Ahmedabad : કોર્પોરેશનમાં શહેઝાદખાન પઠાણે વિપક્ષના નેતાનો ચાર્જ સંભાળ્યો
અમદાવાદ કોંગ્રેસમાં જૂથવાદ અને મતભેદ વચ્ચે કોર્પોરેટર શહેઝાદખાન પઠાણે AMCના વિપક્ષ નેતા તરીકે ચાર્જ સંભાળ્યો. જેમાં પદગ્રહણ વેળા શહેઝાદખાનની બિનસાંપ્રદાયિકતા જોવા મળી
અમદાવાદ કોંગ્રેસમાં જૂથવાદ અને મતભેદ વચ્ચે કોર્પોરેટર શહેઝાદખાન પઠાણે AMCના વિપક્ષ નેતા તરીકે ચાર્જ સંભાળ્યો. જેમાં પદગ્રહણ વેળા શહેઝાદખાનની બિનસાંપ્રદાયિકતા જોવા મળી. પરંપરા અનુસાર AMC ઓફિસ પરિસરમાં આવેલા મંદિરમાં મહાદેવની પૂજા બાદ તેમણે ઓફિસમાં ગણપતિજીની સ્થાપના કરી અને ત્યારબાદ તેમણે વિપક્ષ નેતાનો ચાર્જ સંભાળ્યો. આ પદગ્રહણ સમારોહમાં કોવિડ ગાઇડલાઇનના ધજાગરા ઉડતા કોર્પોરેશનમાં મુખ્ય ઓફિસના ગેટ બંધ કરવા પડ્યા હતા.મહત્વનું છે કે, CAAના વિરોધમાં શહેઝાદ જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે.
તો, પદગ્રહણમાં કાઉન્સિલરો વચ્ચેનો જૂથવાદ ઉડીને આંખે વળગતો હતો.શહેઝાદખાનને વિપક્ષના નેતા બનાવતા સિનિયર કાઉન્સિલરોની નારાજગી યથાવત્ છે. રાજીનામા આપનાર કમળા ચાવડા, રાજશ્રી કેસરી, હાજી મીરઝા, ઇકબાલ શેખ, જમના વેગડા સહિતના કાઉન્સિલરો હાજર ન રહ્યા.જેના પર શહેઝાદખાને કહ્યું કે, મતભેદ દરેક પરિવારમાં હોય છે.23 કાઉન્સિલરો કોંગ્રેસની સાથે જ રહેશે.પરંતુ, ગેરહાજર કોર્પોરેટર કોઇ સિનિયર લીડરના કહેવાથી ન આવ્યા હોવાનું જણાવી તેમણે નારાજ કોર્પોરેટરોને મનાવવાની વાત પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા તરીકે કોંગ્રેસના શહેઝાદ ખાન પઠાણ ચાર્જ સંભાળવાના હતા તે પૂર્વે અમદાવાદ મહાનગર પાલિકાના પરિસરમાં કોરોના ગાઈડ લાઇનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. જેમાં અમદાવાદ મહાનગર પાલિકા પરિસરમાં મોટી સંખ્યામાં લોકો અને કાર્યકરો ઉમટી પડ્યા છે. તેમજ અનેક લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા.
જ્યારે સોશિયલ ડિસ્ટન્ટ તો કયાંય જોવા મળ્યું ન હતું. જેના પગલે કોરોના સંક્રમણમાં વધારો થવાની પણ શક્યતા છે.જો કે છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં 3 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે શહેરના અલગ અલગ બજારોમાં લોકોની ભીડ ઉમટી રહી છે. શહેરમાં દરરોજ કોરોનાથી સંક્રમિત દર્દીઓના મોતના આંકડા પણ નોંધાઈ રહ્યા છે
અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધી રહ્યા હોવા છતાં લોકો માસ્ક કે સોશિયલ ડિન્ટન્સનું ધ્યાન રાખી રહ્યા નથી. જે ભીડ કોરોના સ્પ્રેડર બનશે તો આગામી દિવસોમાં વધી શકે છે મુશ્કેલી છતાં શહેરમાં કેવી બેદરકારી જોવા મળી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, નવા 12,835 કેસ નોંધાયા, પાંચ લોકોના મૃત્યુ
આ પણ વાંચો : સુરત : બસને આગ લગાવવાના કેસમાં કુલ પાંચ આરોપીની ધરપકડ, એક આરોપી હજુ ફરાર