AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત એટીએસે સપ્તાહ દરમ્યાન 2180 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો

ગુજરાતમાં(Gujarat) બન્ને કન્ટેનર રહેલ હેરોઇન ક્યાં જવાનું હતું તે દિશા અલગ અલગ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે..બીજી બાજુ મોટા પાયે ડ્રગ્સનો જથ્થો ડ્રગ્સ માફિયાઓ દ્વારા અલગ અલગ મોડ્સ ઓપરેન્ડી વાપરી હેરાફેરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

ગુજરાત એટીએસે સપ્તાહ દરમ્યાન 2180 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો
Pipavav Port Drugs
Mihir Soni
| Edited By: | Updated on: Apr 29, 2022 | 11:29 PM
Share

ગુજરાતમાં(Gujarat)  કંડલા અને મુંદ્રા પોર્ટ બાદ હવે પીપાવાવ પોર્ટ(Pipavav Port)  પરથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો(Drugs)  જથ્થો ઝડપાયો છે. ડીઆરઆઇ,કસ્ટમ અને એટીએસના સંયુક્ત ઓપરેશનથી પોર્ટ પરના કન્ટેનરમાંથી 450 કરોડનું હેરોઇન ઝડપ્યું છે. પીપાવાવ પોર્ટ પર પાંચ મહિનાથી આવેલ સુતળીના કન્ટેનરમાં હેરોઇન છુપાડ્યું હતું.ગુજરાતમાંથી ડ્રગ્સનો જથ્થો મોટી માત્રામાં મળી આવતા તમામ સેન્ટ્રલ એજન્સીઓના એલર્ટ થઈ ગઇ છે..બીજી બાજુ ગુજરાત એટીએસ દ્વારા છેલ્લા સપ્તાહ માં અલગ અલગ  મળીને કુલ 436 કિલો હેરોઇન કબજે કરવામાં આવ્યું છે જેની કિંમત 2180 કરોડ રૂપિયા થઇ રહી છે. તેની સાથે જ ડ્રગ્સનો જથ્થો મોકલનાર ડ્રગ્સ માફિયાને પકડવા અલગ અલગ એજન્સીઓએ  તપાસ શરૂ કરી છે.

કન્ટેનરમાં સુતળીમાં હેરોઇનમાં  ડુબાડી રાખી હતી

ડ્રગ્સ માફિયાઓ હવે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતને સોફ્ટ ટાર્ગેટ બનાવી રહ્યા છે.એક બાદ એક ડ્રગ્સના કન્સાઇનમેન્ટ હોય કે બોટ મારફતે દરિયાઇ સીમાંથી ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે..આવી જ રીતે એક માહિતી ગુજરાત એટીએસને મળી હતી કે પીપાવાવ પોર્ટ પર એક કન્ટેનરમાં ડ્રગ્સ પડ્યું છે..જેને લઈ ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ સંયુક્ત ઓપરેશથી પીપાવાવ પોર્ટ પર સુતળી ભરેલું એક કનસાઇન્ટમેન્ટ પકડયું..જેમાં  કન્ટેનરમાં સુતળીમાં હેરોઇન ડુબાડી રાખી હતી.જો કે આશરે 80 થી 90 કિલો હેરોઇન જથ્થો કુલ 450 કરોડ મળી આવ્યો છે..પરતું તપાસ શરૂ હોવાથી હેરોઇન મુદ્દામાલમાં વધારો થઈ શકે છે.

કનસાઇન્ટમેન્ટ ઈરાન થી આવ્યું હતું

પીપાવાવ થી પકડાયેલ કન્ટેનર છેલ્લા પાંચ મહિના થી પોર્ટ પર પડ્યું હતું..જે અફઘાનિસ્તાનથી દુબઈ વાયા કન્ટેનર પોર્ટ પર આવ્યું હતું..પરતું કસ્ટમ ક્લિયરન્સ ન થયું હોવાથી પડ્યું હતું તેવામાં ગુજરાત એટીએસની માહિતી મળતા હેરોઇન જથ્થો પકડાયો..જોકે થોડા દિવસ પહેલા કંડલા પોર્ટ પરથી જીપ્સમના કન્ટેનરમાં 205 કિલો હેરોઇન જથ્થો મળી આવ્યો જેની બજાર કિંમત 1439 કરોડ થાય છે..જે કનસાઇન્ટમેન્ટ ઈરાન થી આવ્યું હતું.

પરતું ગુજરાતમાં બન્ને કન્ટેનર રહેલ હેરોઇન ક્યાં જવાનું હતું તે દિશા અલગ અલગ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે..બીજી બાજુ મોટા પાયે ડ્રગ્સનો જથ્થો ડ્રગ્સ માફિયાઓ દ્વારા અલગ અલગ મોડ્સ ઓપરેન્ડી વાપરી હેરાફેરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે…પણ ગુજરાત એટીએસના હાથે ઝડપાઇ જાય છે.

આ પણ વાંચો : ગુજરાતમાં PSIની ભરતી પરીક્ષાના પરિણામને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે વિસંગતતાથી ભરેલું ગણાવ્યું

આ પણ વાંચો : Surat : ઉનાળુ વેકેશનમાં વધતી ધરફોડ ચોરી અંગે સતર્ક રહેવા લોકોને પોલીસની અપીલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
g clip-path="url(#clip0_868_265)">