શું વાત કરતા કરતાં તમારો ફોન કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે

21 Sep, 2024

21 Sep, 2024

ફોન કોલ્સ વારંવાર ડિસ્કનેક્ટ થવાનું સૌથી સામાન્ય કારણ વીક નેટવર્ક સિગ્નલ છે.

કેટલીક વાર નેટવર્ક ઓવરલોડ થઈ જાય છે, ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારોમાં અથવા પીક સમયમાં. આનાથી કોલ ડ્રોપ થવાની શક્યતા વધી જાય છે

જો સિમ કાર્ડ યોગ્ય રીતે કામ કરતું નથી અથવા તેને નુકસાન છે, તો તે કૉલ ડ્રોપ્સનું કારણ બની શકે છે. ક્યારેક સિમ કાર્ડ સ્લોટમાં ધૂળ કે ગંદકી જમા થવાથી પણ સમસ્યા સર્જાય છે.

ફોનની ઑપરેટિંગ સિસ્ટમમાં બગ્સ અથવા સૉફ્ટવેર સમસ્યાઓના કારણે પણ કૉલ ડ્રોપ્સ થઈ શકે છે. કેટલીકવાર જૂનું સોફ્ટવેર વર્ઝન પણ આ સમસ્યાનું કારણ બને છે.

નેટવર્ક પર કૉલ કરવા માટે VoLTE જરૂરી છે. જો આ સુવિધા સક્ષમ નથી અથવા યોગ્ય રીતે કામ કરી રહી નથી, તો કૉલ્સ ડ્રોપ થઈ શકે છે

જો ફોનની બેટરી ખૂબ ઓછી હોય અથવા બેટરીના પરફોર્મન્સમાં કોઈ સમસ્યા હોય, તો કૉલ દરમિયાન ફોન બંધ થઈ શકે છે અથવા કૉલ ડ્રોપ થઈ શકે છે.

કેટલીકવાર ફોનના નેટવર્ક સેટિંગ્સ જેમ કે ખોટી APN સેટિંગ્સ, મેન્યુઅલ નેટવર્ક પસંદગી અથવા ફ્લાઇટ મોડ સમસ્યાઓ પણ કૉલ ડ્રોપ્સનું કારણ બની શકે છે.

All Photos - Getty Images