AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat: ઔદ્યોગિક રાજ્યના 104 તાલુકાઓમાં GIDC નહીં, GIDC આપવાનું સરકારનું કોઇ આયોજન પણ નહીં

ગાંધીનગરમાં (Gandhinagar) હાલ વિધાનસભા ગૃહમાં બજેટ સત્ર ચાલી રહ્યુ છે. જેમાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નના જવાબમાં સરકાર તરફથી આ માહિતી આપવામાં આવી હતી.

Gujarat: ઔદ્યોગિક રાજ્યના 104 તાલુકાઓમાં GIDC નહીં, GIDC આપવાનું સરકારનું કોઇ આયોજન પણ નહીં
Narendra Rathod
| Edited By: | Updated on: Mar 11, 2023 | 3:06 PM
Share

ગુજરાત ઔદ્યોગિક રાજ્ય છે અને સ્થાનિક સ્તરે રોજગારી માટે જીઆઇડીસીનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. ગુજરાતમાં ઘણા ઔદ્યોગિક વિસ્તારો આવેલા છે. જો કે હજી પણ રાજ્યના 104 એવા તાલુકાઓ એવા છે કે જેમને જીઆઇડીસી નથી મળી. સરકાર પણ આ તાલુકાઓમાં જીઆઇડીસી બનાવવા અંગે વિચારણા ન હોવાનું જણાવી રહી છે. ગાંધીનગરમાં હાલ વિધાનસભા ગૃહમાં બજેટ સત્ર ચાલી રહ્યુ છે. જેમાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નના જવાબમાં સરકાર તરફથી આ માહિતી આપવામાં આવી હતી.

ગુજરાતાના આ જિલ્લાના તાલુકામાં નથી GIDC

રાજ્યના ઔદ્યોગિક ઉત્થાન, સ્થાનિક રોજગારી અને ક્લસ્ટર ડેવલપમેન્ટ પાછળ જીઆઇડીસીનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. જો કે હજી પણ રાજ્યના અનેક તાલુકાઓ એવા છે કે જેઓ જીઆઇડીસી ઝંખી રહ્યા છે. રાજ્યના 104 તાલુકાઓ એવા છે કે ત્યા જીઆઇડીસી નથી. જ્યારે 147 તાલુકાઓમાં સ્થાનિક ધંધા રોજગારી માટે રોજગારીની વ્યવસ્થા છે.

કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નના ઉત્તરમાં સરકારે વિધાનસભામાં આ આંકડાઓ રજૂ કર્યા છે. જે મુજબ બનાસકાંઠાના 8 તાલુકા અને જૂનાગઢ જિલ્લાના 7 તાલુકાઓમાં જીઆઇડીસીની વ્યવસ્થા નથી. આ સિવાય સુરતના 6, ખેડાના 6, દાહોદના 6, સાબરકાંઠાના 5, માહિસાગરના 5, ભાવનગરના 5 અને અમરેલીના 5 તાલુકાઓ મળી કુલ 104 તાલુકાઓમાં જીઆઇડીસી નથી.

સરકારના ઉદ્યોગમંત્રીએ આપ્યો જવાબ

સ્થાનિક રોજગારી અને ક્લસ્ટર ડેવલપમેન્ટ માટે જીઆઇડીસી જરૂરી છે ત્યારે સરકારના ઉદ્યોગમંત્રીએ વિધાનસભામાં લેખિતમાં આપેલ જવાબમાં જણાવ્યુ કે દરેક તાલુકા કક્ષાએ જી.આઈ.ડી.સી. બનાવવાનું હાલમાં કોઈ આયોજન નથી.

‘જરૂરત મુજબની તમામ વ્યવસ્થા હોય ત્યારે વસાહત સ્થાપી શકાય’

ઔદ્યોગિક વસાહતની સ્થાપનાથી આર્થિક પ્રવૃત્તિને વેગ મળે તે આશયથી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓના વિસ્તારમાં નવી ઔદ્યોગિક વસાહત વિકસાવવા માટે નજીકના શહેરથી ટ્રાન્સપોર્ટેશન, વીજ ક્ષમતા, પાણી વ્યવસ્થા અને સરકારી જમીનની ઉપલબ્ધતા હોવી જરૂરી હોય છે.

જરૂરત મુજબની તમામ વ્યવસ્થા હોય ત્યારે વસાહત સ્થાપી શકાય. પોષણક્ષમતા જણાયાથી જે-તે જિલ્લાના કલેક્ટરને સરકારી જમીન ફાળવવા દરખાસ્ત કરવામાં આવે છે. સરકારી જમીન જી.આઈ.ડી.સી.ને ફાળવવામાં આવે ત્યારબાદ વસાહત સ્થાપવાની બાબતે વિચારણા કરી શકાય.

g clip-path="url(#clip0_868_265)">