Ahmedabad: રાજ્યમાં 13 જિલ્લામાં નવી GIDC સ્થાપવા પ્રી ફિઝિબિલિટી રિપોર્ટ માટે રાજ્ય સરકારે આપી સૈદ્ધાંતિક મંજૂરી

Ahmedabad: રાજ્યના યુવાનોને ઘર આંગણે રોજગારી મળી રહે અને ઘરથી દૂર રહેવુ ન પડે તેમજ ઔદ્યોગિક વિકાસ થાય તે હેતુથી 13 જિલ્લામાં નવી GIDC શરૂ કરવામાં આવશે. આ GIDC શરૂ કરતા પહેલા પ્રિફિઝીબિલીટીના રિપોર્ટ માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે.

Ahmedabad: રાજ્યમાં 13 જિલ્લામાં નવી GIDC સ્થાપવા પ્રી ફિઝિબિલિટી રિપોર્ટ માટે રાજ્ય સરકારે આપી સૈદ્ધાંતિક મંજૂરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2023 | 6:10 PM

રાજ્યમાં ઉદ્યોગોના વિકાસની સાથોસાથ રોજગારી પણ વધે તે માટે નવી ઔધોગિક વસાહતો શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યાં આગામી સમયમાં 13 જિલ્લામાં નવી 21 નવી GIDC શરૂ કરવા માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ GIDCની પ્રી ફિઝીબિલીટી રિપોર્ટ માટે સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકારે દ્વારા આપી દેવાઈ છે.

રાજ્ય સરકારે નવી જીઆઈડીસી સ્થાપવા માટેના પ્રીફિઝિબિલીટી રિપોર્ટ માટે આપી સૈદ્ધાંતિક મંજૂરી

રાજ્યમાં નવી GIDC સ્થાપવા માટે વિધાનસભા સત્રમાં જાહેરાત કરી હતી. નવી GIDC માટે જમીનની એક જથ્થે ઉપલબ્ધતા, ડિમાન્ડ સર્વે, સ્થાનિક પરિબળો અને કૃષિ ઉત્પાદન વગેરેના પ્રાથમિક શક્યતાદર્શી તપાસ અહેવાલ મેળવવા માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યમાં રાજકોટ, મહેસાણા, મહિસાગર, ભરૂચ, બનાસકાંઠા, પાટણ, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, ગાંધીનગર, ખેડા, અમરેલી, આણંદ અને જુનાગઢ જિલ્લાના 21 તાલુકાઓમાં GIDC સ્થાપવામાં આવશે.

રાજ્યના 13 જિલ્લમાં 21 નવી GIDC સ્થપાશે

રાજકોટની વિંછીયામાં મહેસાણાના સતલાસણમાં, જોટાણા, વડનગર, બનાસકાંઠાના થરાદ, પાલનપુર, ધાનેરા, સિદ્ધપુર, સાંતલપુર, બોડેલી, ગીર સોમનાથના નવા બંદર, દહેગામ તાલુકાના કડજોદરા, ખેડાના ઠાસરા, મહુધા, અમરેલી જિલ્લાના સાવરકુંડલા, જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના અને જુનાગઢમાં જીઆઈડીસી શરૂ કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 15-11-2024
ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ

વિધાનસભામાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે આપી હતી જાણકારી

વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભાના પટલ આ જાણકારી આપી હતી. જેમા તેમણે રાજ્યમાં 21 નવી GIDC સ્થાપવાની જાહેરાત કરી હતી. જેમાં અમદાવાદના ગાંગડ સહિત થરાદ, વડગામ, લવાણા, ભીલડી અને પાલનપુરને નવી જીઆઇડીસી મળશે. તેમજ સિધ્ધપુર, સાંતલપુર, વિંછીયા, છાપરા, આમોદ, જોટાણા અને નાની ભલુ, કડજોદરા, લડોદ, સાવરકુંડલા, ગીર સોમનાથ નવાબંદર, ઠાસરા અને નવસારીના વાંશી-બોરસીમાં પણ નવી GIDC બનશે. GIDC બનાવવા ઉદ્યોગ વિભાગ જમીનની ઉપલબ્ધતા, ઉદ્યોગ સ્થાપના માટે આનુષંગિક વ્યવસ્થાનો અભ્યાસ કરશે.

આ પણ વાંચો: Breaking News: રાજ્યમાં નવી 21 GIDC બનાવવાની મહત્વની જાહેરાત, અમદાવાદ, સાવરકુંડલા, જોટાણા,પાલનપુરને મળશે નવી GIDC

ગુજરાતાના  104 તાલુકાઓમાં એકપણ GIDC નથી

રાજ્યના ઔદ્યોગિક ઉત્થાન, સ્થાનિક રોજગારી અને ક્લસ્ટર ડેવલપમેન્ટ પાછળ જીઆઇડીસીનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. જો કે હજી પણ રાજ્યના અનેક તાલુકાઓ એવા છે કે જેઓ જીઆઇડીસી ઝંખી રહ્યા છે. રાજ્યના 104 તાલુકાઓ એવા છે કે ત્યા જીઆઇડીસી નથી. જ્યારે 147 તાલુકાઓમાં સ્થાનિક ધંધા રોજગારી માટે રોજગારીની વ્યવસ્થા છે.

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નના ઉત્તરમાં સરકારે વિધાનસભામાં આ આંકડાઓ રજૂ કર્યા છે. જે મુજબ બનાસકાંઠાના 8 તાલુકા અને જૂનાગઢ જિલ્લાના 7 તાલુકાઓમાં જીઆઇડીસીની વ્યવસ્થા નથી. આ સિવાય સુરતના 6, ખેડાના 6, દાહોદના 6, સાબરકાંઠાના 5, માહિસાગરના 5, ભાવનગરના 5 અને અમરેલીના 5 તાલુકાઓ મળી કુલ 104 તાલુકાઓમાં જીઆઇડીસી નથી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">