AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ટ્રેક ટેસ્ટ વગર લાયસન્સ ઈસ્યુ કરવાના કૌભાંડનો પર્દાફાશ, જાણો કઈ રીતે કૌભાંડને આપ્યો અંજામ

ગાંધીનગર RTOમાં ચાલતી અધિકારીઓની મિલીભગત ફરી સામે આવી, ટ્રેક ટેસ્ટ વગર લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓએ કોને કોને લાયસન્સ બનાવી આપ્યા તેને લઈ તપાસ કરી રહી છે.

Ahmedabad: ટ્રેક ટેસ્ટ વગર લાયસન્સ ઈસ્યુ કરવાના કૌભાંડનો પર્દાફાશ, જાણો કઈ રીતે કૌભાંડને આપ્યો અંજામ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 28, 2023 | 6:51 PM

Ahmedabad RTO: અમદાવાદ સાયબર ક્રાઈમ એ ટ્રેક ટેસ્ટ વગર લાયસન્સ ઈસ્યુ કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એ.આર.ટી.ઓની મિલી ભગતથી ચાલતા આ કૌભાંડમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ટેકનિકલ છેડછાડ કરીને લાયસન્સ ઈસ્યુ કરાવી આપતા હતા.

RTOમાં લાયસન્સને લઈને ચાલતી લાલિયાવાડી દૂર કરવા માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવ્યો છે. જો કે ટ્રેક ટેસ્ટ પાસ કરવી અઘરી બનતા કેટલાક લોકોએ શોર્ટ કટમાં બારોબાર લાયસન્સ મેળવવાનો કારસો રચ્યો અને ગાંધીનગર RTOમાં ફરજ બજાવતા બે ARTOઓની મિલીભગતથી એજન્ટોએ ટેસ્ટ આપ્યા વગર જ લાયસન્સ ઈસ્યુ કરાવી આપવાના કૌભાંડની શરૂઆત કરી.

આરોપીઓ 10 હજાર રૂપિયામાં એક લાયસન્સ ઈસ્યુ કરાવી આપતા હતા. જો કે આર ટી ઓના અધિકારીને આ બાબતની જાણ થતાં તેમણે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પોલીસે તપાસ કરી એઆરટીઓ સમીર રતનધારિયા, જયદીપસિંહ ઝાલા અને એજન્ટ ભાવીન શાહની ધરપકડ કરી છે.

Vastu Tips : રસોડામાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવી ખૂબ જરૂરી, જાણો કેવી રીતે ?
મેટ્રોમાં ઘૂસ્યા પૂરના પાણી, સ્ટેશન ડૂબ્યું, ન્યુયોર્કના બેહાલ , જુઓ Video
Richest City Of Gujarat : ગુજરાતના આ જિલ્લામાં રહે છે અબજોપતિઓ, જાણો નામ અને વિશેષતા
₹ 17,17,11,800 ની માલકિન 'કિંગ ખાન'ના છોકરાની ગર્લફ્રેન્ડ !
Arthritis ના દર્દીઓએ શું ન ખાવું જોઈએ?
મોટી ઉંમરે ઘોડે ચડયા આ દિગ્ગજો, સુંદરીઓ સાથે કર્યા લગ્ન, જુઓ Photos

આરોપીઓની પૂછપરછમાં સામે આવી છે કે અત્યાર સુધીમાં તેઓએ આ રીતે નવ લાયસન્સ ઈસ્યુ કરાવી આપ્યા છે. આરોપીઓ ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે અરજદારો દ્વારા કરવામાં આવતી અરજીઓમાં ટેસ્ટ લીધા વગર જ લાયસન્સ કરાવી આપતા હતા. ટેકનિકલ છેડછાડ કરીને તેઓ લાયસન્સ ઈસ્યુ કરાવી આપતા હતા.

આ પણ વાંચો : કાંસ ઉપરના બાંધકામને કારણે નવસારીમાં ભરાયા વરસાદી પાણી, જુઓ Video

છેલ્લા એક વર્ષથી તેઓ આ રીતે લાયસન્સ ઈસ્યુ કરાવી આપતા હોવાનું સામે આવ્યું છે. જેમાં એજન્ટ ભાવિન શાહ અરજદારોને લઈ આવતો હતો અને ઓનલાઈન અરજી કરાવી તેની વિગતો અન્ય બે આરોપી ઓને આપતો હતો. પોલીસે હાલમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને આરોપીઓએ કોને કોને લાયસન્સ આપ્યા છે તે વધુ તપાસ શરૂ કરી છે. જો કે તપાસ દરમિયાન અન્ય કેટલાક એજન્ટોની પણ ધરપકડ થઈ શકે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">