Ahmedabad: પીપાવાવથી પકડાયેલા ડ્રગ્સ અંગે ડીજીપીએ આપી જાણકારી, પતંગના દોરા પર રંગ ચઢાવાય તે રીતે સુતળી પર હેરોઈનનો ઢોળ ચઢાવાયો હતો

ડીજીપી આશિષ ભાટિયાએ આ અંગે જણાવ્યું કે સુતળીને હેરોઇનમાં ડુબાડીને આ પ્રકારનો જથ્થો તૈયાર કરીને કન્ટેનરમાં મોકલ્યાં હતાં, ATSને જાણકારી મળતાં ATS અને DRI દ્વારા જોઈન્ટ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં 395 કિલો સુતળીનો જથ્થો ઝડપાયો હતો જેમાં 80થી 90 કિલો હેરોઇન છુપાવાયું હતું.

Ahmedabad: પીપાવાવથી પકડાયેલા ડ્રગ્સ અંગે ડીજીપીએ આપી જાણકારી, પતંગના દોરા પર રંગ ચઢાવાય તે રીતે સુતળી પર હેરોઈનનો ઢોળ ચઢાવાયો હતો
DGPs information on drugs seized from Pipavav
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 8:44 AM

કંડલા (Kandla)  મુંદ્રા (Mundra) પોર્ટ બાદ હવે પીપાવાવ (Pipavav) પોર્ટ (Port) પરથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ડીઆરઆઇ અને એટીએસના સંયુક્ત ઓપરેશનથી પોર્ટ પરના કન્ટેનરમાંથી 450 કરોડનું હેરોઇન ઝડપ્યું છે. પીપાવાવ પોર્ટ પર પાંચ મહિનાથી આવેલ સુતળીના કન્ટેનરમાં હેરોઇન છુપાડ્યું હતું. જો કે કન્ટેનર ક્યાંથી આવ્યું હતું અને કેવી રીતે હેરોઇન જથ્થો કન્ટેનરમાં હતો તેની બાતમી મળતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ડ્રગ્સ માફિયાઓ હવે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતને સોફ્ટ ટાર્ગેટ બનાવી રહ્યા છે. એક બાદ એક ડ્રગ્સના કન્સાઇનમેન્ટ હોય કે બોટ મારફતે દરિયાઇ સીમાંથી ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. આવી જ રીતે એક માહિતી ગુજરાત એટીએસને મળી હતી કે પીપાવાવ પોર્ટ પર એક કન્ટેનરમાં ડ્રગ્સ પડ્યું છે. જેને લઈ ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ સંયુક્ત ઓપરેશથી પીપાવાવ પોર્ટ પર સુતળી ભરેલું એક કનસાઇન્ટમેન્ટ પકડયું. જેમાં સુતળીના કન્ટેનરમાં હેરોઇનમાં ડુબાડીને તૈયાર કરેલી સુતળી રાખી હતી. જેમાં આશરે રૂ. 450 કરોડનો 80 થી 90 કિલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો છે. જોકે હજુ તપાસ શરૂ છે અને હેરોઇન મુદ્દામાલમાં વધારો થઈ શકે છે.

પીપાવાવથી પકડાયેલ કન્ટેનર છેલ્લા પાંચ મહિનાથી પોર્ટ પર પડ્યું હતું. જે અફઘાનિસ્તાનથી વાયા દુબઈ થઈને કન્ટેનર પોર્ટ પર આવ્યું હતું, પરતું કસ્ટમ ક્લિયરન્સ ન થયું હોવાથી પડ્યું હતું. તેવામાં ગુજરાત એટીએસને માહિતી મળતા હેરોઇન જથ્થો પકડાયો. જોકે થોડા દિવસ પહેલા કંડલા પોર્ટ પરથી જીપ્સમના કન્ટેનરમાં 205 કિલો હેરોઇન જથ્થો મળી આવ્યો જેની બજાર કિંમત 1439 કરોડ થાય છે. જે કનસાઇન્ટમેન્ટ ઈરાનથી આવ્યું હતું. પરતું ગુજરાતમાં બન્ને કન્ટેનરમાં રહેલું હેરોઇન ક્યાં જવાનું હતું તે દિશા અલગ અલગ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ મોટા પાયે ડ્રગ્સનો જથ્થો ડ્રગ્સ માફિયાઓ દ્વારા અલગ અલગ મોડ્સ ઓપરેન્ડી વાપરી હેરાફેરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ગુજરાતમાંથી ડ્રગ્સનો જથ્થો મોટી માત્રામાં મળી આવતા તમામ સેન્ટ્રલ એજન્સીઓના એલર્ટ થઈ ગઇ છે. બીજી બાજુ ગુજરાત એટીએસ દ્વારા છેલ્લા અઠવાડિયામાં અલગ અલગ કુલ 436 કિલો હેરોઇન કબજે કરવામાં આવ્યું છે જેની કિંમત 2180 કરોડ રૂપિયા થઇ રહી છે. સાથે જ ડ્રગ્સ માફિયા પકડવા અલગ અલગ એજન્સીઓ તપાસ શરૂ કરી છે.

ડીજીપી આશિષ ભાટિયાએ આ અંગે જણાવ્યું કે સુતળીને હેરોઇનમાં ડુબાડીને આ પ્રકારનો જથ્થો તૈયાર કરીને કન્ટેનરમાં મોકલ્યાં હતાં, ATSને જાણકારી મળતાં ATS અને DRI દ્વારા જોઈન્ટ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં 395 કિલો સુતળીનો જથ્થો ઝડપાયો હતો જેમાં 80થી 90 કિલો હેરોઇન છુપાવાયું હતું જે જપ્ત કરાયું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાતનો દરિયા કિનારો પાકિસ્તાન અને ઇરાનથી નજીક હોવાથી ડ્રગ માફિયાઓ દ્વારા તેને પહેલાં ટાર્ગોટ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Surat: રાંદેર કોઝવેમાં 3 બાળકો ડૂબ્યાં, તાપી કાંઠે રમતા 3 બાળક ભરતીનાં પાણીમાં ખેંચાઈ ગયા, 2નાં મોત, 1 બાળકી લાપતા

આ પણ વાંચોઃ  Vadodara: હરિધામ સોખડા વિવાદમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની એન્ટ્રી, કલેક્ટર અને ડીએસપી સાથે બંધ બારણે બેઠક કરી

g clip-path="url(#clip0_868_265)">