AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ઓઢવમાં શિક્ષકે આપઘાત કર્યો, વ્યાજખોરોનો ત્રાસ જવાબદાર હોવાનો આક્ષેપ

જેમાં જે ફાયદો થાય તેની 50 ટકા હિસ્સેદારી ત્રણ લોકોને આપવાનું નક્કી થયું હતું .જો કે ધાર્યા પ્રમાણે તેમાં ફાયદો ન થતા મૃતકનો ભાઈ રકમ પરત આપી શક્યો ન હતો. જેથી આરોપીઓ દ્વારા દબાણ કરીને પૈસાની ઉઘરાણી કરતા કંટાળીને શિક્ષકે આપઘાત કર્યો

Ahmedabad : ઓઢવમાં શિક્ષકે આપઘાત કર્યો, વ્યાજખોરોનો ત્રાસ જવાબદાર હોવાનો આક્ષેપ
Ahmedabad Suicide
Mihir Soni
| Edited By: | Updated on: Jun 06, 2023 | 6:58 AM
Share

Ahmedabad : અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક શિક્ષકના(Teacher)આપઘાતની(Suicide) ઘટના સામે આવી છે..જોકે આ ઘટનામાં મૃતક શિક્ષકના પરિવારજનોમાં નિવેદનોમા વિરોધાભાસી જોવા મળ્યાઉપરાંત આપઘાત બાદ 3 વ્યક્તિ પર આક્ષેપ કરતી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જે બાબતે પણ પોલીસને શંકા છે. જોકે હાલ પોલીસે સુસાઇડ નોટના આધારે ત્રણ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.

પરિવારજનો વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા 27 વર્ષના સુબ્રતોપાલ નામના યુવકે ઘરે ફાંસો ખાઈ આપઘાત કર્યો.આપઘાત કરનાર યુવક ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કરતોઆપઘાતને લઈને પરિવારજનો વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવી રહ્યા છે.

આ પણ વાંચો : Gujarat News Live: રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની સંભાવના, ચોમાસુ ચાર દિવસ મોડુ કેરળ પહોંચવાની હવામાન વિભાગની આગાહી, વાંચો દેશ દુનિયાની Latest Updates

પોલીસે સ્યુસાઇડ નોટોના આધારે યશપાલસિંહ, હર્ષિલ મિશ્રા,અમનસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક શિક્ષકના મોટાભાઇ સુભનાકર પાલે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ માટે પાંચ લાખ જેટલી રકમ 2 લોકો પાસે લીધી હતી.

પૈસાની લેવડદેવડ તેના મોટા ભાઈ સુભાનકર પાલએ કરી હતી

જેમાં જે ફાયદો થાય તેની 50 ટકા હિસ્સેદારી ત્રણ લોકોને આપવાનું નક્કી થયું હતું .જો કે ધાર્યા પ્રમાણે તેમાં ફાયદો ન થતા મૃતકનો ભાઈ રકમ પરત આપી શક્યો ન હતો. જેથી આરોપીઓ દ્વારા દબાણ કરીને પૈસાની ઉઘરાણી કરતા કંટાળીને શિક્ષકે આપઘાત કર્યો.મહત્વનું છે કે આપઘાત કરનાર શિક્ષક ને પૈસાની લેવડદેવડ બાબતે કોઈપણ લેવાદેવા હતી નહિ. કેમ કે પૈસાની લેવડદેવડ તેના મોટા ભાઈ સુભાનકર પાલએ કરી હતી.

જોકે યશપાલસિંહ, હર્ષિલ મિશ્રા નામના વ્યક્તિ જ્યારે મૃતકના ભાઈ પૈસાની માંગણી કરતા જેને લઈને પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. જેમાં પૈસા વ્યાજે લીધા હોય તેનો કોઈ ઉલ્લેખ હતો નહી. વ્યાજખોરના ઉઘરાણી કારણે મૃતકના ભાઈ સુભાનકરે પણ ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

5 લાખના બદલામાં 14 લાખની ઉઘરાણી કરતા

પરંતુ પોલીસે કોઈ કડક કાર્યવાહી નહિ કરી હતી આરોપીઓ 5 લાખના બદલામાં 14 લાખની ઉઘરાણી કરતા હોવાના આક્ષેપો પરિવાર કરી રહ્યા છે. આ ઉપરાંત ઘટના સ્થળે મળી આવેલી સુસાઇડ નોટને લઈને પણ પોલીસને શંકા છે કે કોઈ શિક્ષકના અક્ષર આવા કેમ હોઈ શકે. જેથી સુસાઇડ નોટ ને FSL માં તપાસ માટે મોકલવામાં આવી છે..

પૈસાની લેતીદેતી મામલે એક નિર્દોષનું મોત નીપજ્યું છે. જેમાં આરોપીઓ ઘર પચાવવા હુમલો કરતા હોવાના આરોપ પરિવારે લગાવ્યા હતા ત્યારે આ આપઘાત કેસમાં 3 વ્યક્તિ વિરુદ્ધ  દૂષપ્રેરણાનો ગુનો  નોંધી તેમની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">