Ahmedabad: ગૃહિણીઓ માટે આંચકા રુપ સમાચાર, હજુ આટલો સમય શાકભાજીનો વધુ ભાવ ખર્ચવા તૈયાર રહેવુ પડશે!

Ahmedabad Vegetables Price: એક મહિના લગી અમદાવાદ વાસીઓને મોંઘા શાકભાજી ખાવા માટે તૈયારીઓ રાખવી પડશે. બિપરજોય વાવાઝોડાના સમયથી જ સતત શાકભાજીના ભાવમાં વધારો થયો છે.

Ahmedabad: ગૃહિણીઓ માટે આંચકા રુપ સમાચાર, હજુ આટલો સમય શાકભાજીનો વધુ ભાવ ખર્ચવા તૈયાર રહેવુ પડશે!
know wholesale and retail vegetable prices
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 07, 2023 | 8:43 PM

ચોમાસાની શરુઆત થતા જ શાકભાજીના વધતા ભાવો ગૃહિણીઓને પરેશાન કરી દેતા હોય છે. અમદાવાદવાસીઓ પણ વધતા ભાવોથી પરેશાન બન્યા છે. મોંઘવારીમા એક તરફ વધારો થઈ રહ્યો છે, ત્યાં જ શાકભાજીના ભાવો વધી રહ્યા છે. જેને લઈ ગૃહિણીઓ પરેશાન બની છે. તો વળી હજુ પણ એક મહિના લગી અમદાવાદ વાસીઓને મોંઘા શાકભાજી ખાવા માટે તૈયારીઓ રાખવી પડશે. તમને આ વાત સાંભળીને આંચકો જરુર લાગશે, પરંતુ આગામી એક મહિના કરતા વધારે સમય સુધી મોંઘાદાટ શાકભાજી ખરીદવા પડશે.

ખાવાની વાત આવતો સુરત બાદ અમદાવાદીઓનો નંબર આવતો હોવાનુ માનવામાં આવે છે. અમદાવાદીઓ ચટાકેદાર વાનગીઓ આરોગવાના શોખીન હોય છે. તેઓની થાળીમાં જુદા જુદા શાક જરુર જોવા મળતા હોય છે.પરંતુ આ થાળી હવે દિવસે દિવસે મોંઘી થઈ રહી છે. તો વળી હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી ટામેટાએ પરેશાન કરતા ગુજરાતીઓની પ્રિય દાળ અને સલાડ પણ મોંઘા થયા છે. તો આદુ અને કોથમીર પણ મોંઘા બન્યા છે.

બિપરજોય બાદ વધ્યા ભાવ

જૂન મહિનામાં બિપરજોય વાવાઝોડાના સમયથી જ સતત શાકભાજીના ભાવમાં વધારો થયો છે. જોકે ત્યારબાદ સતત શાકભાજીના ભાવમાં વરસાદને લઈ વધારો થયો છે. કેટલાક શાકભાજીના ભાવ તો પ્રતિ કિલોએ 100 રુપિયાના આંકને વટાવી ગયા છે. હાલમાં ચોમાસાની સિઝન જામી છે અને રાજ્યમા અને જે વિસ્તારોમાંથી શાકભાજી આયાત થતી હોય છે. એ વિસ્તારમાં વરસાદી વાતાવરણને લઈ શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જે હજુ પણ ઓછો થવાની કોઈ શક્યતા નજીકના સમયમાં જોવાતી નથી.

શું તમને પણ વારંવાર થઈ જાય છે એસિડિટી? તો ઘરેબેઠા જ કરો ઠીક
Travel Tips : ચોમાસામાં હિલ સ્ટેશન પર ફરવા જઈ રહ્યા છો તો, આ વાતોનું ધ્યાન રાખજો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 02-07-2024
માઈગ્રેનનો ઈલાજ મળી ગયો! નાળિયેર પાણીનો કરો આ રીતે ઉપયોગ
બાળકને સક્ષમ બનાવવા માટે જયા કિશોરીની દરેક માં-બાપ માટે મહત્વની સલાહ

હોલસેલ અને રિટેઇલ ભાવમાં વધારો

અમદાવાદના હોલસેલ બજારમાં 10 થી 15 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો હતો. જ્યારે રિટેઇલ બજારમાં 20 થી 25 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો હતો. જેમાં વાવાઝોડાની શાકભાજી પર અસર થતા હોલસેલમાં 15 ટકા જેટલા ભાવ વધ્યા, જ્યારે રિટેલમાં 20 થી 25 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો હતો. જે બાદ ચોમાસુ શરૂ થયું ત્યારે પણ ભાવ વધતા જ જોવા મળ્યા.

શાકભાજીના ભાવ પર નજર

  • મરચાંઃ જયપુર થી આવે છે. જેનો હોલસેલ ભાવ 50 રુ અને રિટેઇલ ભાવ 70 રુ પ્રતિકિલો
  • શિમલા મિર્ચઃ નાશિક થી મોટેભાગે આવે છે. જેનો હોલસેલ ભાવ 80 રુ અને રિટેઇલ ભાવ 100 રુ પ્રતિકિલો
  • આદુઃ બેંગ્લોર થી આવે છે. જેનો હોલસેલ ભાવ 160 રુ અને રિટેઇલ ભાવ 200 રુ પ્રતિકિલો
  • ફુદીનોઃ ઉદયપુર અને રાજકોટ થી આવે છે. જેનો હોલસેલ ભાવ 30 રુ અને રિટેઇલ ભાવ 40 રુ પ્રતિકિલો
  • ફુલાવરઃ નાશિક અને પ્રાંતિજ વિસ્તારમાંથી આવે છે. જેનો હોલસેલ ભાવ 30 રુ અને રિટેઇલ ભાવ 60 રુ પ્રતિકિલો
  • કોબીજઃ નાશિક, પ્રાંતિજ અને માણસાથી આવે છે.જેનો હોલસેલ ભાવ 20 રુ અને રિટેઇલ ભાવ 40 રુ પ્રતિકિલો
  • ગાજરઃ નાશિક અને સ્થાનિક બજારમાંથી આવે છે. જેનો હોલસેલ ભાવ 25 રુ અને રિટેઇલ ભાવ 40 રુ પ્રતિકિલો
  • વટાણાઃ શિમલાથી આવે છે. જેનો હોલસેલ ભાવ 120 રુ અને રિટેઇલ ભાવ 150 રુ પ્રતિકિલો
  • સરગવોઃ મુંબઈ અને આસપાસના વિસ્તારથી આવતો હોય છે. જેનો હોલસેલ ભાવ 60 રુ અને રિટેઇલ ભાવ 80 રુ પ્રતિકિલો
  • ગવારઃ મુંબઈ અને સ્થાનિક ગુજરાતના ખેડૂતો દ્વારા આવતો હોય છે. જેનો હોલસેલ ભાવ 80 રુ અને રિટેઇલ ભાવ 100 રુ પ્રતિકિલો
  • કારેલાઃ નાશિકથી આવે છે. જેનો હોલસેલ ભાવ 60 રુ અને રિટેઇલ ભાવ 80 રુ પ્રતિકિલો
  • તુવેરઃ સ્થાનિક અને નાશિકથી આવે છે. જેનો હોલસેલ ભાવ 120 રુ અને રિટેઇલ ભાવ 140 રુ પ્રતિકિલો
  • કોથમીરઃ સ્થાનિક, રાજસ્થાન અને નાસિક થી આવે છે. જેનો હોલસેલ ભાવ 100 રુ અને રિટેઇલ ભાવ 120 રુ પ્રતિકિલો
  • ભીંડાઃ સ્થાનિક અને બેલગાંવથી આવતા હોય છે. જેનો હોલસેલ ભાવ 50 રુ અને રિટેઇલ ભાવ 80 રુ પ્રતિકિલો
  • ટીંડોળાઃ બેલગાંવ અને સ્થાનિક બજારથી આવતા હોય છે. જેનો હોલસેલ ભાવ 60 રુ અને રિટેઇલ ભાવ 80 રુ પ્રતિકિલો

ડુંગળી-બટાકાના ભાવ પણ વધ્યા

શાકભાજી સાથે હાલમાં બટાકા અને ડુંગળી માં પણ 5 થી 10 રૂપિયા ભાવ વધારો નોંધાયો છે. અને તેમાં પણ હવે જ્યારે શ્રાવણ મહિનો નજીક આવી રહ્યો છે. આ દરમિયાન બટાકા, સુરણ અને રતાળુ નો ઉપયોગ વધતો હોય છે. જેના ભાવ વધવાની શકયતા વેપારીએ વ્યક્ત કરી છે. બટાકા ડીસા આવે છે તો, સુરણ શામળાજી તરફથી આવે છે. બટાકા અને ડુંગળી હાલ 30 થી 40 ના કિલો વેચાઈ રહ્યા છે. સુરણ 80 થી 100 ભાવ મળી રહ્યા છે. હજુ શ્રાવણ મહિનામાં આ ભાવ વધશે.

આ પણ વાંચોઃ  Ahmedabad Airport: અમદાવાદ એરપોર્ટ વિમાન લેન્ડીંગ કરવા માટે મહત્વનુ, 150 થી વધારે પ્રકારના પ્લેન ભરી ચૂક્યા છે ઉંચી ઉડાન

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સદનમાં PM મોદીનો પલટવાર, કહ્યુ હવે હિંદુ સમાજે વિચારવુ પડશે કે........
સદનમાં PM મોદીનો પલટવાર, કહ્યુ હવે હિંદુ સમાજે વિચારવુ પડશે કે........
હાથરસમાં ભાગદોડમાં 60થી વધારે લોકોના મોત, PMએ વ્યક્ત કર્યું દુ:ખ
હાથરસમાં ભાગદોડમાં 60થી વધારે લોકોના મોત, PMએ વ્યક્ત કર્યું દુ:ખ
અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, જુઓ-Video
અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, જુઓ-Video
ઘેડના પીપલાણા ગામે પૂરના પાણી વચ્ચેથી નીકળી અંતિમ યાત્રા- Video
ઘેડના પીપલાણા ગામે પૂરના પાણી વચ્ચેથી નીકળી અંતિમ યાત્રા- Video
ભારે વરસાદના પગલે મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલ્યો, 21 ગામને અપાયુ એલર્ટ
ભારે વરસાદના પગલે મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલ્યો, 21 ગામને અપાયુ એલર્ટ
બેટમાં ફેરવાયા ઘેડ પંથકના 17 ગામો, એરિયલ શોટ્સ દ્વારા જુઓ પૂરના દૃશ્યો
બેટમાં ફેરવાયા ઘેડ પંથકના 17 ગામો, એરિયલ શોટ્સ દ્વારા જુઓ પૂરના દૃશ્યો
હળવદના બ્રાહ્મણી ડેમના 5 દરવાજા ખોલાયા
હળવદના બ્રાહ્મણી ડેમના 5 દરવાજા ખોલાયા
બોરસદમાં ચૂંટણી તંત્ર ઘોર બેદરકારી, કચરાના ઢગમાંથી મળ્યા EVM મશીન
બોરસદમાં ચૂંટણી તંત્ર ઘોર બેદરકારી, કચરાના ઢગમાંથી મળ્યા EVM મશીન
અમદાવાદ: પ્રિ-સ્કૂલ સંચાલકોના રિવરફ્રન્ટ ખાતે ધરણા, જુઓ વીડિયો
અમદાવાદ: પ્રિ-સ્કૂલ સંચાલકોના રિવરફ્રન્ટ ખાતે ધરણા, જુઓ વીડિયો
ઓલપાડમાં NDRFની ટીમ તૈનાત, સુરતમાં હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
ઓલપાડમાં NDRFની ટીમ તૈનાત, સુરતમાં હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">