ગુજરાતમાં(Gujarat) 17 જાન્યુઆરીના રોજ કોરોના(Corona) વિસ્ફોટ થયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,835 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 70, 374 એ પહોંચ્યા છે.જેમાં અમદાવાદમાં(Ahmedabad) 4340, સુરતમાં 2955, વડોદરામાં 1207, રાજકોટમાં 461,ગાંધીનગરમાં 212, ભાવનગરમાં 202 ,જામનગરમાં 210 અને જૂનાગઢમાં 59 કેસ નોંધાયા છે.જેમાં સુરત જિલ્લામાં 464, વલસાડમાં 340, નવસારીમાં 300, ભરૂચમાં 284, મોરબીમાં 182, મહેસાણામાં 152, કચ્છમાં 149, પાટણમાં 122, રાજકોટ જિલ્લામાં 120, વડોદરા ગ્રામ્યમાં 106, ખેડામાં 102, ગાંધીનગર ગ્રામ્યમાં 96, બનાસકાંઠામાં 91, સુરેન્દ્રનગરમાં 75, અમદાવાદ ગ્રામ્યમાં 69, જામનગરમાં 55, ગીર સોમનાથમાં 51, આણંદમાં 44, અમરેલીમાં 43, દ્વારકામાં 41, નર્મદામાં 35, ભાવનગર ગ્રામ્યમાં 32, દાહોદમાં 31, પંચમહાલમાં 31, મહીસાગરમાં 20, સાબરકાંઠામાં 20, પોરબંદરમાં 19, તાપીમાં 19, જૂનાગઢમાં 10, બોટાદમાં 02, અરવલ્લીમાં 01, છોટા ઉદેપુરમાં 01, અને ડાંગમાં એક પણ કેસ નોંધાયો ન હતો.
Gujarat Corona City Update
અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 4340 અને જિલ્લામાં 69 મળીને કુલ 4409 કેસ નોંધાયા છે.અમદાવાદ શહેરમાં 1 દર્દીનું કોરોનાથી મોત થયું છે. જ્યારે 1965 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે.પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અમદાવાદમાં 39,869 કેસ સામે આવ્યા છે. જેમાંથી 24,115 કેસ માત્ર 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરીમાં આવ્યા છે..આમ 60 ટકા કેસ માત્ર 7 દિવસમાં આવ્યા છે
તેમજ ઉત્તરાયણ તહેવાર પૂરો થતાંની સાથે શરદી, ખાંસી, તાવના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. પરિણામે ખાનગી ક્લિનિકો, અર્બન હેલ્થ સેન્ટરો અને સરકારી હોસ્પિટલોમાં દવા લેવા માટે તેમજ કોરોનાના ટેસ્ટ માટે ધસારો જોવા મળી રહ્યો છે.
સુરતમાં સોમવારે પણ કોરોના વિસ્ફોટ થયો છે. અને કેસોની સંખ્યા 3 હજાર નજીક પહોંચી ગઈ છે. સોમવારે બપોર સુધી જ્યાં કોરોનાના કેસોની સંખ્યા 880 હતા. ત્યાં સાંજ સુધી સુરત સિટીમાં કોરોના ના કેસોની સંખ્યા વધીને 2955 થઇ ગઈ હતી. સોમવારે કોરોનાથી એક વ્યક્તિનું મોત પણ થયું છે.
જેમાં સુરતમાં સૌથી પહેલા તો ફક્ત અઠવા અને રાંદેર ઝોન જ કોરોનાના હોટ સ્પોટ માનવામાં આવતા હતા. પણ હવે આ સંક્ર્મણ શહેરના તમામ ઝોનમાં ફેલાઈ ગયું છે. સુરતમાં સોમવારે સેન્ટ્રલ ઝોનમાં 390, વરાછા એ ઝોનમાં 258, વરાછા બી ઝોનમાં 335, રાંદેર ઝોનમાં સૌથી વધારે 511, કતારગામ ઝોનમાં 296, લીંબાયત ઝોનમાં 496, ઉધના એ ઝોનમાં 121, ઉધના બી ઝોનમાં 52 અને અઠવા ઝોનમાં 496 કેસો નોંધાયા છે.
આ પણ વાંચો : Kutch : ભુજ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વિપક્ષનો આક્ષેપ, કહ્યું તેના લીધે ચીફ ઓફિસર ટકતા નથી
આ પણ વાંચો : Mehsana : દૂધ સાગર ડેરીનું નવું સાહસ, Amul બ્રાન્ડથી ઓર્ગેનિક શાકભાજી વેચશે