Surat: રાંદેર કોઝવેમાં 3 બાળકો ડૂબ્યાં, તાપી કાંઠે રમતા 3 બાળક ભરતીનાં પાણીમાં ખેંચાઈ ગયા, 2નાં મોત, 1 બાળકી લાપતા
બાળકો કોઝવેથી હેઠવાસમાં રમતાં હતાં ત્યારે ભરતીના પાણીમાં ફસાઈ ગયાં હતાં અને પાણી વધી જતાં તેમાં ડૂબી ગયાં હતાં. બાળકો નદીમાં ડૂબ્યા હોવાની ઘટનાની જાણ થતા જ મોરાભાગળ અને અડાજણ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
સુરત (Surat) માં રાંદેર કોઝવે (Causeway) માં 3 બાળકો ડૂબી ગયાં છે. તાપી (Tapi) કાંઠે રમતા 3 બાળક (children) ભરતીનાં પાણી (tidal water) માં ખેંચાઈ ગયાં હતાં. બાળકો કોઝવેથી હેઠવાસમાં રમતાં હતાં ત્યારે ભરતીના પાણીમાં ફસાઈ ગયાં હતાં અને પાણી વધી જતાં તેમાં ડૂબી ગયાં હતાં. આમાંથી 2 બાળકોનાં મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 1 બાળકી લાપતા છે તેની શોધખોળ ચાલી રહી છે. બે બાળકો મહંમદ કરમઅલી અને શહાદત શાહના મૃતદેહ મળ્યા છે અને સાનિયાનો હજી સુધી પતો મળ્યો ન હતો. ત્રણેય બાળકો રાંદેરમાં રહેતા શ્રમજીવી પરિવારના હતાં.
રાંદેરની ઈકબાલ ઝંપડપટ્ટીમાં રહેતા ત્રણેય બાળકો તાપી નદીના પટ પર રમવા ગયાં હતાં. ત્રણેય બાળકો રમવામાં મશગૂલ હતા ત્યારે અચાનક જ ભરતીનું પાણી આવતા પાણીમાં ખેંચાઈ ગયાં હતાં અને આગળ ખાડામાં ફસાઈ ગયા હતા. બાળકો નદીમાં ડૂબ્યા હોવાની ઘટનાની જાણ થતા જ મોરાભાગળ અને અડાજણ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ભારે શોધખોળને અંતે બે બાળકોના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે મોડીસાંજ સુધી કિશોરીની કોઈ ભાળ મળી ન હતી. બનાવને પગલે રાંદેર પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બે બાળકોના મૃતદેહ સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યાં હતા. જ્યારે વહેલી સવારથી તાપી નદીના પટમાં લાપતા બાળકીની શોધખોળ શરૂ કરૂ દેવામાં આવી હતી.
બાળકો શુક્રવારે બપોરે તાપીના પટ પર ગયા હતા. અચાનક જ તાપીમાં ભરતી આવતા ત્રણેય બાળકો ખેંચાઈ ગયા હતા. બાળકો કિનારા પર જ હતા પણ આગળ ઊંડો ખાડો હોવાના કારણે પાણીમાં ખેંચાયા પછી ખાડામાં ગરક થઇ ગયા હતા. જેના કારણે નીકળી શક્યા ન હતા. મોરાભાગળ અને અડાજણ ફાયર સ્ટેશનથી ફાયરબ્રિગ્રેડના જવાનોએ પહોંચી શોધખોળને અંતે મહંમદ કરમઅલી અને શહાદત શાહના જ મૃતદેહ મળ્યા હતા પણ સાનિયાનો મોડી સાંજ સુધી પતો મળ્યો ન હતો.
આ પણ વાંચોઃ Ahmedabad: થલતેજથી જૂની હાઈકોર્ટ સુધી મેટ્રોની ટ્રાયલ શરૂ કરાઈ, સલામતી સહિતના તમામ પાસાઓ ચકાસાશે