચ અંગેની વાચચિત કરીને લાંચની રકમ લેવા જતા જ રંગે હાથ છટકુ ગોઠવેલ અધિકારીઓએ ઝડપી લઈને કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચોઃ Sabarkantha: હજ્જારો વૃક્ષોની લીલીછમ વનરાજીથી ધરાવતુ અનોખુ ગામ, પ્રાકૃતિક સૌંદર્યનો અદ્ભૂત ખજાનો

ફરીયાદીને 30 જેટલા દસ્તાવેજ કરવાના હતા. આ દસ્તાવેજ કરવા માટે પ્રતિ દસ્તાવેજ દીઠ પાંચ હજાર રુપિયાની રકમ સબ રજીસ્ટ્રાર તુલસીદાસે માંગણી કરી હતી. આમ આવડી મોટી રકમ દસ્તાવેજ નોંધણી જેવી કાર્યવાહીના બાબતે માંગવાને લઈ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચોઃ  IND vs WI: તિલક વર્માના નિશાના પર વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, અંતિમ બંને મેચમાં ધમાલ વડે કરશે કમાલ!

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:48 pm, Fri, 11 August 23

Next Article