IND vs WI: તિલક વર્માના નિશાના પર વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, અંતિમ બંને મેચમાં ધમાલ વડે કરશે કમાલ!
India Vs West Indies: ગજબ ફોર્મમાં જોવા મળેલ તિલક વર્માએ ડેબ્યૂ સિરીઝમાં એક અડધી સદી નોંધાવી છે તે, ત્રીજી મેચમાં અણનમ 49 રન નોંધાવ્યા હતા. જ્યારે પ્રથમ T20 મેચમાં 39 રન 22 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી T20 સિરીઝની 2 મેચ શનિવાર અને રવિવારે રમાનારી છે. આ બંને મેચ ફ્લોરીડામાં રમાશે. ભારત માટે આ બંને મેચ જીતવી જરુરી છે. એક મેચમાં હાર થતા જ સિરીઝની ટ્રોફી યજમાન ટીમના હાથમાં પહોંચશે. આમ સિરીઝમાં જીત માટે ભારતીય ટીમે આગામી બંને મેચમાં જીત નોંધાવવી જરુરી છે. હાલમાં વેસ્ટ ઈન્ડિઝ 2-1 થી સિરીઝમાં આગળ છે. અંતિમ બંને મેચમાં સૌની નજર તિલક વર્મા પર છે. વર્માની શાનદાર બેટિંગ પ્રદર્શન કરી રહ્યો છે અને હવે તેના નિશાના પર વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ છે.
ડેબ્યૂ સિરીઝમાં જ તિલક વર્મા શાનદાર બેટિંગ કરી રહ્યો છે. ગજબ ફોર્મમાં જોવા મળેલ તિલક વર્માએ ડેબ્યૂ સિરીઝમાં એક અડધી સદી નોંધાવી છે તે, ત્રીજી મેચમાં અણનમ 49 રન નોંધાવ્યા હતા. જ્યારે પ્રથમ T20 મેચમાં 39 રન 22 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા.
કોહલીનો રેકોર્ડ નિશાના પર!
હૈદરાબાદના તિલક વર્માએ વેસ્ટ ઈન્ડિઝમાં ધમાલ મચાવતી બેટિંગ કરી છે. પ્રથમ મેચમાં 32, બીજી મેચમાં અડધી સદી અને ત્રીજી મેચમાં અણન 49 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તિલકની સરેરાશ 69.50ની રહી છે અને ત્રણ મેચમાં 139 રન નોંધાવ્યા છે. આમ તિલક વર્મા સિરીઝમાં સૌથી વધારે રન નોંધાવનારા બેટરની યાદીમાં ટોચ પર છે. જો હવે તે વધુ 93 રન આગામી અંતિમ બને T20 મેચમાં નોંધાવશે તો, તે વિરાટ કોહલીના રેકોર્ડને તોડી દેશે.
ભારત તરફથી 5 મેચની T20 સિરીઝમાં સૌથી વધારે રન નોંધાવનારા ખેલાડીઓમાં વિરાટ કોહલીનુ નામ સૌથી ઉપર છે. વિરાટ કોહલી 5 મેચની સિરીઝમાં 231 રન નોંધાવીને આ યાદીમાં નંબર વન સ્થાન પર છે. તેણે 2021 માં ઈંગ્લેન્ડ સામે આ રન નોંધાવીને ભારતીય ખેલાડી તરીકે રેકોર્ડ નોંધાવ્યો હતો. કોહલી બાદ બીજા સ્થાન પર 224 રન નોંધાવીને કેએલ રાહુલનુ નામ છે. આ યાદીમાં ત્રીજી સ્થાન પર ઈશાન કિશન છે, તે 206 રન ધરાવે છે.
વિશ્વમાં નંબર-1 માર્ક ચેપમેન
5 મેચની T20 સિરીઝમાં સૌથી વધારે રનની વાત કરવામાં આવેતો વિશ્વ રેકોર્ડ કિવી ખેલાડીને નામે છે. ન્યુઝીલેન્ડનો માર્ક ચેપમેનના નામે સૌથી વધારે રન નોંધાવવાનો રેકોર્ડ નોંધાયેલો છે. ચેપમેને પાકિસ્તાન સામે વર્ષ 2022-23 માં આ રેકોર્ડ નોંધાવતા 290 રન નોંધાવ્યા છે. ચેપમેને પાકિસ્તાન સામે 2 અર્ધશતક અને 1 સદી નોંધાવી હતી.