વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર કમલમની મુલાકાત લેશે, ભાજપના નેતાઓ, ધારાસભ્યો સાથે કરશે બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને ભીડ ભેગી કરવાની જવાબદારી યુવા મોરચા, શહેર સંગઠન અને મહિલા મોરચાને સોંપવામાં આવી છે. એરપોર્ટથી કમલમ સુધી કાર્યકર્તાઓ વડાપ્રધાનને આવકાર આપશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 1:32 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે (Gujarat visit) આવવાના છે. ત્યારે PM મોદી ગાંધીનગર(Gandhinagar)માં કમલમ (Kamalam)ની મુલાકાત લઇ શકે છે. ત્યારે વડાપ્રધાનના આગમનને લઇને કમલમ સહિત ગાંધીનગરમાં તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. ત્યારે તેઓ ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમની પણ મુલાકાત લેશે. જેને લઇને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની વાત કરીએ તો તેઓ 11મી માર્ચે સવારે 10 વાગ્યે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટથી તેઓ 10:30 વાગ્યે ગાંધીનગર કમલમ ખાતે જવા નીકળશે. એરપોર્ટથી ગાંધીનગર કમલમ કાર્યાલય સુધી ભાજપના કાર્યકર્તાઓ ભવ્ય સ્વાગત કરશે.

PM મોદીનું ભવ્ય સ્વાગત કરવા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટેની તૈયારીઓ અંગે ભાજપે દરેક નેતા અને કાર્યકર્તાઓને જવાબદારીઓ સોંપી છે. પીએમ ત્યારે ભાજપના નેતાઓ અને તમામ ધારાસભ્યો સાથે બેઠક પણ કરશે. કમલમ ખાતે નક્કી કરેલા 430 લોકો જ હાજર રહી શકશે. કમલમ ખાતે બેઠક કર્યા બાદ સાંજે ચાર વાગ્યાની આસપાસ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન હાજરી આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને ભીડ ભેગી કરવાની જવાબદારી યુવા મોરચા, શહેર સંગઠન અને મહિલા મોરચાને સોંપવામાં આવી છે. એરપોર્ટથી કમલમ સુધી કાર્યકર્તાઓ વડાપ્રધાનને આવકાર આપશે અને મોટી સંખ્યામાં લોકો હાજર રહે એ માટે ભાજપના યુવા મોરચા, શહેર સંગઠન અને મહિલા મોરચાને જવાબદારી સોંપવામાં આવી છે. યુવા મોરચાએ રેલીનું પણ આયોજન કરી શકે છે.. જેમાં અંદાજે પાંચ હજાર યુવાનો બાઇક રેલીમાં જોડાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો-

Internation Womens Day: છોટાઉદેપુરની આ મહિલા બની પેડ વુમન, આદિવાસી મહિલાઓને રોજગારી આપવા સાથે આ રીતે ફેલાવી રહી છે જાગૃતિ

આ પણ વાંચો-

Women’s Day : માંડવીના જંગલોની રક્ષામાં સતત ખડેપગે તૈનાત 7 મહિલા કર્મચારી, વાંચો જંગલની વાઘણોની કહાની

Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">