AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓની સ્મૃતિમાં ‘અમર કક્ષ’ બનાવાયુ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કર્યુ લોકાર્પણ

Ahmedabad: એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં અંગદાન કરનારા અંગદાતાઓની સ્મૃતિમાં 'અમર કક્ષ' બનાવાયુ છે. અંગદાતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા આ નવનિર્મિત અમરકક્ષનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકાર્પણ કર્યુ છે.

Ahmedabad: એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓની સ્મૃતિમાં 'અમર કક્ષ' બનાવાયુ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કર્યુ લોકાર્પણ
Harin Matravadia
| Edited By: | Updated on: May 11, 2023 | 11:43 PM
Share

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા નવનિર્મિત “અમર કક્ષ”નું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત “અમર કક્ષ”નું આજે લોકાર્પણ કર્યું હતુ. અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત “અમર કક્ષ” ભવિષ્યમાં અનેક લોકોને અંગદાન માટેની પ્રેરણા આપશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.

ભવિષ્યમાં બ્રેઇનડેડ થતા દર્દીઓના સ્વજનો, પરિવારજનોને અંગદાનની સમજ આપતી વેળાએ આ કક્ષ એક સકારાત્મક વાતાવરણ ઉભી કરીને માનસપટલ પર સકારાત્મક અસરો ઉભી કરશે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા 2.5 વર્ષમાં અંગદાન ક્ષેત્રે સરાહનીય કામગીરી કરવામાં આવી છે જે ધન્યતાને પાત્ર છે.

સિવિલ હોસ્પિલમાં થયેલ 109 અંગદાન દ્વારા 330 જેટલા જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું હોવાનું જણાવીને સિવિલ હોસ્પિટલનો સેવાયજ્ઞ આજે સમગ્ર રાજ્યમાં મહાયજ્ઞ બન્યો છે તેમ તેમણે ઉમેર્યું હતુ. અમદાવાદ સિવિલ હોસ્પિટલની પહેલના કારણે આજે સમગ્ર રાજ્યમાં અંગદાન વેગવંતુ બન્યું હોવાનું પણ મંત્રીએ જણાવ્યું હતું. આ ઉપરાંત તાજેતરમાં જ અંગદાન ક્ષેત્રે SOTTOને પ્રધાનમંત્રીના હસ્તે એનાયત થયેલ એવોર્ડ સંદર્ભે મંત્રીએ કહ્યું કે, ગુજરાત રાજ્યના અંગદાનના સેવાકીય કાર્યોને વડાપ્રધાનએ પણ બિરાદાવ્યું છે. જેના પરિણામે જ તાજેતરમાં જ ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં ગુજરાતના SOTTO એકમને એવોર્ડ પણ એનાયત થયો છે.

સરકાર, સમાજ , સેવાભાવી સંસ્થા અને મીડિયાના સહિયારા પ્રયાસોથી જ આજે રાજ્યભરમાં અંગદાનની જાગૃકતા પ્રવર્તી છે. પરિણામે અંગદાનની સુવાસ આજે ખુણે ખુણા સુધી પહોંચી છે. અંગદાન ક્ષેત્રે અંગદાતાઓને શ્રધ્ધાજંલિ અર્પણ કરતું સમગ્ર દેશમાં સંભવિત પ્રથમ મેમોરીયલ હોવાનું સિવિલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો: Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં સતત પાંચમાં દિવસે અંગદાન, 15 વ્યક્તિઓને નવજીવન મળ્યું

આ અમર કક્ષમાં સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં થયેલ 109 અંગદાનના અંગદાતાઓની તસ્વીર અંકિત કરવામાં આવી છે. વધુંમા આ કક્ષમાં એક કાઉન્સેલીગ રુમ પણ બનાવાયો છે. જ્યાં બ્રેઇનડેડ દર્દીઓના સ્વજનોનું અંગદાન માટે કાઉન્સેલીગ કરવામાં આવશે. આ કક્ષમાં અંગદાન માટે પ્રેરતા, સકારાત્મક વાતાવરણ ઉભું કરતા લેખ, સુત્રો, આર્ટિકલ્સ, મીડિયા કવરેજ પણ પ્રતિબીંબત કરાયા છે જેને વાંચીને લોકોમાં અંગદાન પ્રત્યે જાગૃતિ વધશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">