Vadodara: હરિધામ સોખડા વિવાદમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની એન્ટ્રી, કલેક્ટર અને ડીએસપી સાથે બંધ બારણે બેઠક કરી

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને સોખડાના રાજુ સરપંચ કે જેઓ હરિધામ સોખડાના અગ્રણી સંતો અને મેનેજમેન્ટની નજીક છે તથા હરિધામની મહત્વની કામગીરીમાં હંમેશા અગ્રેસર રહેતા હોય છે

Vadodara: હરિધામ સોખડા વિવાદમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની એન્ટ્રી, કલેક્ટર અને ડીએસપી સાથે બંધ બારણે બેઠક કરી
MLA Madhu Srivastava
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 7:51 AM

હરિધામ સોખડા (Sokhda Haridham)  માં ગુણાતીત ચરણ સ્વામીની આત્મહત્યાના ચર્ચિત કેસમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (MLA Madhu Srivastava) ની એન્ટ્રી થતા અનેક તર્ક વિતર્ક સાથે વિવિધ અટકળોએ જન્મ લીધો છે. ગુણાતીત ચરણ સ્વામીની આત્મહત્યા કેસમાં અનેક પ્રશ્નો અને આશંકાઓનો જવાબ મેળવવા માટે વડોદરા તાલુકા પોલિસ દરેક દિશામાં તપાસ અને પૂછપરછ કરી રહી છે, શુક્રવારે વડોદરા તાલુકા પોલીસ દ્વારા પ્રભુ પ્રિય સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી અને સેક્રેટરી જયંત દવેને નોટિસ આપી બપોરે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવાયું હતું, આ ત્રણેય પોલીસ (Police) નો સામનો કરે તે પૂર્વ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને સોખડાના રાજુ સરપંચ કે જેઓ હરિધામ સોખડાના અગ્રણી સંતો અને મેનેજમેન્ટની નજીક છે તથા હરિધામની મહત્વની કામગીરીમાં હંમેશા અગ્રેસર રહેતા હોય છે તેઓ સાથે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળ્યા અને બંધ બારણે રજુઆત કરી હતી, આ રજુઆત શું કરી એ જાણી શકાયું નથી પરંતુ અટકળો અનેક વહેતી થઈ છે. મધુ શ્રીવાસ્તવે આ મુલાકાતને સામાન્ય ગણાવી હતી.

ગુણાતીત ચરણ સવામીની આત્મહત્યા કેસની હકીકત છુપાવવા સબબ પોલીસ હરિધામના અગ્રણી સંતો અને ટ્રસ્ટીઓ સામે પોલીસ ગુનો નોંધવા સહિતની કોઈ કાનૂની કાર્યવાહી ન કરે અને પોલીસ કુણું વલણ દાખવે તેવી ભલામણ કરવા મધુ શ્રીવાસ્તવ આવ્યા હતા કે કેમ તે અટકળો તેજ બની છે.

વડોદરાના સોખડા હરિધામમાં સ્વામી ગુણાતીત ચરણે આપઘાત કર્યો હોવાના ખુલાસા બાદ પોલીસે તપાસ તેજ કરી દીધી છે. ગુણાતીત સ્વામીએ કયા કારણોસર આપઘાત કર્યો તેની તપાસ કરવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે.. પોલીસ તપાસમાં પ્રભુપ્રિય સ્વામીએ જ્ઞાનસ્વરૂપ સ્વામીની મદદથી ગુણાતીત સ્વામીનો લટકતો મૃતદેહ નીચે ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે.. જેથી પોલીસે જ્ઞાન સ્વરૂપ સ્વામી અને પ્રભુ પ્રિય સ્વામીના નિવેદન નોંધ્યા છે અને પંચોની રૂબરૂમાં બંને પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

પોલીસે રૂમ નંબર 21માં પંચો અને FSLની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કર્યું છે.. હવે પોલીસે પ્રભુ પ્રિય સ્વામી, જ્ઞાન સ્વરૂપ સ્વામી, અને હરિ પ્રકાશના CDR ચેક કરશે.. પોલીસે ગુણાતીત સ્વામીનો મોબાઈલ અને ગળેફાંસો ખાવા ઉપયોગમાં લેવાયેલું ગાતરિયું જપ્ત કર્યા છે.

આ પણ વાંચોઃ Ahmedabad: થલતેજથી જૂની હાઈકોર્ટ સુધી મેટ્રોની ટ્રાયલ શરૂ કરાઈ, સલામતી સહિતના તમામ પાસાઓ ચકાસાશે

આ પણ વાંચોઃ ભાવનગર : ડુંગળીમાં એક કિલોએ બે રૂપિયાની સહાય જાહેર થતા ખેડૂતોમાં અસંતોષ

g clip-path="url(#clip0_868_265)">