6 જુનના મહત્વના ન્યૂઝ : PM મોદી અમેરિકામાં ઈતિહાસ રચશે, બીજી વખત અમેરિકી સંસદને સંબોધન કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન 

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 11:59 PM

આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

6 જુનના મહત્વના ન્યૂઝ : PM મોદી અમેરિકામાં ઈતિહાસ રચશે, બીજી વખત અમેરિકી સંસદને સંબોધન કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન 
Gujarat latest live news and samachar today 12 June 2023

આજે 6 જુન અને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે.  સાથે જ વાંચો ઓડીશામાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માતની તમામ અપડેટસ, CBI ની ટીમે લીધેલી મુલાકાત બાદની સ્થિતિ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Jun 2023 11:57 PM (IST)

    Gujarat News Live : PM મોદી અમેરિકામાં ઈતિહાસ રચશે, બીજી વખત અમેરિકી સંસદને સંબોધન કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની યુએસ મુલાકાત દરમિયાન 22 જૂને યુએસ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. તેઓ ભારતના ભાવિ વિશે તેમના વિચારો શેર કરશે અને બંને દેશો દ્વારા સામનો કરવામાં આવી રહેલા વૈશ્વિક પડકારો પર વાત કરશે. પીએમ મોદીનું બીજું સંબોધન ઐતિહાસિક હશે. બે વખત આવું કરનાર તેઓ પ્રથમ ભારતીય પીએમ હશે.

    આ સમાચાર વિગતે જાણવા અહીં ક્લિક કરો.

  • 06 Jun 2023 11:44 PM (IST)

    Gujarat News Live : બનાસકાંઠાના દિયોદર, કાંકરેજ અને ભાભર તાલુકામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ

    દિયોદર પંથકના ભેસાણા, રવેલ, વડિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. તો ભાભર તાલુકાના મીઠા, મેરા સહિતનાં ગામોમાં પણ વરસાદ વરસવાના સમાચાર સામે આવ્યા છે. કાંકરેજ તાલુકાના શિહોરી અને આકોલી પંથકમા પણ કમોસમી વરસાદ પડ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે

  • 06 Jun 2023 10:49 PM (IST)

    Gujarat News Live : મુંબઈના વિરાર વિસ્તારમાં દિવાલ ધરાશાયી, કાટમાળ નીચે દબાતા 3ના મોત

    મુંબઈના વિરાર વિસ્તારમાં એક દીવાલ ધરાશાયી થઈ હતી. આ દિવાલ નીચે દબાઈ જવાથી 3 મહિલા મજૂરોના મોત થયા છે. આ બનાવ પૂર્વ રેલવે સ્ટેશન પાસે બન્યો છે.

  • 06 Jun 2023 09:25 PM (IST)

    Gujarat News Live : વિદેશી મૂડીરોકાણ ક્ષેત્રે ગુજરાત કે કર્ણાટક નહી, મહારાષ્ટ્ર નંબર વન છે, દેવેન્દ્ર ફડણવીસે કર્યો દાવો

    મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો છે કે, મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં વિદેશી મૂડીરોકાણ ક્ષેત્રે નંબર વન છે. તેમણે કહ્યું કે જ્યારે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે વિદેશી રોકાણના મામલે મહારાષ્ટ્ર સૌથી આગળ હતું. આ પછી, અગાઉની મહાવિકાસ આઘાડી સરકારના કાર્યકાળ દરમિયાન મહારાષ્ટ્ર પાછળ રહી ગયું હતું. FDIના મામલે ફરી એકવાર મહારાષ્ટ્ર નંબર વન રાજ્ય બની ગયું છે. જે લોકો કહેતા હતા કે આ ઉદ્યોગ ત્યાં ગયો, અને પેલો ઉદ્યોગ ત્યાં ગયો, તેમને જવાબ મળી ગયો છે.

    આ સમાચાર વિગતે જાણવા અહીં ક્લિક કરો.

  • 06 Jun 2023 08:03 PM (IST)

    Gujarat News Live : સંભવિત વાવાઝોડાને લઇ એક્શનમાં તંત્ર, સૌરાષ્ટ્રના તમામ બંદરો પર લગાવાયું 1 નંબરનું ભયસૂચક સિગ્નલ

    વાવાઝોડાની અસરને પગલે હાલ સૌરાષ્ટ્રના બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવાયા છે. વેરાવળ, જાફરાબાદ બંદરો પર પણ ભયસૂચક સિગ્નલ લગાવાયા છે. સંભવિત વાવાઝોડાના સંકટને પગલે ચેતવણીરૂપ સિગ્નલ લગાવાયા છે. માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવાઈ છે. દરિયો તોફાની બને તેવી શક્યતા પણ જોવાઈ રહી છે. અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલા વાવાઝોડાની સ્થિતિને પગલે તંત્ર એલર્ટ થયું છે.

  • 06 Jun 2023 06:04 PM (IST)

    Gujarat News Live : ગુજરાતમાં આગામી 12થી 14 જૂન સુધી યોજાશે 20મો શાળા પ્રવેશોત્સવ

    ગુજરાતમાં આગામી 12થી 14 જૂન દરમિયાન 20મો શાળા પ્રવેશોત્સવ યોજાશે. રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવમાં, સરહદી ગામોની શાળાઓમાં બાળકોના શાળા પ્રવેશ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરાશે. બોર્ડર વિલેજને છેવાડાના કે છેલ્લા ગામ નહિ, પરંતુ પ્રથમ ગામ ગણીને પ્રાથમિક શિક્ષણ સહિતની માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિચારને સુસંગત શાળા પ્રવેશોત્સવ-2023 ના આયોજનને આખરી ઓપ અપાયો છે.

  • 06 Jun 2023 05:02 PM (IST)

    Gujarat News Live : 2024 પહેલા ભાજપની મોટી તૈયારી, અનેક રાજ્યોના પ્રદેશ પ્રભારી અને અધ્યક્ષ બદલવા પર મંથન

    ભાજપે 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંગઠન મહાસચિવ બી એલ સંતોષ, મહાસચિવ સુનીલ બંસલ અને ઉપાધ્યક્ષ સૌદાન સિંહ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા, સરકારના 9 વર્ષથી ચાલી રહેલા કાર્યક્રમોની સમીક્ષા અને પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કેટલાક મહત્વના રાજ્યોના પ્રદેશ પ્રભારી અને પ્રદેશ અધ્યક્ષ પણ બદલી શકાય છે.

  • 06 Jun 2023 04:22 PM (IST)

    સુરતમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં, એક કોરીડોર ડીસેમ્બર 2023 સુધીમાં ચાલુ કરી દેવાશે

    Surat : સુરત શહેરની ઓળખમાં હવે વધુ એક વધારો થવા જઈ રહ્યો છે. સુરતમાં હવે મેટ્રો રેલ (Metro Rail) જોવા મળવાની છે, ત્યારે મેટ્રોનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે.જમીનથી અંદર સુરતમાં મેટ્રો ટ્રેન દોડાવવા બે કોરીડોર બનાવવામાં આવશે. જેમાં એક કોરીડોર (Corridor) ડીસેમ્બર 2023 સુધીમાં ચાલુ કરી દેવામાં આવશે. ત્યારે TV9ની ટીમે જમીનની અંદર થઇ રહેલી મેટ્રોની કામગીરી અંગે માહિતી મેળવી હતી.

  • 06 Jun 2023 03:52 PM (IST)

    બિહારનો ગંગા બ્રિજ ધરાશાયી થતા દ્વારકાનો સિગ્નેચર બ્રિજ બનાવનાર કંપની સામે ઊભા થયા સવાલ

    દ્વારકા જિલ્લામાં બની રહેલા સિગ્નેચર બ્રિજની કન્સ્ટ્રકશન કંપની સામે સવાલ ઊભા થયા છે. બિહારમાં ગંગા બ્રિજ ધરાશાયી થવાની ઘટના બાદ આ સવાલો ઊભા થઇ રહ્યા છે. ગંગા બ્રિજની કંન્સ્ટ્રક્શન કંપની એસ.પી. સિંગલા દ્વારા જ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ થઈ તૈયાર થઈ રહ્યો છે.

    એસ.પી. સિંગલા કંપની દ્વારા બિહારમાં બનાવાયેલા ગંગા બ્રિજના ધરાશાયી થવાથી વિવાદ ઉભો થયો છે.દ્વારકા જિલ્લામાં બની રહેલા સિગ્નેચર બ્રિજ પણ આ જ કંપની દ્વારા તૈયાર થઇ રહ્યો છે. ત્યારે આ કંપની સાથેનો કોન્ટ્રાક્ટ રદ થશે કે કેમ તેના પર સવાલ ઊભા થઇ રહ્યા છે. જો કે આ કંપની સાથે કોન્ટ્રાક્ટ રદ કરવાનો સરકારનો કોઇ ઇરાદો ન હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. જેના કેટલાક કારણો સામે આવ્યા છે. દેશમાં 70 જેટલા બ્રિજ છે જે આ કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે.

  • 06 Jun 2023 03:27 PM (IST)

    ભાજપમાંથી છેડો ફાડીને ગયેલા નેતાઓ ફરી ભાજપમાં સામેલ, જે.પી. પટેલ અને ઉદયસિંહ ચૌહાણે કર્યા કેસરિયા

    વર્ષ 2024ની ચૂંટણી પહેલા ભાજપે પાર્ટીને વધુ મજબૂત કરવાની શરૂઆત કરી દીધી છે. ભાજપમાંથી (BJP) છેડો ફાડીને ગયેલા નેતાઓને પણ પાર્ટીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. જે.પી. પટેલ અને ઉદયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે બંનેને કેસરી ખેસ અને ટોપી પહેરાવીને તેમનું ભાજપમાં સ્વાગત કર્યું.

    બંને નેતાઓ ભાજપમાં જોડાવાને લઈ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિ કવાડિયાએ કહ્યું કે, જેપી પટેલ મૂળ ભાજપના કાર્યકર્તા છે અને ભૂતકાળમાં કરેલી ભૂલ સમજાતા પાર્ટીએ તેમને સ્વીકાર્યા છે. અન્ય જે લોકો અપક્ષ લડ્યા હતા, તેમને પોતાની ભૂલ સમજાશે અને પાર્ટીને યોગ્ય લાગશે તો તેમને પરત લેવામાં આવશે. તેમણે કહ્યું કે, AAPમાંથી સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પ્રકરણ જોઈને લાગણી દુભાતા ઉદયસિંહ AAP છોડીને ભાજપમાં જોડાયા છે.

  • 06 Jun 2023 03:06 PM (IST)

    ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં ભરવરી રેલવે સ્ટેશન નજીક સિયાલદહથી અજમેર જતી ટ્રેનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી

    ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં ભરવરી રેલવે સ્ટેશન નજીક સિયાલદહથી અજમેર જતી ટ્રેનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગ જોઈને મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી.

  • 06 Jun 2023 02:57 PM (IST)

    Ahmedabad to Mumbai Train: અમદાવાદ-મુંબઈ રેલવે સુપર ફાસ્ટ ગતિએ દોડશે

    અમદાવાદ અને મુંબઈ વચ્ચે હાલમાં ઝડપી ગતિએ ટ્રેન દોડી રહી છે. પરંતુ આગામી દિવાળીએ વેસ્ટર્ન રેલવે દ્વારા પ્રવાસીઓને માટે મોટી ભેટ મળનારી છે. મુંબઈ થી અમદાવાદ વચ્ચે પ્રવાસ કરનારા મુસાફરોને ઝડપી ગતિની ટ્રેનની સુવિધાનો લાભ મળશે. અમદાવાદ મુંબઈ વચ્ચેની ટ્રેન સેવા સુપરફાસ્ટ બની જશે, એટલે કે આગામી દિવાળીની આસપાસથી દોઢસોથી પણ વધારે ગતિની ટ્રેન દોડતી થઈ જશે. આ માટે હાલમાં વેસ્ટર્ન રેલવે દ્વારા ઝડપ વધારવા માટેના પ્રોજેક્ટનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે.

  • 06 Jun 2023 02:36 PM (IST)

    Gir Somnath : વાવાઝોડાને લઈને વેરાવળ બંદર પર ભયસૂચક સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન

    ગુજરાતના (Gujarat) અનેક જિલ્લાનું વાતાવરણ બદલાશે. જેમાં રાજ્યમાં બાયપરજોય  ચક્રવાતી વાવાઝોડું (Cyclone)  આવવાનું છે. આ વાવાઝોડાને લઈને વેરાવળ બંદર પર 01 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત  અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ જશે.

    જરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ આ ચક્રવાતી તોફાનની અસર જોવા મળશે. જેમાં આજે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન રચાયું છે જે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર તરફ આગળ વધવાની સાથે તીવ્ર થવાની સંભાવના છે.

  • 06 Jun 2023 01:39 PM (IST)

    રાજકોટમાં સતત બીજા દિવસે PGVCLના દરોડા, 33 ટીમ કાર્યવાહીમાં જોડાઈ

    Rajkot : રાજકોટમાં સતત બીજા દિવસે PGVCLના દરોડાના (raid) પગલે વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. માધાપર, બેડીનાકા, સૈનિક સોસાયટી, ભોલેનાથ સોસાયટી નવરંગપરા, પોપટપરા, રેસકોર્સ સહિતના વિસ્તારોમાં PGVCLએ દરોડા પાડયા હતા. રાજકૃતિ એપાર્ટમેન્ટ, એક્ઝાનનગર, સખીયાનગર, વાંકાનેર સોસાયટી, બજરંગવાડી, શીતલ પાર્ક સહિતના વિસ્તારોમાં દરોડાની કાર્યવાહીથી વીજ ચોરોમાં (Electricity thieves) ભયનો માહોલ જોવા મળ્યો. અલગ અલગ 33 ટીમ દરોડાની કાર્યવાહીમાં જોડાઈ છે. ગઈકાલે વિવિધ 99 કનેક્શનમાંથી PGVCLની ટીમે 28 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. ત્યારે હજુ પણ વધુ વીજચોરી ઝડપાવાની શક્યતા છે.

  • 06 Jun 2023 01:38 PM (IST)

    આણંદના ઉમરેઠમાં હિન્દુ યુવતીઓની છેડતી અંગે મામલો બન્યો ઉગ્ર, ઘર્ષણના CCTV સામે આવ્યા

    Anand : આણંદના ઉમરેઠમાં હિન્દુ યુવતીઓની છેડતી અંગે મામલો વધુ તંગ બન્યો છે. છેડતીની ઘટના બાદ હિન્દુ અને વિધર્મી યુવકો વચ્ચે થયેલા ઘર્ષણના CCTV સામે આવ્યા છે. જયાં હિન્દુ અને મુસ્લિમ કોમના યુવકો લાકડીઓ લઈને ધસી આવતા મામલો ઉગ્ર બન્યો હતો. ઘર્ષણ અંગે 8 હિન્દુ યુવકો સામે પોલીસ ફરિયાદ નોંધાતા હિન્દુ સમાજમાં આક્રોશ ફેલાયો છે.

  • 06 Jun 2023 01:37 PM (IST)

    Surat : ઘર વિહોણા 95 જેટલા બાળકોને પાલિકાની સ્કૂલમાં અક્ષરજ્ઞાન મળશે, શેલ્ટર હોમમાં રહેતા બાળકો માટે પહેલ

    Surat : સુરત શહેરના એક પોલીસ અધિકારી અને શિક્ષણ સમિતિના એક પદાધિકારી સાથે કેટલાક શિક્ષકોએ (Teachers) કરેલી કામગીરી ના કારણે હવે સુરતમાં ઘર વિહોણા 95 જેટલા બાળકોને પાલિકાની સ્કૂલમાં અક્ષરજ્ઞાન મળશે.

    સુરતમાં આ અનોખી પહેલના કારણે શહેરમાં જે લોકો પાસે ઘર નથી અને શેલ્ટર હોમમાં રહે છે તેવા વાલીઓના બાળકો પણ સ્કૂલના પગથિયાં ચઢી શકશે. સ્કૂલ શરૂ થઈ તેના પહેલા દિવસે કેટલાક ઓછા વિદ્યાર્થીઓ આવ્યા હતા, પરંતુ આ અનોખી પહેલના કારણે તબક્કાવાર 95 બાળકો સ્કૂલમાં પ્રવેશ મેળવી શકશે.

  • 06 Jun 2023 01:37 PM (IST)

    Jamnagar : સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી ઉદ્યોગોને ન અપાતા નુક્સાન

    Jamnagar :પર્યાવરણ બચાવવાના હેતુથી જામનગરમાં થઈ અનોખી પહેલ. શહેરના ગંદા પાણીને રીસાઈકલીંગ કરીને ફરી ઉપયોગમાં લઈ, દરિયા કિનારાને શુધ્ધ રાખવાના પ્રયાસો શરૂ કર્યો. જેને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્લાન્ટથી વર્ષે 2 કરોડની આવક મનપાને થવાની હતી. પરંતુ હાલ આવક તો નથી થતી પરંતુ 3 કરોડનો ખર્ચ થાય છે.

  • 06 Jun 2023 01:36 PM (IST)

    Manipur Violence: મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લંબાવાયો, હવે 10 જૂન સુધી પ્રતિબંધ

    ઉત્તર-પૂર્વમાં આવતા રાજ્ય મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. છેલ્લા કેટલાય સપ્તાહથી સમગ્ર રાજ્યમાં તંગદિલીનો માહોલ છે. મણિપુરમાં દર બીજા દિવસે હિંસાની એક યા બીજી ઘટના સામે આવી રહી છે, જેને જોતા હવે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે.

    પરિસ્થિતિને જોતા મણિપુરમાં 10 જૂન, શનિવાર સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે. મણિપુર સરકારે આ નિર્ણય લીધો છે. અગાઉ, હિંસા ફાટી નીકળ્યા પછી, ઇન્ટરનેટ પર પ્રથમ 3 મેના રોજ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે હવે વધુ લંબાવવામાં આવ્યો છે.

  • 06 Jun 2023 12:57 PM (IST)

    Breaking News: અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ કન્સાઇનમેન્ટ NCBએ કર્યુ જપ્ત, હજારો કરોડની કિંમતની LSD રિકવર

    નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ અત્યાર સુધીનો સૌથી મોટો પાર્ટી ડ્રગ કન્સાઇનમેન્ટ પકડ્યો છે. આ દરોડામાં, NCBએ હજારો કરોડની કિંમતની દવા લિસેર્જિક એસિડ ડાયથાઇલામાઇડ (LSD) રિકવર કરી છે. NCBના આ દરોડામાં દેશભરમાં ફેલાયેલી ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. આ દરોડા દરમિયાન ઘણા ડ્રગ સ્મગલરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ દરોડાને લઈને NCB પ્રેસ કોન્ફરન્સ પણ કરવા જઈ રહી છે.

  • 06 Jun 2023 12:47 PM (IST)

    Cyclone Effect in Gujarat: અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયુ , અમદાવાદમાં પણ થશે આ અસર

    Ahmedabad : ગુજરાતના (Gujarat)  અનેક જિલ્લાનું વાતાવરણ બદલાશે. જેમાં રાજ્યમાં બાયપરજોય ચક્રવાતી વાવાઝોડું(Cyclone)  આવવાનું છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ જશે.

    ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ આ ચક્રવાતી તોફાનની અસર જોવા મળશે. જેમાં આજે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન રચાયું છે જે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર તરફ આગળ વધવાની સાથે તીવ્ર થવાની સંભાવના છે.

    આ ઉપરાંત વાવાઝોડાની અસરના પગલે અમદાવાદમાં બે દિવસ 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાઇ શકે છે. જો કે આગામી પાંચ દિવસ અમદાવાદનું તાપમાન ૪૨ ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે. જ્યારે 12થી 17 જૂન વરસાદની 70 ટકા સંભાવના છે.

  • 06 Jun 2023 12:45 PM (IST)

    NCB એ LSD ડ્રગ્સનું અત્યાર સુધીનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ જપ્ત કર્યું, 6ની ધરપકડ

    એનસીબીએ એલએસડી દવાઓનું અત્યાર સુધીનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ પકડ્યું છે. તે સમગ્ર દેશમાં સપ્લાય કરવામાં આવી હતી. કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 15 હજારનો એલએસડી પ્લોટ પકડાયા છે.

  • 06 Jun 2023 12:00 PM (IST)

    Cyclone Effect in Gujarat: અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયુ , અમદાવાદમાં પણ થશે આ અસર

    Ahmedabad : ગુજરાતના (Gujarat)  અનેક જિલ્લાનું વાતાવરણ બદલાશે. જેમાં રાજ્યમાં બાયપરજોય ચક્રવાતી વાવાઝોડું(Cyclone)  આવવાનું છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ જશે.

    ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ આ ચક્રવાતી તોફાનની અસર જોવા મળશે. જેમાં આજે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન રચાયું છે જે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર તરફ આગળ વધવાની સાથે તીવ્ર થવાની સંભાવના છે.

    આ ઉપરાંત વાવાઝોડાની અસરના પગલે અમદાવાદમાં બે દિવસ 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાઇ શકે છે. જો કે આગામી પાંચ દિવસ અમદાવાદનું તાપમાન ૪૨ ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે. જ્યારે 12થી 17 જૂન વરસાદની 70 ટકા સંભાવના છે.

  • 06 Jun 2023 09:30 AM (IST)

    Breaking News: કર્ણાટકના યાદગીરીમાં કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 5ના મોત, 13 ઘાયલ

    કર્ણાટકના યાદગીરી જિલ્લામાં બાલીચક્ર ક્રોસ પાસે એક કાર ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

  • 06 Jun 2023 09:24 AM (IST)

    Breaking News : ગુજરાતમાં ED એ 2002ના PMLA કેસમાં કાર્યવાહી કરી, પૂર્વ IRS અધિકારીની ધરપકડ

    ગુજરાતમાં ED એ 2002ના PMLA કેસમાં કાર્યવાહી કરી છે . જેમાં પૂર્વ IRS અધિકારીની ધરપકડ કરી છે.જેમાં ઇડીએ 29 લાખ રુપિયા કેસઅને વાંધાજનક દસ્તાવેજ કબજે કર્યા છે. તેમજ ગુજરાતમાં 25 સ્થળોએ સર્ચની કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદ, ગાંધીધામ, ભાવનગર, મુંબઇ અને બેંગલુરુમાં સર્ચની કાર્યવાહી હાથ ધરાઇ હતી. મોહમ્મદ એજાઝ બોમર અને અન્ય સામેનાં ફ્રોડ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે.

  • 06 Jun 2023 09:22 AM (IST)

    આમ આદમી પાર્ટીમાં ભંગાણ, ગત વિધાનસભા ચૂંટણીમાં બાલાસિનોરથી ઊભા રહેનાર ઉમેદવાર જોડાશે ભાજપમાં

    આમ આદમી પાર્ટીમાં વધુ એક વાર ભંગાણ પડ્યુ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં બાલાસિનોરથી આપના ઉમેદવાર તરીકે ઊભા રહેનાર ઉદયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાવાના છે. ઉદયસિંહ ચૌહાણે ભાજપનો સાથ આપવાનો નિર્ણય લીધો છે. તેમના સમર્થકો સાથે તેઓ બીજેપીમાં જોડાશે.

  • 06 Jun 2023 09:02 AM (IST)

    મહિલા કુસ્તીબાજોનું જાતીય શોષણ: પોલીસે બ્રિજ ભૂષણના સહયોગીઓના નિવેદનો નોંધ્યા

    મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના મામલામાં દિલ્હી પોલીસે બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંબંધીઓ, સંબંધીઓ, સહકર્મીઓ અને સુરક્ષા કર્મચારીઓના નિવેદનો નોંધ્યા છે. SITએ અગાઉ 125 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. હવે આ સંખ્યા 137 પર પહોંચી ગઈ છે. ગોંડા ગયા બાદ આ નિવેદનો નોંધવામાં આવ્યા છે.

  • 06 Jun 2023 08:45 AM (IST)

    અમદવાદમાં AMC ના ફૂડ વિભાગની તવાઈ, શહેરના રાયપુર ભજિયા હાઉસ સહિત 13 ફૂડ એકમ કરાયા સીલ

    લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ફાસ્ટફૂડના એકમો સામે AMCના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અખાદ્ય ખોરાક મળી આવતાં ન્યૂ રાયપુર ભજીયા હાઉસ, કર્ણાવતી દાબેલી સહિત 13 એકમો સીલ કરીને દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદમાં ફૂડ વિભાગે જુદા-જુદા વિસ્તારોમાં હોટલો, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના વેચાણ કરતા એકમો પર દરોડા પાડ્યા છે.

    જે એકમો સીલ કરવામાં આવ્યા છે તેમાં સારંગપુર દરવાજા પાસે આવેલ ન્યુ રાયપુર ભજીયા હાઉસ, હાટકેશ્વર સર્કલ પાસે રાજેશ દાળવડા, નાગર દાળવડા, લૉ ગાર્ડન પાસે ઈટાલીયોઝ પીઝા, નવરંગપુરામાં જયભવાની છોલેભટુરે, બાપુનગરમાં આશાપુરા ભોજનાલય, સરસપુરમાં અંબિકા ભાજીપાઉ, નારોલ સર્કલ ઓફિસ પાછળ અર્બુદા ચવાણા એન્ડ સ્વીટમાર્ટ, નારોલ કોર્ટ પાસે આંબેશ્વર ચવાણા એન્ડ સ્વીટમાર્ટ, ચાંદલોડિયામાં ક્રિષ્ના ફૂડ સેન્ટર, એસજી હાઈવે પર આશાપુરા ભોજનાલય, બાલાજી ચાઈનીઝ ફૂડ અને સરખેજ ગામમાં કર્ણાવતી દાબેલીનો સમાવેશ થાય છે.

  • 06 Jun 2023 08:44 AM (IST)

    રાજકોટમાં અશાંત ધારાના યોગ્ય અમલ માટે ધારાસભ્ય દર્શિતા શાહે CM અને ગૃહરાજ્ય પ્રધાનને લખ્યો પત્ર

    Rajkot : રાજકોટમાં અશાંતધારાના યોગ્ય અમલની માગ સાથે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતા શાહે પત્ર લખ્યો છે. ધારાસભ્ય દર્શિતા શાહે અશાંત ધારાના યોગ્ય અમલની માગ સાથે મુખ્યપ્રધાન અને ગૃહરાજ્ય પ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે. વોર્ડ નંબર બેમાં અશાંતધારાનો યોગ્ય અમલ ન થતો હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  • 06 Jun 2023 08:43 AM (IST)

    ભારત સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ હબ બનવા જઈ રહ્યું છે, Iphone બાદ હવે વધુ એક કંપનીના Smartphone ઉપર Make in Indiaનો માર્ક જોવા મળશે

    મેક ઇન ઇન્ડિયા(Make In India)નો ડંકો સમગ્ર વિશ્વમાં ગુંજવા લાગ્યો છે. એપલ(Apple Inc) બાદ વધુ એક દિગ્ગજ કંપનીએ ભારતમાં પોતાના સ્માર્ટફોન(Smartphone) બનાવવાનો નિર્ણય કર્યો છે. યુકે કન્ઝ્યુમર ટેક્નોલોજી બ્રાન્ડ નથિંગે ભારતમાં તેના આગામી સ્માર્ટફોન ફોનનું ઉત્પાદન કરવાની જાહેરાત કરી છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે પર્યાવરણનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. ફોનની તુલનામાં તેમાં ત્રણ ગણા વધુ રિસાયકલ એટલે કે બાયો-આધારિત પાર્ટ્સ હશે. તેનું અનબોક્સિંગ સંપૂર્ણપણે પ્લાસ્ટિક ફ્રી હશે. તેના અંતિમ એસેમ્બલી પ્લાન્ટ સંપૂર્ણપણે રિન્યુએબલ ઉર્જા પર ચાલશે. ઉપરાંત તેની ફ્રેમ 100 ટકા રિસાયકલ એલ્યુમિનિયમથી બનેલી હશે.

  • 06 Jun 2023 08:43 AM (IST)

    Rain in Aravalli: અરવલ્લીમાં મોડી રાત્રે ફૂંકાયો ઝડપી પવન, ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ

    અરવલ્લી જિલ્લામાં ગત મોડી રાત્રી દરમિયાન ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. સોમવારે મોડી રાત્રીના દરમિયાન અચાનક જ જબરદસ્ત પવન ફુંકાવા લાગ્યો હતો. આ સાથે જ ભારે ગાજવીજ સાથે વરસાદ વરસવો શરુ થયો હતો. અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. ભારે પવનની વાવાઝોડા જેવી અસરને લઈ કેટલાક વિસ્તારોમાં વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જેને લઈ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો મોડી રાત્રી દરમિયાન ખોરવાઈ ગયો હતો.

  • 06 Jun 2023 08:38 AM (IST)

    Gujarat માં પ્રવાસી શિક્ષકોના અભાવે શૈક્ષણિક કાર્ય પર અસર થશે, જૂની પ્રણાલી મુજબ ભરતી કરવા દેવા સંચાલકોની માગ

    Ahmedabad : ગુજરાતમાં(Gujarat)  નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. 35 દિવસના વેકેશન બાદ નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થતા બાળકો શાળાએ પહોંચ્યા હતા. જો કે નવા શૈક્ષણિક સત્રમાં જ પ્રવાસી શિક્ષકોના ( Pravasi shikshak )  હોવાના કારણે બાળકોના શિક્ષણ પર અસર થવાની શક્યતાઓ છે. નવા નિયમ મુજબ ટાટ પાસને જ પ્રવાસી શિક્ષક તરીકે લઈ શકાતા હોવા છતાં શાળા સંચાલકોએ ટાટ પાસ ઉમેદવારોના મળે ત્યાં સુધી જૂની વ્યવસ્થા મુજબ બીએડ પાસને પ્રવાસી શિક્ષક તરીકે ભરવા દેવા માંગ કરી છે.

  • 06 Jun 2023 08:03 AM (IST)

    મણિપુરઃ હિંસા ફરી ભડકી, 3ના મોત, 4 ઘાયલ

    મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં સોમવારે ફરીથી સશસ્ત્ર માણસોના બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. બંને તરફથી થયેલા ગોળીબારમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 4 લોકો ઘાયલ પણ થયા છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કંગચુપ વિસ્તારમાં બની હતી. ઘાયલોની હાલત સ્થિર છે.

  • 06 Jun 2023 07:43 AM (IST)

    Railway News : પશ્ચિમ રેલવે અમદાવાદ અને બેંગાલુરુ વચ્ચે સમર સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ચલાવશે

    Ahmedabad : પશ્ચિમ રેલવે(Western Railways)  મુસાફરોની સુવિધા માટે અમદાવાદ અને બેંગાલુરુ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન(Super Fast Train) ચલાવશે. જેમાં ટ્રેન નંબર 09424/09423 અમદાવાદ- બેંગાલુરુ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ  ચલાવશે. જેમાં ટ્રેન નંબર 09424 અમદાવાદ – બેંગાલુરુ સુપરફાસ્ટ સ્પેશ્યલ 09,16 અને 23 જૂન 2023 (શુક્રવાર) અમદાવાદ થી 16.00 કલાકે પ્રસ્થાન કરીને બીજા દિવસે (શનિવારે) 19.40 કલાકે મંગલુરુ પહોંચશે.

  • 06 Jun 2023 07:21 AM (IST)

    RBI MPC Meeting : મોંઘવારી ઘટી તો શું હવે EMI પણ ઘટશે? આજથી મળનારી ત્રિદિવસીય બેઠકમાં RBI લેશે નિર્ણય

    RBI MPC Meeting :હાલમાં સામાન્ય માણસ મોંઘી લોન અને વધતી EMIથી પરેશાન છે. ઋણધારકોને આશા છે કે આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરે જેથી લોન પરના વ્યાજદરમાં થોડો ઘટાડો રાહત આપી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI MPC Meeting)ની મોનેટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠક આજે 6 જૂનથી શરૂ થઈ રહી છે. આ બેઠક 8 જૂન સુધી ચાલશે. 8મી જૂને RBI ગવર્નર રેપો રેટની જાહેરાત કરશે. શેરબજારમાં નાણાં રોકનારાઓ પણ આ જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. RBI આ વખતે પણ MPCની બેઠકમાં વ્યાજ દરો યથાવત રાખી શકે છે. આ એટલા માટે છે કારણ કે કેટલાક સમયથી ફુગાવાનો દર નોંધપાત્ર રીતે નીચે આવ્યો છે.

  • 06 Jun 2023 07:21 AM (IST)

    Ahmedabad : ઓઢવમાં શિક્ષકે આપઘાત કર્યો, વ્યાજખોરોનો ત્રાસ જવાબદાર હોવાનો આક્ષેપ

    Ahmedabad : અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક શિક્ષકના(Teacher)આપઘાતની(Suicide) ઘટના સામે આવી છે..જોકે આ ઘટનામાં મૃતક શિક્ષકના પરિવારજનોમાં નિવેદનોમા વિરોધાભાસી જોવા મળ્યાઉપરાંત આપઘાત બાદ 3 વ્યક્તિ પર આક્ષેપ કરતી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જે બાબતે પણ પોલીસને શંકા છે. જોકે હાલ પોલીસે સુસાઇડ નોટના આધારે ત્રણ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી.

  • 06 Jun 2023 06:54 AM (IST)

    Cyclone Effect in Gujarat: ગુજરાતમાં વાવાઝોડાને લઈને એલર્ટ, વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાશે

    Ahmedabad: ગુજરાતના અનેક જિલ્લાનું હવામાન બગડવા જઈ રહ્યું છે. રાજ્યમાં બાયપરજોય ચક્રવાતી વાવાઝોડું આવવાનું છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ જશે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ આ ચક્રવાતી તોફાનની અસર જોવા મળશે.

    હવામાન વિભાગે જણાવ્યું કે 5 થી 7 જૂન સુધી ચક્રવાત બાયપરજોયના કારણે ભારે વાવાઝોડા સાથે વરસાદ પડશે. પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે. ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે પવનની જેમ વરસાદ પડી શકે છે. આ સાથે પાટણ, મોડાસા, મહેસાણા સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

  • 06 Jun 2023 06:51 AM (IST)

    ગાંધીનગરના કરાઇ પોલીસ અકાદમીમાંથી ઝડપાઈ દારૂની બોટલ, તાલીમી પીઆઈની ધરપકડ

    આમ તો ગુજરાતમાં દારુબંધી છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. ગાંધીનગરની કરાઈ પોલીસ અકાદમીમાંથી દારુની બોટલ ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. તાલીમાર્થીનાં રહેવાના બેરેકમાંથી દારુની બોટલ ઝડપાઈ છે. કરાઈ પોલીસ અકાદમીમાં સમયાંતરે બેરેકનું ચેકિંગ કરવામાં આવે છે.

    આ સમયે બેરેકમાંથી તાલીમી પીઆઈ પાસેથી દારુની બોટલ ઝડપાઈ છે. આ સમગ્ર મામલામાં ડીજીપીએ કાર્યવાહી હાથ ધરી છે. ડભોડા પોલીસે તાલીમી પીઆઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધી તાલીમી પીઆઈની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર તાલીમી પીઆઈનું નામ નિરંજન ચૌધરી છે.

  • 06 Jun 2023 06:43 AM (IST)

    Ahmedabad : અસલાલીમાં ખેતરમાંથી મળેલા મહિલાના મૃતદેહનું ઘૂંટાતું રહસ્ય, પોલીસે તપાસ શરૂ કરી

    Ahmedabad:અમદાવાદના(Ahmedabad)અસલાલીમાં ગત તારીખ 24મી માર્ચના દિવસે આવેલા મહીજડા ગામની સીમનાં ખેતરમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ(Dead Body) મળી આવ્યો હતો. પોલીસને જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ અન્ય એજન્સીઓ પણ મહિલાની ઓળખ મેળવવા અને કઈ રીતે મોત નીપજ્યું છે તે અંગે તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં પોલીસને પણ એમ લાગ્યું છે મહિલાની કુદરતી રીતે મોત થયું છે. જોકે મહિલાના પીએમ રિપોર્ટમાં પણ કોઈ ખાસ કારણ સામે આવ્યું હતું નહીં, પણ પોલીસે મહિલાના મોતનું કારણ જાણવા અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી હતી.

  • 06 Jun 2023 06:43 AM (IST)

    આજે રાજ્યમાં જાણો કેવું રહેશે હવામાન, ક્યાં પડી શકે છે વરસાદ તો ક્યાં રહેશે ગરમી આક્રમક

    હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે મંગળવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 43 ટકા રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

    અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 40 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 37 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 રહેશે

Published On - Jun 06,2023 6:41 AM

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">