AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ITC નર્મદામાં થયેલી ચોરીની ઘટનામાં બે આરોપીની ધરપકડ, બે દિવસ પહેલા મીટિંગ રૂમમાંથી આઈપેડની થઈ હતી ચોરી

Ahmedabad: શહેરની સેવન સ્ટાર હોટેલ ITC નર્મદામાં થયેલી ચોરીમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં મોટો ખૂલાસો થયો છે. બે દિવસ પહેલા ITC નર્મદાના બીજા માળે મીટિંગ રૂમમાંથી આઈપેડની ચોરી થઈ હતી.

Ahmedabad: ITC નર્મદામાં થયેલી ચોરીની ઘટનામાં બે આરોપીની ધરપકડ, બે દિવસ પહેલા મીટિંગ રૂમમાંથી આઈપેડની થઈ હતી ચોરી
Mihir Soni
| Edited By: | Updated on: May 12, 2023 | 12:02 AM
Share

અમદાવાદ શહેરની સેવન સ્ટાર હોટલ ITC નર્મદામાં ચોરીનો બનાવ બન્યો હતો. જે ગુનામાં વસ્ત્રાપુર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે ડ્રગ્સના રૂપિયા ચૂકવવા માટે આરોપીએ ચોરી કરી આઇપેડ ડ્રગ સપ્લાયર ને સોંપ્યું હતું. તેથી પોલીસે તપાસ શરૂ કરી છે કે ડ્રગ્સના રવાડે ચડ્યા બાદ આરોપી મોંઘીદાટ હોટલમાં ચોરી કરવા લાગ્યો છે.

આરોપીઓએ આઈપેડની ચોરી કરી ડ્રગ સપ્લાયરને સોંપ્યુ

અમદાવાદના કેશવબાગ વિસ્તારમાં આવેલી સેવન સ્ટાર હોટલ ITC નર્મદાના બીજા માળે આવેલા મીટીંગ રૂમમાંથી બે દિવસ પહેલા આઇપેડની ચોરી થઈ હતી. જેની માહિતી મળતા વસ્ત્રાપુર પોલીસે સીસીટીવીના આધારે કુશલ ઉર્ફે કે. ટી ઠક્કર અને મોઈન ધલ્લાવાલાની ધરપકડ કરી છે. મહત્વનું છે કે બે દિવસ પહેલા આરોપી કુશલ હોટલમાં ગયો હતો. જ્યાં સિક્યુરિટી હાજર ન હોવાથી મીટીંગ રૂમમાંથી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેના સીસીટીવી મળતા પોલીસે સેટેલાઈટ ના રહેવાસી કુશલ ની ધરપકડ કરી હતી. કુશલે ચોરીને અંજામ આપી આઇપેડ મોઈનને આપ્યું હતું. જેથી પોલીસે તેની પણ ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો.

આરોપી છેલ્લા 3 વર્ષથી ડ્રગ્સના રવાડે ચડ્યો હતો

આઇપેડ ચોરીના ગુનાની તપાસ કરતા પોલીસના હાથે મોઈન નામનો ડ્રગ સપ્લાયર પણ આવી ગયો. જેની અગાઉ અમદાવાદ SOG એ ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. મહત્વનું છે કે આરોપી કુશલ છેલ્લા ત્રણેક વર્ષથી ડ્રગ્સના રવાડે ચડ્યો હતો અને મોઈન પાસેથી પણ તે ડ્રગ ખરીદતો હોવાનું સામે આવ્યું છે. માટે પોલીસને શંકા છે કે ચોરીનું આઇપેડ ડ્રગ્સના બાકી રૂપિયાની ચુકવણી માટે મોઈનને આપ્યું હોઈ શકે છે જેની પોલીસ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad: એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓની સ્મૃતિમાં ‘અમર કક્ષ’ બનાવાયુ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કર્યુ લોકાર્પણ

આરોપી મોજશોખ પુરા કરવા ચોરીના રવાડે ચડ્યો

બંને આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે કુશલ ઉર્ફે કે.ટી. મોંઘીદાટ હોટલમા ફરવાનો અને મોજશોખ કરવાનો શોખીન છે. માટે પોતાના મોજશોખ પુરા કરવા ચોરીના રવાડે ચડ્યો છે. સાથે જ પોલીસને માહિતી મળી છે કે આરોપી અન્ય એક હોટલમાં પણ ચોરીને અંજામ આપ્યો છે. જેથી તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. ત્યારે પોલીસ તપાસમાં શુ નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનું છે.

Follow Us
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
રાજકોટમાં ભેળસેળ સામે મેગા ડ્રાઇવ, જાણીતી ફૂડ બ્રાન્ડ્સ પર દરોડા
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">