Ahmedabad : ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષાની બેઠક વ્યવસ્થા રવિવારે સાંજે 4 થી 6 માં જોઈ શકશે

આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. આ વખતે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે.આ વખતે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે.

Ahmedabad : ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષાની બેઠક વ્યવસ્થા રવિવારે સાંજે 4 થી 6 માં જોઈ શકશે
Gujarat Board Student Seating Arrangment (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 5:50 PM

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા (GSEB)28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું (Board Examination)  આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં (Ahmedabad ) પણ શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.અમદાવાદમાં કુલ 12 ઝોનમાં 73 કેન્દ્રો, 3,312 બ્લોક પર પરીક્ષા લેવામાં આવશે. તો કુલ 97 હજાર 430 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 30 હજાર 493 અને વિજ્ઞાન પ્રવાહમાં 7 હજાર 652 વિદ્યાર્થી પરીક્ષા આપશે. તો શહેર અને ગ્રામ્ય મળીને કુલ 348 બિલ્ડિંગમાં પરીક્ષા લેવાશે ..અમદાવાદના તમામ પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડમાં CCTV દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે. અમદાવાદમાં ધોરણ 10માં 59 હજાર 285 વિદ્યાર્થી પરીક્ષા આપશે અમદાવાદ શહેરમાં 348 CCTV કેમેરા દ્વારા પરીક્ષા કેન્દ્રો પર બાજનજર રાખવામાં આવશે. તેમજ શિક્ષણ વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો છે.

રવિવારે  સાંજે 4થી 6 વાગ્યા સુધી વિદ્યાર્થી પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકશે

રાજ્યમાં 28 માર્ચને સોમવારનના રોજ બોર્ડની પરીક્ષા શરૂ થાય છે તેના એક દિવસ પૂર્વે 27 માર્ચ રવિવારના રોજ વનરક્ષકની પરીક્ષા છે. તેમજ આ પરીક્ષા પુર્ણ થાય તે પછી તમામ કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા ગોઠવાઈ જાય અને વિદ્યાર્થીઓના રોલ નંબર પણ લખવા સૂચના આપવામાં આવી છે . જેથી રવિવારે  સાંજે 4થી 6 વાગ્યા સુધી વિદ્યાર્થી પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકશે.

28 માર્ચથી 12 એપ્રિલ સુધી પરીક્ષા યોજવામાં આવશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની (Board Exam) જાહેરાત કરવામાં આવી છે. 28 માર્ચથી 12 એપ્રિલ સુધી પરીક્ષા યોજવામાં આવશે. આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. આ વખતે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

બોર્ડની પરીક્ષા ઓફલાઇન યોજાશે

કોરોનાના કેસોમાં ઉછાળો આવતા સરકાર દ્વારા ધો. 10 તથા 12 બોર્ડ અને ધો. 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. જેથી અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વધારે સમય મળી શકે. જેના કારણે હવે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી શરૂ થશે. જેમાં ધોરણ 10માં અદાજીત 9.70 લાખની આસપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ જેટલા ફોર્મ ભરાયા છે.

આ પણ વાંચો : Ahmedabad: સોલા સિવિલમાં ઓડિયોલોજી એન્ડ સ્પિચ લેંગ્વેજ કોલેજની શરૂઆત, બહેરાશ ધરાવતા દર્દીઓ માટે વધારાની સુવિધા

આ પણ વાંચો : Surat : મહીધરપુરા વિસ્તારમાં રિક્ષામાં પેસેંજરોને બેસાડી નજર ચૂકવી પૈસા કાઢી લેતી ગેંગ ઝડપાઇ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">