સુરત : બસને આગ લગાવવાના કેસમાં કુલ પાંચ આરોપીની ધરપકડ, એક આરોપી હજુ ફરાર

સુરતમાં બસમાં આગ ચાંપવાની ઘટનામાં પોલીસે કુલ છ આરોપીની શોધખોળ કરાઇ હતી. જેમાં પોલીસે પાંચ આરોપીને દબોચી લીધા છે. જયારે આ કેસમાં એક આરોપી હજુ ફરાર છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Jan 17, 2022 | 6:56 PM

સુરતના (Surat) સરથાણા  લસકાણા રોડ પર ગત 14 મીએ રાત્રીના 9 વાગ્યા આજુબાજુ એક યુવક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન સચિન બાજુથી સીટી બસ સાથે યુવકનો અકસ્માત (Accident) થયો હતો. ઘટનાને લઈ યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પરિવારને જાણ થતાં પરિવારના સભ્યો અને સ્થાનિકો દોડી આવ્યા હતા. યુવક લોહી લુહાણ હાલતમાં ગંભીર રીતે ઘાયલ જોઈ લોકોમાં રોષ ભભુકી ઉઠયો હતો. ત્યારે રોષ જોઈ લોકોએ બસ પર પોતાનો ગુસ્સો ઠાલવતા બસ પર કોઈ જ્વલનશીલ નાખી બસને આગને (Bus Fire Case) હવાલે કરી દીધી હતી.

ઘટનાને પગલે બસ જોતજોતાની સાથે બળીને ખાખ થઈ હતી. ત્યારે બસના ડ્રાઈવર દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને DCP કક્ષાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટોળાનો ગુસ્સો જોઈ પોલીસે આ ટોળાને વેરવિખેર કર્યો હતો .જ્યાં સરકારી સંપત્તિને નુકશાન કરવા બદલ ટોળા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસે કુલ 6 જેટલા લોકોને ત્યાં લાગેલા સીસીટીવી આધારે ખરાઈ કરી 5 લોકોને નજીકના વિસ્તારમાંથી ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીની પુછ પરછ કરતા તેઓ આ ઘાયલ યુવકના પરિજન હોઈ અને જે યુવક ઘાયલ અવસ્થામાં લોહી લુહાણ હાલતમાં બેભાન હતો. પરિવારના અને મિત્રોને લાગ્યું કે આ બસે અકસ્માત સર્જતા તેના ભાઈનું મૃત્યુ થયું હોઈ તેવા વહેમમાં ગુસ્સામાં આવી ગુસ્સો બસ પર ઠાલવી બસને આગ ચાંપી કરી હોઈ તેવું પોલીસ સમક્ષ કબુલ્યું છે. હાલ તો પોલીસે આ તમામ પાંચ આરોપીની સરકારી પ્રોપતિ ડેમેજ એટકટ અને બસને જાહેરમાં આગ ચાંપી કરી લોકોના જીવ જોખમમાં મુકવાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. ત્યારે અન્ય એક ફરાર આરોપીની શોધ શરૂ કરી છે.

આ પણ વાંચો : સુરત : માનવતા હજુ મરી પરવારી નથી, વૃદ્ધાની 2 લાખ ભરેલી બેગ ખોવાઇ, પછી શું થયું જાણો

આ પણ વાંચો : Surat : અયોધ્યા રામ મંદિરની થીમ લઈને સુરતના વેપારીઓએ તૈયાર કરી આ ખાસ સાડીઓ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati